________________
વંદિત્તુ-સૂત્ર-વિવેચન-ગાથા-૨૨
૧૭૩
બનાવવા, આગગાડીના એંજિનો તથા ડબ્બા બનાવવા, આ સર્વે વાહનોના સ્પેરપાર્ટસ બનાવવા ઇત્યાદિનો સમાવેશ શકટકર્મ કે શકટજીવિકામાં થાય છે. (૪) મારી - ભાટક, ભાટક કર્મ, ભાટકજીવિકા.
-
– ભાડું ઉપજાવવાનો કે ભાડે આપવાનો ધંધો.
- ગાડા, બળદ, ઉંટ, પાડા, ખર, ખચ્ચર, અશ્વ, ગાડા-ગાડી વગેરે રાખી તેનાથી ભાડુ લઈને ભાર વહેડાવવો તે ભાટક કર્મ કહેવાય. તેમાં કોઈપણ પ્રકારના વાહનોનું તથા જાનવરોનું ભાડુ ઉપજાવીને આજીવિકા ચલાવવી તે ભાટક-જીવિકા કહેવાય છે.
(૫) જોડી - સ્ફટોક, સ્ફોટક કર્મ, સ્ફોટક જીવિકા.
-
- પૃથ્વીનું પેટ કે પત્થર ફોડીને આજીવિકા ચલાવવી તે.
તળાવ, કૂવા, બોરીંગ, વાવ, જમીન, બોગદું, પત્થર આદિ ખોદી આપવા તથા પત્થર ફોડવાના ધંધાને સ્ફોટક કર્મ કહે છે. (અર્થવિા ટીકામાં તો) ધંધાર્થે જવ, ચણા, ઘઉં વગેરેના અનુક્રમે સાથવો, દાળ, લોટ અને તાંદુલ કરવાને પણ સ્ફોટક કર્મ અથવા સ્ફોટક જીવિકા કહેલ છે.
૦ ગાથા-૨૨માં ડુંગળી-વળ-સાડી-માડી-છોડી પછી પદ મૂકેલ છે सुवज्जए कम्मं
૦ સુવર્ - હું છોડી દઉં છું, હું ત્યાગ કરું છું. ૦ રુમ્ - કર્મ, ધંધો. આજીવિકા માટેનો ધંધો તે કર્મ.
આ પદોનો સંબંધ આખી ગાથા સાથે છે, તેથી પૂર્વે જણાવેલા ગતિ અંગારકર્મ આદિ પાંચ અને હવે પછી ગાથાના ઉત્તરાર્ધમાં જણાવેલા વંત - દાંત વાણિજ્ય આદિ પાંચે કર્મોનું પણ હું વર્ઝન કરું છું - એમ સંબંધ જોડવાનો છે. • હવે ગાથાના ઉત્તરાર્ધમાં આરંભે શબ્દ છે - ‘વાળિકા’ આ શબ્દનો સંબંધ હવે પછીના વંત-તત્ત્વ આદિ પાંચે સાથે જોડવાનો છે. તેથી તંતવાAિ, નવવવાળિન, રસગિદ્ધ, સાળિા, વિસ્તવાભિન્ન એમ પાંચ વાણિજ્ય થશે.
-
૦ વભિન્ન - વાણિજ્ય, વેપાર. વણિકની પ્રવૃત્તિ તે ‘‘વાણિજ્ય’' - માલ લેવા-વેચવાની ક્રિયા તે વાણિજ્ય કહેવાય છે.
♦ સેવ - એ-જ-રીતે.
હવે પંદર કર્માદાનના બીજા પાંચ કર્મો-વાણિજ્ય’ જણાવે છે. (૬) વંત - દંતવાણિજ્ય, હાથી દાંતનો વ્યાપાર.
દાંત આદિ પશુ-પક્ષીનાં અંગોપાંગમાંથી તૈયાર થતી વસ્તુઓને સંઘરવી કે વેચવી તે દંતવાણિજ્ય કહેવાય. તેમાં - હાથી દાંતનો વેપાર, ઘુવડનાં નખનો વેપાર, હરણના શિંગડા તથા ચામડાનો વેપાર, હંસ તથા શાહમૃગના પીંછાનો વ્યાપાર, ચમરી ગાયનાં પૂંછનો વેપાર, કસ્તૂરીનો વેપાર, વાઘના ચામડાં-મૂછના વાળ - ચરબીનો વેપાર, ગેંડા અને કાચબાની ઢાલનો વેપાર, શંખ, છીપ, કોડાનો વેપાર ઇત્યાદિને દંતવાણિજ્ય કહે છે, તેનો ત્યાગ કરવો.