________________
વાંદણા/ગુરુવંદન સૂત્ર-અર્થ
૧૯
(ગુરુ - “અહમવિ ખામેમિ તુમ્ભ” હું પણ તને ખમાવું છું.) (શિષ્ય) આવશ્યક ક્રિયા માટે (હવે હું અવગ્રહની બહાર જાઉં ).
– દિવસ દરમિયાન આપ ક્ષમાશ્રમણની તેત્રીશ પૈકી કોઈપણ આશાતના કરી હોય તેનાથી હું પાછો ફરું છું.
– વળી જે કાંઈ અતિચાર મિથ્યાભાવથી થયેલી આશાતનાથી થયો હોય – મન, વચન અને કાયાની દુષ્ટ પ્રવૃત્તિથી થયેલી આશાતના વડે થયેલો હોય – ક્રોધ, માન, માયા, લોભની વૃત્તિ દ્વારા થયેલી આશાતનાથી થયો હોય
– સર્વકાળ સંબંધી, સર્વ પ્રકારના મિથ્યા (માયા કપટભર્યા) ઉપચારો દ્વારા સર્વ પ્રકારના ધર્મના અતિક્રમણને લીધે થયેલી આશાતના વડે થયો હોય
– તેનાથી હે ક્ષમાશ્રમણ ! – હું પાછો ફરું છું (તેનું પ્રતિક્રમણ કરું છું) તેની આત્મ સાક્ષીએ નિંદા કરું છું (તેની) ગુરુ સાક્ષીએ ગઈ કરું છું અશુભયોગમાં વર્તેલા મારા એ આત્માનો ત્યાગ કરું છું.
i શબ્દજ્ઞાન :ઇચ્છામિ - હું ઇચ્છું છું
ખમાસમણો – ક્ષમાશ્રમણ, ગુરુ વંદિઉ - વંદન કરવાને
જાવણિજ્જાએ - સર્વ શક્તિસહિત નિતીડિઆએ - પાપ વ્યાપાર ત્યજીને, નિષ્પાપ બનેલ કાયા વડે અણુજાણહ - અનુજ્ઞા આપો
મે - મને મિઉમ્મહ - મિત અવગ્રહમાં
નિશીહિ - નિષેધું છું અહોકાયં - અહોકાય-ચરણને કાય - કાયા વડે સંફાસ - સંસ્પર્શ-અડવાથી
ખમણિજ્જો - ક્ષમણીય, સહન કરજો ભે - આપના વડે
કિલામો - ખેદ, ગ્લાનિ અપ્પ - અલ્પ થોડા
કિલતાણું - થાક-ગ્લાનિવાળા બહુસુભેણ - ઘણાં સુખપૂર્વક
ભે - આપનો દિવસો – દિવસ
વઇન્કંતો - વીત્યો છે ? જત્તા - યાત્રા, સંયમયાત્રા
ભે - આપની જવણિજ્જ - ઇન્દ્રિયો અને મનની પીડા રહિત, વ્યાબાધારહિત ખામેમિ - ખમાવું છું
ખમાસમણો - હે ક્ષમાશ્રમણ ! દેવસિએ – દિવસ સંબંધી
વાક્કમ - અપરાધને આવસ્સિઆએ - આવશ્યક ક્રિયા વડે, આવશ્યક ક્રિયા માટે પડિક્કમામિ - પ્રતિક્રમણ કરું છું ખમાસમણાણે - ક્ષમાશ્રમણોની દેવસિઆએ - દિવસે થયેલી
આસાયણાએ - આશાતના વડે તિત્તીસગ્નસરાએ - તેત્રીશમાંથી જંકિંચિ - જે કાંઈ મિચ્છાએ - મિથ્યાભાવ વડે
મણ - મન સંબંધી