________________
પ્રતિક્રમણસૂત્ર વિવેચન- ૩
• ડિમે સિગ સવ્વ - અર્થ, વ્યાખ્યા ગાથા-૫ મુજબ. વિશેષ એ કે અહીં ‘‘ઉપભોગ-પરિભોગ પરિમાણ'' વ્રતના સંદર્ભમાં આ અતિચારોનું પ્રતિક્રમણ જાણવું.
૦ હવે ગાથા ૨૨ અને ૨૩માં સાતમા વ્રતના કર્મ સંબંધી પંદર અતિચારોના નામ જણાવી તેનું વર્જન કરવા કહ્યું છે.
- ભોગ-પરિભોગની વસ્તુ મેળવવા માટે બહુ સાવદ્ય ગણાતા અંગારકર્મ આદિ જે પંદર કર્માદાનો છે તે તીવ્રકર્મબંધના કારણભૂત અતિચાર હોવાથી શ્રાવકને વર્જ્ય છે.
૧૭૨
– કર્માદાન - આ પંદર વ્યવસાયને કર્માદાન કહે છે. કેમકે આ વ્યવસાયોમાં જ્ઞાનાવરણીયાદિ કર્મોનું આદાન-ગ્રહણ થાય છે. તેથી આવા કર્માદાનોને વિશે અનાભોગથી જે કાંઈ અતિચરિત કર્યું હોય તેનું પ્રતિક્રમણ કરવાનું હોય છે. ૦ પંદર કર્માદાનોના નામો :
(૧) અંગારકર્મ, (૨) વનકર્મ, (૩) શકટકર્મ, (૪) ભાટકકર્મ, (૫) સ્ફોટક કર્મ - એ પાંચ કર્મો.
(૬) દંતવાણિજ્ય, (૭) લાક્ષવાણિજ્ય, (૮) રસવાણિજ્ય, (૯) કેશ વાણિજ્ય, (૧૦) વિષવાણિજ્ય - એ પાંચ વાણિજ્ય.
(૧) યંત્રપીલનકર્મ, (૧૨) નિર્વાંછન કર્મ, (૧૩) દવદાન, (૧૪) સરોવરદ્રહ-તલાવનું શોષણ, (૧૫) અસતિપોષણ એ પાંચ સામાન્ય. (૧) ગતિ - અંગાર, અંગારકર્મ, અંગારજીવિકા. – જેમાં અગ્નિનું વિશેષ પ્રયોજન પડે તેવો ધંધો.
કાષ્ઠ બાળીને નવા કોલસા કરવા, ભઠ્ઠીઓ કરવી, ઈંટના નિભાડા પકવવા, લુહારી ધંધો કરવો, સોનીનો ધંધો કરવો, ભાડભુંજાનું કામ, દીવાસળીનું કારખાનું, ચૂનો પકાવવો, ક્ષારો તથા ભસ્મો બનાવવાનું કામ ઇત્યાદિ કર્મો અંગાર કર્મો કહેવાય છે.
(૨) વળ વન, વનકર્મ, વનજીવિકા.
વનને લગતો-વનસ્પતિને લગતો ધંધો.
· કાપેલા કે નહીં કાપેલ વનના ઇજારા રાખી તેનાં પાંદડા, ફળ, ફુલ, કંદમૂલ, તૃણ, કાષ્ઠ વેચવાં. તે વનકર્મ કહેવાય છે- જેમાં - જંગલના ઇજારા રાખવા, જંગલો કાપવા, જંગલની પેદાશ જેવી કે જડીબુટ્ટી, પાંદડા, ફળ, છાલ આદિ વેચવાનો ધંધો, ઘાસનાં બીડ રાખવા અને લીલોતરી વેચવાનો ધંધો ઇત્યાદિ કર્મો વનકર્મો કે વન્યજીવિકા કહેવાય છે.
-
(૩) સાડી - શકટ, શકટકર્મ, શકટ-જીવિકા.
ગાડાં બનાવવાનો ધંધો તે શકટકર્મ કહેવાય.
--
ગાડાં અને તેના અવયવો ઘડવાં, ખેડવાં, વેચવા આદિ તેમાં ગાડાં બનાવવા, એક્કા, હાથગાડી, ટાંગા તથા ઘોડાગાડી બનાવવા, મોટર-ખટારા
-