________________
વંદિત્ત-સૂત્ર-વિવેચન ગાથા-૨૬, ૨૭
૧૮૭ ઘણાં માણસોથી વીંટળાયેલ જોયા. તેને કોઈ સર્પ ડંસ દઈને બિલમાં પેસી ગયેલો. તે વખતે નાનો ભાઈ વીર બોલ્યો કે એ પાપી સાપને મારી કેમ ન નાંખ્યો. મોટા ભાઈ ધીરે કહ્યું કે, આ જીભથી નિરર્થક આવા પાપવચન ન બોલ. પણ વીર ન માન્યો. તે અનર્થદંડ રૂ૫ પાપનું આ ફળ ભોગવ્યું.
હવે ગાથા-૨૭માં સૂત્રકાર મહર્ષિ ચાર શિક્ષાવ્રતમાંના પહેલા શિક્ષાવ્રતરૂપ અને શ્રાવકનું જે નવમું વ્રત છે તે “સામાયિક વ્રત' નામક ચોથા ઉત્તરગુણ વ્રતના પાંચ અતિચારને જણાવે છે.
આ પાંચ અતિચારો આ પ્રમાણે છે
(૧) મનોદુપ્રણિધાન, (૨) વચન દુપ્પણિધાન, (૩) કાયદુપ્પણિધાન, (૪) અનવસ્થા અને (૫) સ્મૃતિ વિડિનત્વ.
- તત્ત્વાર્થ સૂત્રકારે આ પાંચ અતિચારમાં ચોથા અતિચાર ‘અનવસ્થાને સ્થાને “અનાદર' નામે અતિચાર કહ્યો છે.
– ઉપાસકદસા આગમમાં થોડા શાબ્દિક ફેરફાર અને વિશેષ સ્પષ્ટીકરણ થયેલ છે.
– યોગશાસ્ત્રના કર્તા તત્ત્વાર્થ સૂત્રને જ અનુસર્યા છે. ૦ હવે ગાથા-૨૭નું શબ્દાનુસાર વિવેચન કરેલ છે• તિવિ દુહાછે - ત્રણ પ્રકારનાં દુષ્પણિદાનને વિશે.
૦ gmહાણ-પ્રણિધાન - તન્મય પ્રવૃત્તિ, વ્યાપાર, પ્રયોગ અથવા પ્રવર્તાવવું તે.
૦ આ પ્રણિધાન દુરૂપયોગ અથવા દૂષિતરૂપ થી થાય ત્યારે તેને દુષ્પણિધાન કહેવામાં આવે છે.
– દુપ્પણિધાનનો અર્થ વૃત્તિકારે ‘સાવદ્ય વ્યાપાર' કર્યો છે.
- ધર્મસંગ્રહમાં દુપ્પણિધાનનો અર્થ દુષ્ટવિષયમાં જોડાણ અથવા પાપ વ્યાપાર એવો કર્યો છે.
૦ વિરે - “દુપ્પણિહાણ"નું સંખ્યાવાચી વિશેષણ મૂક્યું છે. “તિવિહેં' અર્થાત્ ત્રણ પ્રકારે. કયા ત્રણ પ્રકાર ?
તેનું સ્પષ્ટીકરણ તત્ત્વાર્થ સૂત્ર તથા યોગશાસ્ત્રમાં સૂત્ર અને ગાથા દ્વારા મળે છે. ત્યાં “યોગદુપ્પણિધાન” એવો સ્પષ્ટ પાઠ આપેલ છે અને “યોગ” એટલે મન, વચન, કાયાની પ્રવૃત્તિ. તેથી ત્રણ પ્રકારે દુષ્પણિધાન એટલે (૧) મનોદુષ્પણિધાન, (૨) વચન દુષ્મણિધાન અને (૩) કાયદુપ્રણિધાન.
આ ત્રણ ભેદને સામાયિકવ્રતના ત્રણ અતિચાર કહ્યા છે.
(* સામાયિક વ્રતની વ્યાખ્યા અને વિવેચન માટે સૂત્ર-૯ “કરેમિ ભંતે” તથા સૂત્ર-૧૦ “સામાઈયવયજૂરો” એ બંને જોવા. તેમાં “સામાયિક” વિશે વિસ્તારથી અનેક માહિતી આપેલ છે.).
(૧) મનોકુwધાન-તિવાર –