________________
વંદિત્ત-સૂત્ર-વિવેચન-ગાથા-૨૭
૧૮૯ (૩) જો શ્રાવક સામાયિકમાં ઘરમાં કે સાવદ્ય કાર્યોની ચિંતા કરે તો આર્તધ્યાનને પામેલાનું સામાયિક નિરર્થક છે.
ગોવાળ - અનવસ્થાન કે અસ્થિરપણાને વિશે.
– અવસ્થાન - સ્થિતિ કે સ્થિરતા તે અવસ્થાન'. તેનો અભાવ તે “અનવસ્થાન'. એ સામાયિક વ્રતનો ચોથો અતિચાર કહ્યો.
– જ્યારે સામાયિક વિધિપૂર્વક ન થાય કે તેના નિયત કરેલા નિયમોનું યોગ્ય રીતે પાલન ન થાય ત્યારે ‘અનવસ્થાન' દોષ લાગે.
- સામાયિકનો બે ઘડીનો કાળ પૂર્ણ થવા દેવો નહીં અથવા સામાયિક જેમ તેમ પૂરું કરવું અથવા હંમેશા સામાયિક કરવાના નિર્ધારીત સમયે પોતે નિવૃત્ત હોવા છતાં પણ પ્રમાદને લીધે “પછી કરી લઈશ” એવા વિચારમાં નિયતકાળ અનાદરથી વિતાવી દેવો તે અનવસ્થાન કે અનાદર નામનો સામાયિકનો અતિચાર છે.
( તત્ત્વાર્થ સૂત્રમાં ‘અનવસ્થાન'ને બદલે “અનાદર' નામે ચોથો અતિચાર કહ્યો છે. જે ધર્મસંગ્રહ અને યોગશાસ્ત્રમાં પાંચમાં ક્રમે છે.)
સામાયિક નિયત કરેલા સમયે ન કરવું તે પ્રમાદ ગણાય છે.
માવશ્યક પૂf માં પણ કહ્યું છે કે જ્યારે પણ સમય મળે ત્યારે સામાયિક કરે. (પણ પ્રમાદ ન કરે.)
૦ મનાવર શબ્દથી આ અતિચારનો અર્થ તત્ત્વાર્થ ટીકામાં આ પ્રમાણે કર્યો છે - સામાયિકમાં ઉત્સાહ ન રાખવો, સમય હોવા છતાં પ્રવૃત્ત ન થવું કે જેમ તેમ પ્રવૃત્ત થવું તે અનાદર છે.
– સામાયિકની વિધિ, મુદ્રા, આસન આદિ ન સાચવવા, હૃદયમાં ઉચિત બહુમાન ભાવ ન હોવો; જેમ તેમ વિધિ કરવી તે અનાદર છે.
• તH - તથા, તે જ રીતે.
સ-વિM - સ્મૃતિ વિહીનતાથી કરવું.
– સ્મૃતિ વિડિન એટલે ભૂલી જવું તે. અવધારેલો નિયમ યાદ ન આવે, ઓછો યાદ આવે કે જોઈએ ત્યારે યાદ ન આવે, ત્યારે તે સ્મૃતિવિહીનતા કહેવાય.
– નિદ્રાદિકની પ્રબળતાથી કે ઘર-દુકાન આદિની ચિંતાને લીધે વ્યગ્રતાથી શૂન્ય બની ભૂલી જાય કે, મેં સામાયિક કર્યું છે કે નહીં ? અથવા સામાયિકના વખતનો ઉપયોગ ન રાખે તો તે વિસ્મરણતા નામે પાંચમો અતિચાર છે.
– આ અતિચારને તત્ત્વાર્થ સૂત્રમાં “મૃતિ-અનુપસ્થાપન" અતિચાર કહ્યો છે. જ્યારે યોગશાસ્ત્રાદિમાં “સ્કૃતિનું અનવધારણ" કહ્યું છે તેમજ તેનો ક્રમ ચોથો છે.”
– “એકાગ્રતાનો અભાવ કે ચિત્તના અવ્યવસ્થિતપણાને લીધે સામાયિક વિશેની સ્મૃતિનો ભંશ તે સ્મૃતિ અનુપસ્થાપના
મોક્ષનાં સાધનરૂપ સર્વ ધર્માનુષ્ઠાનોનું મૂળ-ઉપયોગ, સ્મૃતિ અને એકાગ્રતા છે. સંવાદપ્રકરણ માં કહ્યું છે કે, જે પ્રમાદ પોતાને સામાયિક ક્યારે કરવાનું છે ?