________________
૧૮૦
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૩ – જો કે વ્યવહારુ અર્થ કરતા “શ્રાદ્ધપ્રતિક્રમણ-પાર્ષદેવવૃત્તિ''માં જણાવે છે કે – શસ્ત્ર શબ્દ વડે ખગાદિ હથિયારો જ સમજવા.
૦ જિ - અગ્નિ, આગ કે આતશ. તે દહન આદિ અનેક લક્ષણોથી યુક્ત હોય છે.
• મુતત્તિ - મુશલ એટલે સાંબેલું. ઉપલક્ષણથી ખાંડણિયો, હળ આદિ.
• ગંતિ - યંત્ર યુક્તિપૂર્વક કામ કરવાનું સાધન. જેમકે ઘંટી, ધાણી, રેંટ, ઘરેડી, ગાડુ વગેરે.
• તજ - તૃણ એટલે દર્ભ આદિ ઘાસ કે મુંજ આદિ દોરડાં વણવા માટેની વનસ્પતિ, ઘા-વણમાંના કૃમિનું શોધન કરે તેવા વિશિષ્ટ પ્રકારના ઘાસો પણ અહીં સમજી લેવા.
- ૬ - કાષ્ઠ એટલે લાકડાં. તેમાં બળતણ માટે કામ લાગે તેવાં તથા ઓજારો બનાવવામાં ઉપયોગી થાય તેવા બંનેનો સમાવેશ થાય.
મંત - મંત્ર, વશીકરણાદિ અનેક પ્રકારના મંત્રો.
• મૂન - તાવ વગેરે રોગોને દૂર કરનારી મૂલી-જડીબુટ્ટી અથવા ગર્ભને ગાળનાર કે પાડનાર મૂળકર્મ.
એસઝ - ભૈષજ્ય - ઉચ્ચાટનાદિ માટે જુદી જુદી વસ્તુઓના સંયોગથી ઉત્પન્ન કરેલું દ્રવ્ય
- -૦- હિંસક સાધનોના પ્રદાન - અનર્થદંડના ચાર ભેદમાંના એક ભેદમાં ઉક્ત બાબતો ગાથામાં નોંધાઈ છે. જેને સામુહિક રીતે અર્થપછી વૃત્તિમાં આ રીતે જણાવી છે – “શસ્ત્ર, અગ્નિ, મુશળ એ પ્રસિદ્ધ વસ્તુઓ છે. ઉપલક્ષણથી ખરલ, ખાંડણી, હળ વગેરે પણ સમજવાં. તથા ગાડા-ઘંટી વગેરે યંત્ર, મોટા દોર વગેરે વણી શકાય તેવું દર્ભ આદિ ઘાસ કે સાવરણી વગેરે, રેંટ લાકડી આદિ કાષ્ઠ, ઝેર ઉતારનાર કે કાર્પણ વગેરેના મંત્ર, નાગદમની વગેરે ઔષધિઓ કે તાવ ઉતારનાર મૂળીયા અથવા ગર્ભ કૃશ કરવાની કે પાડવાની ક્રિયા વગેરે મૂળકર્મ, ઉચ્ચાટનાદિ ક્રિયામાં કારણભૂત ભેષજ વગેરે.
• ત્રેિ હવાવિ વા દીધું હોય કે દેવડાવ્યું હોય.
– અનેક જીવોના પ્રાણનો ઘાત કરનારા તે શસ્ત્ર, અગ્નિ, મૂશલ વગેરે દાક્ષિણ્યતાદિ કારણ સિવાય અન્યને આપ્યાં હોય અથવા અપાવ્યા હોય. તેમાં હિંસાને ઉત્તેજન મળવાનો સંભવ રહે છે, તેથી તેનો સમાવેશ “અનર્થદંડ'માં થાય છે.
• પાકને સેસિ સā - ઉક્ત કારણે દિવસ સંબંધી લાગેલ સર્વ અતિચારોને હું પ્રતિક્રમું છું.
(૪) પ્રમાદાચરણ - પ્રમાદપૂર્વકનું કે પ્રમાદ વડે થતું આચરણ.
( અનર્થદંડનો આ ચોથો ભેદ છે. તે બહુ સાવદ્ય હોવાથી સૂત્રકારે તેની વિવલા ગાથા-૨૫માં સ્વયં કરી છે.)