________________
વંદિત્તુ-સૂત્ર-વિવેચન-ગાથા-૨૪
૧૭૯
અસભ્ય વચનો ઉચ્ચારવા, ખોટી એવી ઘાતક વગેરે વાતો કરવી ઇત્યાદિ સંબંધી સતત વૃત્તિ તે મૃષાનુબંધી રૌદ્રધ્યાન.
૦ સ્તેવાનુવંધી - પારકાનું ધન હરી લેવાની ભાવના રાખવી, સતત ચોરી કે ચોરીના ઉપાયોના અધ્યવસાયો તે સ્ટેયાનુબંધી નામક રૌદ્રધ્યાન છે.
૦ વિષયસંરક્ષળાનુવંધી - શબ્દાદિ પદાર્થો સાધી આપનાર ધનનું સંરક્ષણ કરવા માટે કોઈનો પણ વિશ્વાસ નહીં આવવાને લીધે ‘પર’ પ્રત્યે તેઓ મરી જાય તો સારું એવી દુષ્ટ ચિંતવના રાખવી તે ‘‘વિષયસંરક્ષણાનુબંધી'' રૌદ્રધ્યાન છે. આ પ્રમાણે અનર્થદંડનો પહેલો ભેદ ‘‘અપધ્યાન' કહ્યો. (૨) પાપોપદેશ :
જે કાર્ય માટે સૂચના, સલાહ કે શિખામણ આપવાથી અન્યને આરંભસમારંભ કરવાની પ્રેરણા મળે તે પાપોપદેશ કહેવાય.
જે ઉપદેશથી પાપકર્મ થાય તે પાપોપદેશ જેમકે- લડાઈઓ લડવી જોઈએ, આ યુગમાં કારખાના વિના તો ન જ ચાલે, તમારી કન્યા વિવાહ યોગ્ય છે માટે પરણાવી દો, વાછરડાને બળદ બનાવીને કામમાં લ્યો, ઘોડાને ફેરવીને તૈયાર કરો, માછલા પકડવાની જાળ નાખો, શસ્ત્ર-અસ્ર સજાવો, નહેરો-તળાવકૂવાઓ ખોદાવો, આવા-આવા પ્રકારને જે ઉપદેશ આપવો તે સર્વે પાપોપદેશ નામે બીજો અનર્થદંડ જાણવો.
-
જો આવા શબ્દો ઘરકામ, ઘરની ખેતી, વ્યાપાર-ધંધા માટે પોતાના પુત્રપરિવારને કહેવા પડે તો તે અર્થદંડ છે, પણ જેની જવાબદારી પોતાને માથે નથી તેવાઓને આવા શબ્દો કહેવા તે અનર્થદંડ છે. કેમકે આવો ઉપદેશ હિંસાદિ પાંચ દોષોનો પોષક છે. માટે તેનો ત્યાગ કરવો જોઈએ.
(૩) હિંસ્રપ્રદાન - હિંસક સાધનોનું પ્રદાન–
જે સાધનો વડે હિંસા થઈ શકે તેવા સાધનો કોઈને આપવા તે. (* અનર્થદંડનો આ ત્રીજો ભેદ બહુ સાવદ્ય હોવાથી સૂત્રકાર પોતે જ તેની વિવક્ષા ગાથા-૨૪માં કરે છે.)
“શસ્ત્ર, અગ્નિ, મુશલ, ગાડુ, ઘંટી, યંત્ર, તૃણ, કાષ્ઠ, મંત્ર, મૂળ અને ભેષજ એ દરેક પાપારંભવાળી વસ્તુઓ કોઈને પોતે આપી હોય કે અપાવી હોય તેને અંગે લાગેલ દિવસ સંબંધી પાપને હું પ્રતિક્રમું છું.
♦ સત્ય શસ્ત્ર જેનાથી પ્રાણીની હિંસા થાય તે શસ્ત્ર
નિશીથચૂર્ણિમાં પણ કહ્યું છે કે, “જે જેના વિનાશનું કારણ છે, તે તેનું
-
શસ્ત્ર છે.
-
-
આવા શસ્ત્ર દ્રવ્ય અને ભાવથી બે પ્રકારે છે. તેમાં ખડ્ગાદિ હથિયારો, અગ્નિ, વિષ, ક્ષાર આદિ પદાર્થો દ્રવ્ય શસ્ત્ર કહેવાય છે. કારણ કે પ્રાણીની હિંસા થવામાં તે સાધનભૂત છે. જ્યારે અંતઃકરણની દુષ્ટતા તથા વાણી અને કાયાનું સંયમરહિત પ્રવર્તન એ ભાવશસ્ત્ર છે, કેમકે આત્માને હણવામાં તે કારણભૂત છે.