________________
વંદિત્ત-સૂત્ર-વિવેચન-ગાથા-૨૩
૧૭૫ – શિલા, ઉખલ, મુશલ, ઘંટી, રેંટ, સરાણ, ટાંકણાં, ઘાણી વગેરેનો વ્યાપાર તથા યંત્રો દ્વારા તેલ, શેરડી, સરસવ, એરંડી, અલસી વગેરેને પીસવાદળવા અને તેલ કાઢવાનો વ્યાપાર અથવા જળયંત્ર ચલાવવા, પાતાલ યંત્ર (તેલ કાઢવા માટે), આકાશયંત્ર, ડોલિકા યંત્ર આદિ ચલાવીને ધંધો કરવો તે યંત્રપાલન કર્મ છે તેને હું વજું છું.
(૧૨) નિબંકvi - નિલાંછન કર્મ, અંગછેદન કર્મ
– જેમાં પશુઓનાં અંગોને છેદવાં, ભેદવાં, આંકવા, ડામવાં, ગાળવાં વગેરેનું કામ કરવામાં આવે છે તે નિલછન કર્મ
- બળદ, પાડા, ઊંટ વગેરેના નાક વીંધવા, ગાય, ભેંસ, બળદ, ઘોડા વગેરેનું અંકન કરવું - ડામ દેવા વગેરે, આખલા, ઘોડા વગેરેની ખસી કરવી વગેરે, ઊંટ વગેરેની પીઠ ગાળવી આદિ, ગાય, બકરી વગેરેના કાન, ધાબળી વગેરે કાપવા ઇત્યાદિ નિલછિન કર્મ છે. આ બારમાં કર્માદાનનું હું વર્જન કરું છું.
(૧૩) રવલi - દવદાન કર્મ, આગ લગાડવી તે. – વન, ખેતર, જંગલ આદિમાં આગ લગાડવારૂપ વ્યાપાર.
– આગ લગાડવાનું કર્મ તે ‘દવ-દાનકર્મ છે. તેમાં શોખથી આગ લગાડવી, દુશ્મનાવટથી આગ લગાડવી અને વ્યવસાય નિમિત્તે જંગલ, ખેતર આદિને બાળી નાંખવાનો સમાવેશ થાય છે, તેને વજું છું.
(૧૪) સાર-૮-તનાથ-સોહં - એક પ્રકારે જળશોષણ કર્મ – સરોવર, કહ, તળાવ આદિ જળાશયોને સૂકવવા તે.
– કૂવા ખાલી કરી આપવા, વાવો તથા કુંડોને ઉલેચી આપવા, સરોવરમાંથી નહેરો વગેરે કાઢીને કે બીજા ઉપાયોથી પાણી શોષવવું અને નદી-નાળાનાં પાણી બીજે રસ્તે વાળી મૂળ પ્રવાહને સૂકવી દેવો. આ સર્વે જળશોષણ કર્મ છે. તેને હું વજું છું (કેમકે તેમાં છ એ જીવનિકાયના જીવોનો વિનાશ થાય છે.)
(૧૫) ગોd - અસતી પોષણ, અસતીપોષણ કર્મ. ૦ સ - અસતી એટલે કુલટા કે વ્યભિચારિણી સ્ત્રી, ૦ પોન - પોષણ, અસતીનું પોષણ કરવારૂપ કર્મ
– અસતીપોષણ કર્મમાં વિશેષથી સમાવાતી બાબતોનો ઉલ્લેખ કરતા ગ્રંથકાર જણાવે છે કે, દાસ, દાસી, નટી, નપુંસકો વગેરેને હલકો ધંધો કરવા માટે ઉછેરવા, એકઠાં કરવા કે અન્ય રીતે પોષણ આપવું, તેમની મારફત કૂટણ ખાનાં ચલાવવા.
સિંહ, વાઘ, ચિત્તા, રીંછ વગેરે શિકારી પ્રાણીઓને ઉછેરવા, તેમના ખેલ કરવા, તેમને વેચવા ઇત્યાદિ. એ જ રીતે કૂતરાં, બિલાડા, વાંદરા, પોપટ, મેના, કૂકડા, મોર આદિ પક્ષી-પશુ પાળવા, તેમનો ખેલ કરાવવો, તેમને વેચવા ઇત્યાદિ અસતીપોષણકર્મ છે.
• ઝિકા - હું છોડી દઉ છું. ત્યાગ કરું છું.