________________
૧૮૫
વંદિત્ત-સૂત્ર-વિવેચન-ગાથા-૨૬ કરવી તે કકુસ્ય.
– “કૌકુચ્ચનો સામાન્ય અર્થ નેત્ર, ભ્રમર, ઓષ્ઠ, નાસિક, હાથ આદિ વિકાર-પૂર્વકની હાસ્યને ઉત્પન્ન કરનારી વિકૃત ચેષ્ટા છે. તેમાં પરંપરાથી બીજી પણ ક્રિયાઓ ગ્રહણ થાય છે. જેમકે
લોકોને હાસ્ય ઉત્પન્ન થાય તેવી ચેષ્ટાઓથી બોલવું, ચાલવું, બેસવું અને હલકાઈ જણાવનારા ચેનચાળાઓ કરવા.
– રાગસહિત હાસ્યપૂર્વક કામોત્તેજક અસભ્ય વાક્યો બોલવા સાથે અસભ્ય કાયિક ચેષ્ટા કરવી અર્થાત્ કંદર્પમાં હાસ્ય તથા વાણી પ્રયોગ ઉપરાંત કાયિકપ્રયોગ કરવારૂપ કૌત્કચ્ય નામે આઠમા અનર્થદંડ વિરમણ વ્રતનો આ બીજો અતિચાર છે.
• મોહરિ - મુખરતા, વાચાળતા, મૌખર્ય, અસંબદ્ધ બોલવું તે. – નિર્લજ્જપણે, સંબદ્ધ વિનાનું બહુંજ બોલ-બોલ કરવું તે.
• વાચાળતા, ઉચિત કે અનુચિતના વિવેક વિના બોલ્યા જ કરવું તે મુખરતા કે મૌખર્ય-જેમાં મુખનો અતિશય વ્યાપાર હોય છે તે. આ અતિચાર ત્રીજા અનર્થદંડ વિરતિ-વ્રતનો ત્રીજો અતિચાર છે.
- “મૌખર્ય' એટલે અસભ્ય તથા અસંબદ્ધ વચનો બોલવા, તેમજ વાચાળપણે બહુ બોલવું. આવી વાચાળતાવશ પાપોપદેશ થવાનો સંભવ હોવાથી આ મુખરતામાં પાપોપદેશ રૂપ અતિચારપણું છે. મુખરતા પ્રાયઃ સર્વને અનિષ્ટ છે, વિશેષ અનર્થનો હેતુ છે. વાચાળ મનુષ્ય અવસરાદિ ઔચિત્ય જોયા વિના બોલે છે તેથી અપ્રીતિ વગેરે મહાનું દોષ થાય છે.
વ્રતધારી શ્રાવકે વિવેકપૂર્વક તથા મધુર ભાષામાં-આવશ્યક હોય તેટલું જ બોલવું જોઈએ. છતાં પ્રમાદથી કે અનાભોગે વધુ પડતું બોલાઈ જાય તો તેને મૌખર્ય નામે અતિચાર કહે છે.
• દિકરણ - વગર વિચાર્યે હિંસક સાધનો એકઠાં કરવા તે.
– ‘અધિકરણ' શબ્દ માટે તત્ત્વાર્થમાં અસમીક્ષ્ય-અધિકરણ અને ઉપાસકદશા' આગમમાં “સંયુક્તાધિકરણ' શબ્દ વાપરેલ છે.
– પોતાની જરૂરિયાતનો વિચાર કર્યા વિના જ જાતજાતના સાવદ્ય ઉપકરણો બીજાને તેના કામ માટે આપ્યા કરવા તે.
– અધિકરણ એટલે પાપનાં સાધન. પોતાને આવશ્યકતા ન હોય તો પણ રાખવા, જેથી કોઈ માંગવા આવે ત્યારે આપી શકાય. અહીં નિરર્થક પાપનો બંધ થાય છે.
- અધિકરણ શબ્દ સામાન્યથી આશ્રય અર્થમાં પ્રયોજાય છે. પણ અહીં તે હિંસાના આશ્રય રૂ૫ ઉપકરણના વિશિષ્ટ અર્થમાં વપરાયેલો છે. તેથી અહીં સાંબેલું, ખાંડણીયો, કોશ, કોદાળી, કુહાડી, તલવાર વગેરે હિંસક સાધનો રૂપે સમજવા.
- જેના વડે આત્મા નરકાદિ ગતિનો અધિકારી થાય તે અધિકરણ. જે ત્રીજા ગુણવ્રતનો ચોથો અતિચાર છે.