________________
૧૭૮
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૩ આવે છે.
- ઉપભોગ પરિભોગના હેતુ સિવાયની પ્રવૃત્તિ તે અનર્થદંડ.
– જે હિંસા ખાસ પ્રયોજન સિવાય કે અનિવાર્ય કારણ વિના કરવામાં આવી હોય તે “અનર્થદંડ' છે.
– અર્થદંડ સિવાયના પારકાં ક્ષેત્ર-વાસ્તુ વગેરેને અંગે જે કાર્ય કરવામાં આવે તે “અનર્થદંડ' કહેવાય. એટલે કે - આત્મા પોતાનું પુણ્યધન ગુમાવવા વડે વિના પ્રયોજને પાપકર્મથી બંધાય તે અનર્થદંડ.
૦ અનર્થદંડ વિરતિ -
ગૃહસ્થો અર્થદંડમાંથી બચી શકતા નથી, પણ અનર્થદંડમાંથી બચી શકે છે. તે સંબંધી વ્રતને “અનર્થદંડ વિરમણવ્રત” કહે છે – “પોતાના ભાગરૂપે પ્રયોજન માટે થતા અધર્મ વ્યાપાર સિવાય બધાં અધર્મવ્યાપારથી નિવૃત્તિ લેવી. અર્થાત્ નિરર્થક કોઈ પ્રવૃત્તિ ન કરવી તે અનર્થદંડ વિરતિ વ્રત.
૦ અનર્થદંડના ચાર પ્રકારો :
અનર્થદંડના ચાર મુખ્ય ભેદો છે – (૧) અપધ્યાન, (૨) પાપોપદેશ, (૩) હિંન્નપ્રદાન અને (૪) પ્રમાદાચરણ.
(૧) અપધ્યાન-અનિષ્ટ કે અપ્રશસ્તધ્યાન તેના બે ભેદો છે - આર્તધ્યાન અને રૌદ્રધ્યાન
– આર્તધ્યાનના ચાર ભેદ છે તે આ પ્રમાણે
૦ નિર્દેવિયો - પોતાને અપ્રિય એવા પ્રાપ્ત કે અપ્રાપ્ય એવા શબ્દાદિ વિષયો ત્રણેય કાળમાં પોતાને કદીયે ન મળે એવી જે ચિંતા કે મનોભાવના તે અનિષ્ટ વિયોગ ચિંતા' આર્તધ્યાન છે.
૦ રો વિવિયા - શરીરે થયેલ વ્યાધિ વગેરે વેદનાના વિયોગની ચિંતા અથવા “શરીરમાં વ્યાધિ આદિ ત્રણેય કાળમાં કદીયે ન થાવ” એવી જે ચિંતા તે રોગાદિ વિયોગચિંતા આર્તધ્યાન છે.
૦ રૂટસંયો - પોતાને પ્રિય એવા પ્રાપ્ત કે અપ્રાપ્ત શબ્દાદિ પદાર્થોનો સંયોગ ત્રણેય કાળમાં અત્યંત બન્યો રહે તેવા જે પરિણામ-અધ્યવસાય રાખવા તે ‘ઇષ્ટાદિ સંયોગ' નામક આર્તધ્યાન છે.
૦ નિદાનાધ્યવસાય - દેવતાઈ ભોગો, દેવતાઈ ઋદ્ધિ અને ચક્રવર્તીનું રાજ્ય વગેરે અપ્રાપ્ય ઋદ્ધિઓ આદિ મેળવવા માટે નિયાણું કરવાના પરિણામ રાખવા તે ‘નિદાનાધ્યવસાય' નામે આર્તધ્યાન છે.
– રૌદ્રધ્યાનના પણ ચાર પ્રકારે છે તે આ પ્રમાણે :
૦ હિંસાનુવંઘી - પોતાને જે વ્યક્તિ પ્રતિ દ્વેષ થયો હોય તે પ્રાણીને અતિ ક્રોધાદિ કષાયથી હણવાની, બાંધવાની, ડમ વગેરે દેવાની તથા તેનાં નગર-દેશ વગેરે ભાંગવાની વૃત્તિ ધરાવવી તે “હિંસાનુબંધી” રૌદ્રધ્યાન છે.
૦ પૃષાનુવંશી - કોઈના પર અછતું આળ મૂકવું કે કોઈની ચાડી કરવી,