________________
૧૯૦
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૩ અથવા સામાયિક કર્યું કે લીધું કે નહીં ? તે ક્યારે લીધું? ક્યારે પૂર્ણ થશે ? વગેરે ભૂલી જાય તો તેને સામાયિક કર્યું હોવા છતાં પણ નિષ્ફળ જાણવું.
સામાફિય વિતw - સામાયિક વિતથ કર્યું હોય અથવા સામાયિક વિરાધ્યું હોય.
– સાવદ્ય પ્રવૃત્તિનો તથા દુર્ગાનનો ત્યાગ કરીને બે ઘડી શુભ ભાવમાં રહેવું તે સામાયિક. એ વ્રતમાં ઉપર જણાવેલા પાંચ અતિચારમાંના કોઈપણ અતિચારના સેવનથી સામાયિકની વિરાધના થાય છે અથવા સામાયિક વિતથ-વિરુદ્ધ થાય છે.
– “વિતહકી” એ વિતથકૃત “વિતથ' એટલે તથા પ્રકારથી વિરુદ્ધ એટલે કે સમ્યક્ અનુપાલનથી રહિત.
• પઢને તિવરવાવજિદ્દે - પહેલા શિક્ષાવ્રતમાં સિંદ છું.
૦ પત્રિમ - પહેલાં. વંદિત્ત સૂત્રમાં ચાર શિક્ષાવ્રતોમાં સામાયિક એ પહેલું શિક્ષાવ્રત છે. તેથી અહીં ‘પદમ' શબ્દ મૂક્યો છે. શ્રાવકના બાર વ્રતોમાં તેને નવમા ક્રમે મૂકેલ છે. જો કે તત્ત્વાર્થ સૂત્રમાં શીલવતરૂપે ઓળખાવાયેલ સાત વ્રતોમાં તેનો ક્રમ ચોથો છે અને આ જ ક્રમ ઉત્તરગુણરૂપ વ્રતમાં અન્ય ગ્રંથોમાં પણ છે.
૦ સિવવાવય - શિક્ષાવ્રત. (ગાથા-૮માં તેનું વિવેચન છે.) – શિક્ષા સંબંધી વ્રત. શિક્ષા એટલે શિક્ષણ કે તાલીમ.
– તે શિક્ષા બે પ્રકારે છે. ગ્રહણ શિક્ષા અને આસેવન શિક્ષા, તેમાં ગ્રહણ શિક્ષા જ્ઞાનપ્રાપ્તિ રૂપ છે અને આસેવન શિક્ષા અભ્યાસરૂપ છે. તેથી સૂત્રને યાદ કરવું, તેના અર્થ સમજવા, તેની પૃચ્છના કરવી, તેની અનુપ્રેક્ષા કરવી, તેની પરાવર્તન કરવી વગેરે ગ્રહણશિક્ષા' છે.
- તેમાં બતાવેલી ક્રિયાઓ કરવી, તેનો અભ્યાસ પાડવો, તેની ઉત્તરોત્તર શુદ્ધિ કરવી વગેરે આસેવન શિક્ષા કહેવાય છે.
– શિક્ષાવતો એ બંને પ્રકારની શિક્ષા આપે છે. * ૦ નિર્વે - હું નિંદા કરું છું, નિંદા રૂપ પ્રતિક્રમણ કરું છું.
– પહેલાં શિક્ષાવ્રતમાં સામાયિકને નિષ્ફળ કરનારા મનોદુપ્પણિધાન આદિ પાંચ અતિચારોની હું નિંદા કરું છું.
– એ પાંચ અતિચારનું જીવને પ્રમાદની અધિકતાને લીધે કે અનાભોગ વગેરે કારણે અતિચારપણું સમજવું. તેને હું બિંદુ છું.
( સામાયિકવ્રત વિશે શ્રેષ્ઠીપુત્ર ધનમિત્રની કથા લંબાણથી જોવા માટે વંદિત્ત સૂત્રની “અર્થદીપિકા ટીકા જોવી.)
૦ સામાયિક વિશે એક ડોસીનું દૃષ્ટાંત :
એક નગરમાં સુધન નામે નગરશેઠ હતો. તે અન્યધર્મી હતો. સુધનશેઠ દાનમાં એક લાખ સુવર્ણ દાનમાં આપ્યા પછી જ ઘરની બહાર નીકળતો હતો. શેઠના ઘર પાસે એક ડોસી-રહેતી હતી તે શ્રાવિકા હતી. તે ઘણી ગરીબ હતી. લોકોનાં દળણાં દળીને પરાણે આજીવિકા ચલાવતી હતી. પણ તેણીને સવારે અને