________________
૧૮૨
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૩
ગરોળી વગેરે હિંસક જીવો જાગીને જંતુઓને મારવાનું કામ શરૂ કરી દે છે. જળ વગેરેના આરંભી જીવો પોતે આરંભમાં પ્રવર્તે ત્યારે પણીહારી, ખેડૂત, ઘાંચી, ધોબી, માછીમાર આદિ પણ તેમના તેમના આરંભ કાર્યોમાં પ્રવર્તે છે. તેઓ કામે લાગતા પ્રત્યક્ષ કે પરોક્ષપણે પાપપ્રવૃત્તિનો પ્રારંભ થાય છે એટલે ‘અનર્થદંડ’ને ઉત્પન્ન કરવામાં તે નિમિત્તભૂત બને છે.
૦ ભગવતીજી સૂત્રમાં અહીં એક પ્રશ્નોત્તર છે -
કૌશાંબી નગરીના રાજા શતાનીકની બહેન અને મૃગાવતીની નણંદ જયંતી શ્રાવિકા પ્રશ્ન કરે છે. ભગવંત મહાવીર જવાબ આપે છે.
-
હે ભગવન્ ! જીવોનું સુવાપણું સારૂં કે જાગવાપણું સારું ? હે જયંતી ! કેટલાંક જીવોનું ઉંઘવું સારું અને કેટલાંક જીવોનું જાગવું
સારું છે.
જે જીવો અધર્મી છે, અધર્મને અનુસરનારા છે, અધર્મપ્રિય છે, અધર્મને બોલનારા છે, અધર્મના જોનારા છે, અધર્મના રાગી છે, અધર્માચારને યથાર્થપણે આચારનારા છે અને અધર્મથી જ આજીવિકા ઇચ્છતા વિચરે છે, તેવા જીવોનું ઉઘવાપણું સારું છે - તે જીવો સુતા રહેવાથી બહુ જીવોને, બહુ પ્રાણોને, બહુ ભૂતોને, બહુસત્વોને દુઃખને માટે યાવત્ પરિતાપને માટે થતા નથી. તે જીવો સુતા સુતા પોતાને, પરને કે ઉભયને બહુ અધર્મથી જોડતા નથી. માટે તે જીવોનું ઊંઘવાપણું સારૂં છે.
(આ સાક્ષીપાઠ મુજબ વહેલા ઉઠીને ઉચ્ચસ્વરે બોલનાર પ્રમાદાચરણથી અનર્થદંડનું સેવન કરનારા થાય છે.)
♦ રુવ - રૂપ. ચક્ષુરિન્દ્રિયનો વિષય તે રૂપ. તેનું દર્શન અયતનાથી થતા થયેલ પ્રમાદાચરણથી અનર્થદંડ લાગે છે.
· દેહનાં રૂપ અને રંગ અનિત્ય છે, અસ્થિર છે, વીજળીના ઝબકારા જેવાં ચપળ અને ક્ષણિક છે. તેને સુધારવા કે સાચવવા માટે ગમે તેટલો પ્રયાસ કરવામાં આવે તે મિથ્યા જ છે. સનતકુમાર ચક્રવર્તીની માફક ઘડી પહેલાંની ફૂલ જેવી ગુલાબી કાયા ઘડી પછી જ બીમારી આદિથી ઘેરાઈ જાય છે. તેથી એ દિશામાં સમય અને શક્તિનો વ્યય કરવો તે નિષ્પ્રયોજન હોવાથી તે અનર્થદંડનું કારણ છે. ‘રૂપ’ની વૃદ્ધિ માટે નવાં નવાં વસ્ત્રોની, અલંકારોની અને અનેકવિધ સામગ્રીની જરૂર પડે છે. જે પ્રચુર આરંભ-સમારંભ વિના પ્રાપ્ત થઈ શકતી નથી. વળી તેમાં ઘણું દુર્ધ્યાન પણ થાય છે. તે જ રીતે ‘રૂપ-લાલસા'ની તૃપ્તિ માટે નાટક, ફિલ્મ, નાચગાનની મીજલસો જોવામાં આવે છે. બીજા પણ અનેક પ્રકારના ઉપાયો કરાય છે. આ સર્વે પ્રવૃત્તિઓમાં ધન અને સમયનો દુર્વ્યય, મોહનીય કર્મનો બંધ પરંપરાએ દોષોનું સેવન આદિ થતા હોવાથી તે સર્વે ‘અનર્થદંડ’ રૂપ છે.
સ્ત્રી વગેરેના રૂપ-નાટકાદિમાં જોઈને નિષ્પ્રયોજન ‘રૂપ’ના વિચારો કરવામાં, તે રૂપનું વર્ણન કરવામાં અને ‘રૂપ’ની હિમાયત કરવામાં મન, વચન,