________________
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૩
“દેવસિઆએ” આસાયણાએ, તિરિસન્નયરાએ, જે કિંચિ મિચ્છાએ, મણકકડાએ વયક્કડાએ કાયકડાએ, કોહાએ માણાએ માયાએ લોભાએ, સવ કાલિયાએ સવ્વમિચ્છોવયારાએ– સબૂધમ્માઇકમણાએ, આસાયણાએ, જો મે આઇઆરો કઓ, તસ્સ ખમાસમણો ! પડિક્કમામિ નિંદામિ ગરિમામિ અખ્ખાણ વોસિરામિ. | સૂત્ર-અર્થ :
(આ સૂત્રમાં છ સ્થાન છે તેની નોંધ પૂર્વક અને પ્રશ્ન-ઉત્તર પદ્ધતિથી આ અર્થ લખ્યો છે. તેથી મૂળ સૂત્ર સાથે થોડી વિશેષ હકીકતો પૂર્વક સૂત્રનો અર્થ કરેલો છે.)
(૧- ઇચ્છા નિવેદન સ્થાન) (શિષ્ય) હે ક્ષમાશ્રમણ ગુરુદેવ ! પાપ વ્યાપારોનો ત્યાગ કરીને સર્વ શક્તિ સહિત વંદન કરવાને ઇચ્છું છું. (ગુરુ-“છંદેણ" ઇચ્છાપૂર્વક-સ્વખુશીથી કરો)
(૨-અનુજ્ઞાપન સ્થાન) (શિષ્ય) મને મિત અવગ્રહમાં મર્યાદિત ભૂમિમાં) પ્રવેશવાની આજ્ઞા-(રજા) આપશોજી.
(ગર - “અણજાણામિ” - હું આજ્ઞા આપું છું.)
(શિષ્ય) ગુરુવંદન સિવાયના સર્વ વ્યાપારો-પ્રવૃત્તિનો ત્યાગ કરીને, આપના ચરણને મારી કાયા વડે સ્પર્શ કરું છું, (તેમ કરતા મારા વડે આપને) કંઈ ગ્લાનિ કે તકલીફ થઈ હોય તો તેની ક્ષમા આપશોજી.
(૩-શરીર યાત્રા પૃચ્છા સ્થાન) આપનો દિવસ ઓછા ખેદથી સુખપૂર્વક વ્યતીત થયો છે ? (ગુરુ-“તહત્તિ” તેમજ છે.)
(૪-સંયમ યાત્રા પૃચ્છા સ્થાન) (શિષ્ય) આપને સંયમ યાત્રા વર્તે છે - બરાબર ચાલે છે ? (ગુરુ - “તુર્ભે પિ વટ્ટએ તને પણ સંયમ યાત્રા વર્તે છે ?)
(પ- યાપના પૃચ્છા સ્થાન) (શિષ્ય -) આપને ઇન્દ્રિયો અને કષાયો ઉપઘાતરહિત વર્તે છે. (ગુરુ - “એવું” એમ જ છે.)
(૬- અપરાધ ક્ષમાપના સ્થાન) (શિષ્ય-) હે સમાશ્રમણ ! દિવસ દરમિયાન થયેલા અપરાધોને હું ખાવું છું.