________________
૧૮૧
વંદિત્ત-સૂત્ર-વિવેચન-ગાથા-૨૫
ખાન, ઉદ્વર્તન, વર્ણક, વિલેપન, શબ્દ, રૂપ, ગંધ, વસ્ત્ર, આસન અને આભરણ એ સર્વ બાબત સંબંધી જે પ્રમાદાચરણ સેવ્યું હોય તેને હું પ્રતિક્રમું છું.
હવે આ પ્રમાદાચરણને ગાથાના શબ્દો દ્વારા સમજીએ• ાજુ કે જાપુ - સ્નાન, નાહવું તે સ્નાન. – જયણા પાલન વિના કરાતું સ્નાન અનર્થદંડક છે.
- સ્નાન કરતી વખતે આ પ્રમાણે જયણાપાલન જરૂરી છે – જે ભૂમિ કે સ્થાન જીવાકુળ હોય, જ્યાં સંપાતિમ જીવો ઉડી ઉડીને આવી પડતા હોય ત્યાં સ્નાન કરવું નહીં. અણગણ પાણથી નાહવું નહીં, જરૂર કરતાં વધારે પાણી ઢોળવું નહીં.
• વધ્યા - ઉદ્વર્તન-મેલ વગેરે કાઢવા માટે પીઠી વગેરે પદાર્થો ચોડવા તેને ઉદ્વર્તન કહે છે.
– જયણારહિતપણે કરાયેલ ઉદ્વર્તન અનર્થદંડક છે.
– ઉદ્વર્તન કે ઉબટનમાં જો ત્રસાદિ જીવોથી વ્યાપ્ત ચૂર્ણ વગેરે વડે શરીરે ઉબટન કરવું કે ઉબટન ચૂર્ણ અને ઉતારેલા મેલ આદિ રાખમાં કે યોગ્ય જગ્યાએ પરઠવ્યા ન હોવારૂપ પ્રમાદાચરણ થયું હોય અને તેનું શ્વાનાદિકે ભક્ષણ કર્યું હોય કે કોઈના પગ આદિ તળે કચડાયું હોય.
• વન - વર્ણક. રંગ લગાડવો તથા ચિતરામણ કરવાં તે.
- જયણારહિતપણે કરાયેલ વર્ણક - હાથે-પગે મહેંદી મૂકવી, દાંત રંગવા, કપાળ પર પીર કાઢવી, છાતી વગેરે પર ચિતરામણ કરવું ઇત્યાદિ અનર્થદંડક છે. આ રીતે શરીરના અવયવો શોભાવતાં સંપાતિમ જીવોની વિરાધના થઈ હોય.
• વિરવળ - વિલેપન સુગંધી પદાર્થો ચોળવા તે વિલેપન.
– ચંદન, કેસર ઇત્યાદિ અનેક દ્રવ્યોથી કરાતું વિલેપન જ્યારે જયણારહિતપણે થાય છે ત્યારે ઉડીને આવી પડતાં જીવોની વિરાધના થાય છે. આવું પ્રમાદાચરણ અનર્થદંડક છે.
(વૃત્તિમાં જણાવ્યા મુજબ અહીં “અજયણા” શબ્દ મૂક્યો છે. પરંતુ ઉબટન, વર્ણક, વિલેપન આદિનો ઉપયોગ પણ કોઈ ખાસ આવશ્યકતા સિવાય કરવો તે અનર્થદંડરૂપ જ છે.
૦ હવે શબ્દાદિ ચતુષ્કના પ્રમાદાચરણને સૂત્રમાં કહે છે–
• સઇ - શબ્દ. શ્રવણેન્દ્રિયનો વિષય તે શબ્દ. તેનું શ્રવણ અયતનાથી થતાં થયેલ પ્રમાદાચરણથી અનર્થદંડ લાગે છે.
– વિના પ્રયોજને બોલવું, ઘોંઘાટ કરવો, બૂમો પાડવી, વીણા, વાંસણી, મૃદંગ આદિ શબ્દોરૂપ સંગીતમાં લુબ્ધ થવું, ફટાણાદિ ગીતો ગાવા, બધાં સૂઈ રહ્યા હોય ત્યારે અવાજ કરવો, કોઈની નિંદા કરવી વગેરે શબ્દથી ઉત્પન્ન થતો અનર્થદંડ' છે.
વહેલી સવારે ઉઠીને ઊંચે શબ્દ બોલવાથી કે કોઈ રીતે અવાજ કરવાથી