________________
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૩
(૭) નવવ
લાક્ષવાણિજ્ય, લાક્ષનો વ્યાપાર.
– લાખ વગેરે વસ્તુનો વ્યાપાર કે જેમાં ઘણાં ત્રસ જીવોની હિંસા થાય છે, તેના દ્વારા આજીવિકા ચલાવવી તે લાક્ષવાણિજ્ય. તેમાં લાખ, ઘાવડી, ગળી, મણસીલ, હરતાલ, રોગાન, લાલ માટી, પડોપાંદડી, ટંકણખાર, સાબુ, ખારો, કસુંબો, તુરી આદિનો સમાવેશ થાય છે. આ ધંધામાં અનેક ત્રસ જીવોની હિંસા થાય છે, તેમાંના કેટલાંકની વાસથી માખી વગેરે ઘણાં જીવો મરી જાય છે. રસ વાણિજ્ય, રસનો વ્યાપાર.
(૮) રસ
દૂધ, દહીં, ઘી, તેલ વગેરે રસનો વ્યાપાર.
રસ અને મહાવિગઈઓનો વ્યાપાર તે રસવાણિજ્ય છે. તેમાં મધ, મદિરા, માંસ, માખણ, દુધ, દહીં, ઘી, તેલ વગેરે વસ્તુઓનો વ્યાપાર સમાવિષ્ટ છે. તેનું હું વર્જન કરું છું.
(૯) સ - કેશ-વાળનો વ્યાપાર, કેશ વાણિજ્ય.
૧૭૪
—
-
-
મનુષ્યો તથા પશુઓનો વ્યાપાર.
બે પગાં અર્થાત્ દાસ-દાસી વગેરે મનુષ્યો તથા ચોપગાં - ગાય, ઘોડા વગેરે જીવતાં પશુઓના વેપારનો કેશ વાણિજ્યમાં સમાવેશ થાય છે. ગુલામો પકડવાનો ધંધો પણ કેશ વાણિજ્ય છે.
—
-
-
(૧૦) વિત્ત વિષય - વિષવાણિજ્ય વિષ-ઝેર અને શસ્ત્રોનો વ્યાપાર. ઝેર અને ઝેરી પદાર્થોના વ્યાપારને વિષવાણિજ્ય કહે છે. તેમાં સોમલ, અફીણ, મોરથુથુ, વછનાગ, મણશીલ, હરતાલ આદિ પદાર્થો વેચવા. અન્ય રીતે બનાવેલા ઝેરો વેચવા, લડાઈ માટેનાં શસ્ત્રો જેવા કે ઝેરી ગેસ, બોંબ, તોપ, બંદુક, ભાલાં, બરછી, તીરકામઠાં, દારૂગોળો વગેરે બનાવવા અને વેચવા. કોશ, કોદાળી, પાવડાં, ત્રિકમ આદિ બનાવીને વેચવા એ બધાંનો સમાવેશ થાય છે. હું આ કર્મોવ્યાપારનું વર્જન કરું છું.
આ વ્યાપારને ‘વિષ-વિષય વાણિજ્ય પણ કહે છે.
૦ બાકીના પાંચ કર્માદાન કે જેને પાંચ સામાન્ય કહે છે, તેનું વર્જન કરવા સંબંધી ગાથા-૨૩માં આગળ કહે છે—
પાંચ કર્માદાનોનું સ્વરૂપ જે જોવાનું બાકી છે તેના નામ છે - (૧) યંત્રપીલન કર્મ, (૨) નિર્વાંછન કર્મ, (૩) દવદાન કર્મ, (૪) જળ શોષણ કર્મ અને (૫) અસતી પોષણ કર્મ. એ પાંચને પાક્ષિક અતિચારમાં ‘પાંચ સામાન્ય'' તરીકે ઓળખાવેલ છે.
-
રૂં યુ - એ જ રીતે ખરેખર, એ પ્રમાણે નિશ્ચે * (૧૫ કર્માદાનોને અંતે આ પદોનો અર્થ જોવો)
(૧૧) ખેત-પીત્તળ-જમ્મૂ યંત્ર પીલણ કર્મ.
યંત્ર વડે પીલન તે યંત્રપીલન. તે અંગેનું જે કર્મ-વ્યવસાય તે ‘‘યંત્રપીલનકર્મ’.એ સાતમા વ્રતનો અતિચાર છે.