________________
૧૮૮
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૩ – સામાયિક લીધા પછી તેમાં મનથી ઘર, દુકાન, જમીન, મકાન, કુટુંબ, સ્વજન વગેરે સંબંધી ચિંતા કરવી તે મનોદુપ્રણિધાન કહેવાય છે. તે સામાયિક વ્રતનો પહેલો અતિચાર છે.
- મનોયોગને બરાબર સંયમમાં ન રાખતા તેનો છૂટથી ઉપયોગ કે દુરૂપયોગ થવા દેવો તે મનો દુપ્પણિધાન.
- ક્રોધ, દ્રોહ આદિ વિકારને વશ થઈ ચિંતન આદિ મનોવ્યાપાર કરવો કે નિરર્થક પાપના વિચારો કરવા તે.
૦ સામાયિકમાં મનોદુપ્રણિધાન જન્ય દશ દોષો કહ્યા છે. જે સૂત્ર-૧૦ “સામાઇયવયજુત્તમાં મનનાં દશ દોષમાં જોવા.
સામાયિક લઈને જે શ્રાવક આર્ત રૌદ્ર ધ્યાનમાં પડી ઘરની ચિંતા કરે તેનું સામાયિક નિરર્થક છે.
(૨) વવનકુમ્બ્રાધાન-તિવાર :
– સામાયિક લઈને કર્કશ, કઠોર કે તેવાં પ્રકારના દોષવાળા સાવદ્યવચનો બોલવાં એ “વચનદુષ્પણિધાન' નામે સામાયિક વ્રતનો બીજો અતિચાર કહ્યો છે.
– વચનયોગને સંયમમાં ન રાખતા છૂટથી તેનો ઉપયોગ અથવા દુરૂપયોગ થવા દેવો તે વચનદુપ્રણિધાન.
- શબ્દ સંસ્કાર વિનાની અને અર્થ વિનાની તેમજ હાનિકારક ભાષા બોલવી તે વચનદુપ્પણિધાન.
| (વચનયોગ દુષ્મણિધાન જન્ય દશ દોષો સામાયિકમાં કહ્યા છે. જે સૂત્ર૧૦ “સામાઈયે વયજુરો"માં વચનના દશ દોષરૂપે નોંધ્યા છે.)
(૩) હાયકુwઘન-તિવર –
- સામાયિક લઈને જગ્યા જોયા પ્રમા વિના ભૂમિ પર બેસે. ઉઠે, હાથ-પગ લાંબા-ટૂંકા કરે, કુતૂહલ વશ ઉભા થવું અથવા હાથ-પગની નિશાનીઓ કરવી કે પાસે રાખેલ વસ્તુઓની લેવડ-દેવડ કરવી ઇત્યાદિ કાય દુષ્મણિધાન છે. જે સામાયિક વ્રતનો ત્રીજો અતિચાર છે.
– કાયરૂપ ઉપયોગને સંયમમાં ન રાખતાં તેનો છૂટથી ઉપયોગ કે દુરૂપયોગ થવા દેવો તે કાયદુપ્રણિધાન.
(સામાયિકમાં કાયયોગના દુષ્પણિદાન જન્ય બાર દોષો કહ્યા છે. જેનું વર્ણન સૂત્ર-૧૦ “સામાઇયવયજુત્તોમાં જોવું.).
પંચાશક સૂત્ર-૧ ગાથા ૨૬ની ટીકામાં આ ત્રણ દોષ વિશે કહ્યું છે – (૧) સામાયિકમાં જમીનને જોયા કે પ્રમાર્યા વિના બેસવું, ઉઠવું, ઉભા રહેવું વગેરે કરવાથી હિંસા ન થાય તો પણ, તે પ્રમાદરૂપ હોવાથી સામાયિક કરનારે સામાયિક કર્યું ન ગણાય.
(૨) સામાયિક કરનારો પહેલાં બુદ્ધિથી વિચારે પછી જરૂર પડ્યે એકાદિ વખત નિરવદ્ય વચન બોલે અન્યથા તેનું સામાયિક સામાયિકરૂપ ન બને.