________________
૧૮૪
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૩
સાંભળવા, નાચ-નાટક કે સરકસાદિ જોવાં, કામશાસ્ત્રાદિ ગ્રંથોમાં જણાવેલ કામચેષ્ટાદિનું વારંવાર પરિશીલન કરવું, તેમાં આસક્તિ કરવી, જુગાર રમવો, સુરાપાન કરવું કે શિકાર, ચોરી, વેશ્યાગમન, પરસ્ત્રીગમન, માંસભક્ષણ આદિ મહાદુષ્ટ વ્યસનો સેવવા.
નદી, તળાવ, ફુવારા વગેરે જળાશયોમાં તરવું, ડૂબકી લગાવવી, પીચકારીએ છાંટવી વગેરે જળક્રીડાઓ કરવી. હિંચોળે હિંચકવું, બગીચામાં પુષ્પાદિ ક્રિડા કરવી, કુકડા વગેરેને પરસ્પર યુદ્ધ કરાવવા કે યુદ્ધ જોવાં, વૈર-વિરોધ કરવા કે રાખવા, સર્વ પ્રકારે વિકથા કરવી જેમાં ભોજન, સ્ત્રી, દેશ અને રાજ્ય સંબંધી ચાર કથાઓ મુખ્યતાએ વર્ણવાય છે, વધારે પડતું ઊંઘવું એ સર્વે પ્રમાદાચરણરૂપ અનર્થદંડ છે.
આ સિવાય પણ અનેક પ્રમાદાચરણોનો ઉલ્લેખ ગ્રંથ અને શાસ્ત્રોમાં છે તે સર્વે અનર્થદંડરૂપ હોવાથી ત્યાગ કરવો.
૦ પરિશ્ચને રેસિ સળં - એ રીતે ખાન, ઉદ્વર્તન આદિથી જે પ્રમાદાચરણ થયું હોય અને તેને કારણે જે અનર્થદંડ થવાથી દિવસ દરમ્યાન જે અતિચારો લાગ્યા હોય તે સર્વેનું હું પ્રતિક્રમણ કરું છું - તે દોષથી પાછો ફરું છું.
૦ અનર્થદંડ વિરમણ વ્રત સંબંધી વિવેચનમાં આપણે ગાથા ૨૪ અને ૨૫માં આ વ્રતનું સ્વરૂપ જોયું. હવે ગાથા-૨૬માં “અનર્થદંડ વિરમણવ્રત”નાં પાંચ અતિચારો અને તેનું નિદારૂપ પ્રતિક્રમણ સૂત્રકાર મહર્ષિ જણાવી રહ્યા છે.
• વલણ - કંદર્પ, રાગવશ થતું અસભ્ય ભાષણ કે વર્તન. – કંદર્પ એટલે મદન કે કામવિકાર. - કામવિકાર ઉત્પન્ન થાય તેવા વચનપ્રયોગ. – રાગવશ અસભ્ય ભાષણ અને પરિહાસ આદિ કરવા તે.
– કંદર્પ એટલે કામ. પોતાને અને પરને કામવિકાર ઉત્પન્ન થાય તેવા રાગાદિ વિકારોને ઉત્તેજિત કરનારાં હાસ્યાદિ વચનો બોલવાં તે પણ ઉપચારથી કંદર્પ કહેવાય.
– કંદર્પ એટલે કામ-વિકાર. પણ પરિભાષાથી કામવિકારને ઉત્પન્ન કરનારા તમામ વાણી-પ્રયોગોને અશ્લીલ મશ્કરી વગેરેને પણ “કંદર્પ જ ગણવામાં આવે છે.
વ્રતધારી શ્રાવકે અતિશય હસવું નહીં, હસવું જરૂરી બને તો માત્ર મુખ મલકાવવું, પણ અટ્ટહાસ્ય થાય, કોઈને ગાળ દેવાઈ જાય, પ્રમાદથી કામ-વિકારને ઉત્પન્ન કરનારા અશ્લીલ શબ્દનો પ્રયોગ થઈ જાય, તો તે અનર્થદંડ વિરમણ વ્રતનો “કંદર્પ” નામનો પ્રથમ અતિચાર ગણાય છે.
યુ ગ - કૌકુચ્ચ, નેત્રાદિકની વિકૃત ચેષ્ટા. – દુષ્ટ કાયપ્રચાર સહ રાગયુક્ત અસભ્ય ભાષણ અને હાસ્ય. – પરિહાસ અને અશિષ્ટ ભાષણ ઉપરાંત ભાંડ જેવી શારીરિક કુચેષ્ટાઓ