________________
૧૮૬
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૩
– અધિકરણોને પૃથક્ પૃથક્ રાખવાથી અને જરૂર પડે ત્યારે જ સાથે જોડવાથી હિંઢપ્રદાનમાંથી બચી શકાય છે. તેથી આવશ્યકતા વિના હિંસક સાધનોને જોડીને કે સજીને તૈયાર રાખવાં તે “સંયુક્તાધિકરણ' નામે અતિચાર છે. તે માટે હિંસક હથિયારોને સજીને તૈયાર ન રાખવા, ગાડા-હળ આદિ પહેલેથી જોડવા નહીં, ઘર કે હાટ ઘણાંને બંધાવવા હોય, તો પોતે પહેલ ન કરવી, અગ્નિ પહેલાં ન સળગાવવો, ચરવા માટે ગાય પહેલા ન છોડવી ઇત્યાદિ સાવધાની રાખવી.
મોજ ૩રિત - ભોગાતિરિક્તતા, ભોગનાં સાધનો જરૂરથી અધિક રાખવાં તે.
– અનર્થદંડ વિરમણ વ્રતનો પાંચમો અતિચાર વંદિત્ત સૂત્રમાં “ભોગઅતિરિક્ત' નામે છે. તત્ત્વાર્થસૂત્રમાં તેને “ઉપભોગાધિકત્વ” કહેલ છે. ઉપાસકદસા આગમમાં તેને “ઉપભોગપરિભોગારિર" કહેલ છે. ધર્મસંગ્રહમાં “ભોગભૂરિતા” કહેલ છે.
સામાન્યથી કહીએ તો ભોગોપભોગનાં સાધનો જરૂર કરતાં વધુ રાખવાથી બીજાને તેનો ભોગવટો કરવાની ઇચ્છા થાય છે માટે તેને અનર્થદંડનો અતિચાર કહે છે. ભોગ-પરિમાણમાં નિયત કરેલ સામગ્રીનો ઉપયોગ અજયણાથી કરવો તે પણ આ અતિચારરૂપ જ કહેલ છે.
– ઉપભોગ-પરિભોગને યોગ્ય એવા સ્નાન, ભોજન, ભોગ, વસ્ત્ર આદિ વસ્તુઓ જરૂર કરતાં વધુ રાખવી. સાવ પૂર્થિ માં આ સંદર્ભમાં કઈ રીતે ઉપભોગ-પરિભોગ કરવો તેનો વિધિ કહ્યો છે.
• હરિ ૩૬૫ તમિ પુત્રનિંરે ત્રીજા ગુણવત એવા અનર્થદંડને વિશે હું પૂર્વે કહેલા “કંદર્પ આદિ અતિચારોને નિંદુ છું - હું નિંદારૂપ પ્રતિક્રમણ કરું છું.
( આ આઠમાં વ્રતના સંદર્ભમાં “વીરસેન-કુસુમશ્રી"ની કથા ઘણાં વિસ્તારથી અર્થતીપિા ટીકામાં જોવી.)
૦ “અનર્થદંડ વિરમણ વ્રતમાં “સૂરસેન”નું દૃષ્ટાંત :
બંધુરા નગરીમાં વીરસેન રાજા હતો. રાજાને સૂરસેન અને મહસેન નામે પુત્રો હતા. બંને ભાઈઓને પરસ્પર સ્નેહ હતો. કોઈ વખતે મહસેનની જીભે રોગ થયો, તે કેમે કરીને મટતો ન હતો. રોગથી તેનું મુખ દુર્ગધ મારતું હતું. સૂરસેને પ્રતિજ્ઞા લીધી કે મારા ભાઈનો રોગ ન મટે ત્યાં સુધી મારે અન્ન-જળનો ત્યાગ પછી નવકારમંત્ર ગણતા-ગણતા ઉકાળેલું પાણી પીવડાવવા લાગ્યો. મંત્રપ્રભાવથી મહસેનનો જીભનો રોગ શાંત થઈ ગયો.
તે વખતે અવધિજ્ઞાની ગુરુમહારાજ ઉદ્યાનમાં પધાર્યા. સૂરસેને વંદન કરીને ગુરુભગવંતને પોતાના ભાઈના રોગનું કારણ પૂછ્યું - ગુરુએ કહ્યું કે, તે મણિપુર નગરમાં “મદન' નામે હતો. તે ધર્મિષ્ઠ શ્રાવકને ધીર અને વીર નામે બે પુત્રો હતા. બંને ભાઈ પોતાના મામામુનિ પાસે ઉદ્યાનમાં ગયા. ત્યાં વસંત નામના કોઈ સાધુને