________________
૧૮૩
વિંદિત્ત-સૂત્ર-વિવેચન-ગાથા-૨૫ કાયાનું જે પ્રવર્તન થાય છે, તેથી અનર્થદંડ લાગે છે. માટે તેનો ત્યાગ કરવો જોઈએ.
• રસ - રસનેન્દ્રિયને વિષય તે “રસ'. તેના વિષયમાં જયણારહિતપણે કે રસલોલુપતાથી થયેલ પ્રમાદાચરણ.
- શરીરને ધારણ અને પોષણ માટે આહાર જરૂરી છે, પણ તેમાં રસઆસક્તિ થવી, આસક્તિને પૂર્ણ કરવાના પ્રયત્નોમાં નાણાં, સમય, આરોગ્યને વેડફવા ઇત્યાદિ અર્થહીન હોવાથી તે “અનર્થદંડ'નું કારણ બને છે.
– ભોજન માટે અશન-પાન આવશ્યક છે, પણ વિવિધ વાનગી, ચટાકેદાર સ્વાદ, અનેક પ્રકારના આચાર-અથાણા, સલાડ, રાઈતાં, ફરસાણ, મિષ્ટાન્ન વગેરેનો ઉપયોગ આવશ્યક નથી. તે જીભના સ્વાદનું પોષણ કરવા રૂપ હોવાથી અનર્થદંડ રૂપ છે.
– પાક્ષિક સૂત્રમાં રાત્રિભોજન સંબંધી વર્ણનમાં પણ ભાવથી રાત્રિભોજનના સ્વરૂપને વર્ણવતાં કહ્યું છે કે, તીખા, ખાટા, ખારા, તુરા, કડવા, મીઠા ઇત્યાદિ રસોનું રાગ કે દ્વેષથી સેવન કરવું તે રાત્રિભોજનરૂપ છે. માટે રસની આસક્તિ રાખવી - પોષવી કે વધારવી તે એક પ્રકારનું પ્રમાદાચરણ છે.
• પંથ - ગંધ એ ધ્રાણેજિયનો વિષય છે. તેના વિષયમાં જયણારહિતપણે કે ગંધની આસક્તિથી થયેલ પ્રમાદાચરણ.
– પુષ્પો, માળા, કસ્તુરી, કેસર, અત્તર આદિ સુગંધી દ્રવ્યો, ઊંચી જાતના તેલ કે વર્ણકો ઇત્યાદિમાં આસક્તિ રાખવી તે “ગંધ' સંબંધી અનર્થદંડ છે.
• વલ્ય - વસ્ત્રો પહેરવા-ઓઢવાના કપડાં તે વસ્ત્ર.
- શરીરને ઢાંકવા, મર્યાદાની જાળવણી કરવા, પ્રસંગોનું ઔચિત્ય જાળવવા, ઠંડી, ગરમી, વરસાદ, મચ્છર આદિ પરીષહોથી બચવા ઇત્યાદિ કારણે વસ્ત્રો આવશ્યક છે. પણ વસ્ત્રના રંગ, ફેશન, શારીરિક દેખાવને શોભાવવા કે પ્રદર્શિત કરવા આદિની વૃત્તિથી વસ્ત્રમાં વધારે પડતાં આસક્ત થવું તે અનર્થદંડ છે.
૦ આસન - બેસવા માટેના સાધનોને “આસન' કહે છે.
– આસન માટે પાટ, પાટલા, ખાટ, પાથરણા આદિ જરૂરી છે પણ વધારે પડતું રાચ-રચીલું, ફેશનેબલપણું એ બધું રાખવું કે બીજા પાસે તેના ભભકાનો ડોળ કરવો તે અનર્થદંડ છે.
• સામરા - વિવિધ અંગોને શણગારનારા આભૂષણ.
- ઘરેણાંનો અતિરેક કરવો, મોંઘા કે મૂલ્યવાન ઘરેણાંનું પ્રદર્શન કરવું કે તેના વિશે અભિમાન કરવું, બીજા પાસે તેને વિવિધ રીતે રજૂ કરી પ્રશંસા મેળવવી ઇત્યાદિ સર્વે આભરણ સંબંધી અનર્થદંડ છે.
જ ધર્મસંગ્રહની ગાથા-૩૬ના વિવરણમાં આ પ્રમાદાચરણનું વિવેચન કરતી વખતે આ પ્રમાણે જણાવે છે કે
કૌતુકથી સ્પર્શાદ ઇન્દ્રિયોના વિષયોને ભોગવવા. જેમકે - કુતૂહલથી ગીત