________________
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૩
- શ્રાવકોએ અંગારકર્મ આદિ પંદર કર્માદાન છોડી દેવા જોઈએ માટે હું તેનું વર્જન કરું છું - તેનો ત્યાગ કરું છું.
અહીં વિઝા ને બદલે વãમિ પાઠ પણ છે.
૧૭૬
રૂં છુ - આ શબ્દો દ્વારા અર્થવિષ્ઠા ની વૃત્તિમાં જણાવે છે કે, આ શબ્દો પંદર કર્માદાનોને અંતે જોડવા.
-
-
• ‘ä' એટલે ‘પૂર્વોક્ત પંદર ખરકર્મોની જેમ' નિર્દયપણાસૂચક કોટવાલ, જેલર અને ઉદ્યાનપાલકપણું ઇત્યાદિ ખરકર્મો-કર્માદાનો.
– છુ - નિશ્ચય કરીને વવા.
ગાથા-૨૨ અને ૨૩ બંનેમાં “વર્જન કરવાનું કહ્યું' બીજી વખત વજ્જુ ક્રિયાપદનો ઉપયોગ એટલે કર્યો છે કે આ પંદરે કર્માદાનો વિશેષ-વિશેષે વર્જવા યોગ્ય છે.
એ વનીય ખરકર્મો-કર્માદાનોને વિશે અનાભોગાદિથી જે કાંઈ ઉલ્લંઘન થયું હોય તેને પ્રતિક્રમું છું - એ સંબંધ જોડવો.
* સાતમા વ્રતની આરાધના-વિરાધનાના સંદર્ભમાં મંત્રીપુત્રની કથા ઘણાં વિસ્તારથી “અર્થદીપિકા'' ટીકામાં આપેલી છે.)
૦ સાતમા વ્રત ઉપર ધર્મરાજાનું લઘુ દૃષ્ટાંત :
શ્રીકમલનગરમાં શ્રીશેખર નામે રાજા હતો. જ્યોતિષીએ તેને બાર વર્ષના દુકાળની આગાહી જણાવી. રાજાએ પોતે અને લોકો દ્વારા ઘણો ધાન્યનો સંગ્રહ કરાવ્યો. પણ વરસાદ સારો થયો, સુકાળ થયો. તે વખતે ઉદ્યાનમાં યુગંધરમુનિને કેવળજ્ઞાન થયું. રાજા વંદનાર્થે ગયો, ધર્મદેશના સાંભળીને પછી ગુરુમહારાજને પૂછ્યું કે જ્યોતિષીની આગાહી કેમ ખોટી પડી ? કેવળી ભગવંતે કહ્યું, ગ્રહોનો યોગ તો બાર વર્ષના દુષ્કાળ થાય તેવો જ હતો. પણ સુકાળ કેમ થયો તેનું કારણ સાંભળો
પુરિમતાલ નગરે એક રોગી અને દુર્ભાગી શ્રાવક હતો. તે જે કોઈ આહાર કરે, તેનાથી તેને રોગ જ થતો હતો. પછી તે શ્રાવકે વિવેક બુદ્ધિથી વિચારીને ૨૨અભક્ષ્યો, ૩૨-અનંતકાયો અને સર્વે સચિત્ત આહારનો પચ્ચક્ખાણપૂર્વક ત્યાગ કર્યો. ધર્મપ્રભાવે તે નિરોગી થયો - ધનવાન થયો પછી તેણે બ્રહ્મચર્ય વ્રત ગ્રહણ કર્યું, દુષ્કાળ વખતે પુષ્કળ દાન કર્યું, મરીને તે દેવલોકે ગયો.
-
તારા આ નગરમાં સુબુદ્ધિ નામે શ્રાવક રહે છે. જેને નિયમ છે કે દરરોજ ખાવા જેટલા અનાજનો જ સંગ્રહ કરવો. આટલા દુર્ભિક્ષની વાતો સાંભળવા છતાં, નિયમપાલનને માટે કોઈપણ અનાજનો સંગ્રહ કર્યો નહીં. તેના ઘેર પેલો શ્રાવક દેવલોકથી ચ્યવીને પુત્રરૂપે ઉત્પન્ન થયો છે. તે પુત્રના પુન્ય પ્રતાપે દુષ્કાળને બદલે સુકાળ થયો છે. તે સાંભળી રાજા સુબુદ્ધિ શ્રાવકને ઘેર ગયો. પુન્યશાળી બાળકને નમસ્કાર કરી, તેનું ધર્મકુમાર નામ રાખ્યું કાળક્રમે તેને રાજ્ય સોંપ્યુ તે ધર્મરાજાના રાજ્યમાં ક્યારેય દુકાળ ન પડ્યો. પછી ધર્મરાજાએ દીક્ષા લીધી. નિરતિચાર