________________
વંદિત્ત-સૂત્ર-વિવેચન-ગાથા-૨૧
૧૭૧ આહાર, સૂક્ષ્મ જીવોથી યુક્ત આહાર, વાસી અને જંતુયુક્ત આહારનો સમાવેશ કર્યો છે.)
• સુખોતિષ - દુષ્પક્વ વનસ્પતિ આહારથી થતો દોષ–
– અહીં “દુષ્પોલિઅ” શબ્દ છે. તેની સાથે “આહાર' શબ્દ જોડવાનો છે અને ઔષધિ-વનસ્પતિ શબ્દ અધ્યાહાર છે. (ઉપાસકદસા નામક આગમમાં આ અતિચાર.” સુપત્નિ મોહિ મરવા એવો સ્પષ્ટ પાઠ છે.)
– અર્ધ ભુંજાયેલ પોંક, ચણા, જવ, ઘઉં, જાડા માંડા અને અર્ધ પાકેલા ફળ વગેરેનું અચિત્ત બુદ્ધિએ ભક્ષણ કરવું તે આ ચોથો અતિચાર છે.
– જો ખાદ્ય વનસ્પતિને કાચી-પાકી પકવીને કે અરધી-પરધી સેકીને તેનું ભક્ષણ કરે છે ત્યારે આ અતિચાર લાગે છે.
• તુસાદિ મgય - તુચ્છ વનસ્પતિનું ભક્ષણ.
– તુચ્છ એવી જે ઔષધિ અર્થાત્ વનસ્પતિ તે તુચ્છૌષધિ. તેનું ભક્ષણ એટલે આહાર કરવો તે. જેમાં ખાવાનું થોડું અને ફેંકી દેવાનું વધારે હોય તેને તુચ્છૌષધિ કહેવાય છે. તેનું ભોજન કરવાથી આ સાતમાં વ્રતનો પાંચમો અતિચાર લાગે છે.
- જોઈએ તેવી તૃપ્તિ થતી નહીં હોવાથી તુચ્છ કે અસાર કહેવાતી એવી ઔષધિ અર્થાત્ વનસ્પતિઓ જેવી કે મગ, ચોળા વગેરેની કોમળ શીંગો. તેનું ભક્ષણ કરવાથી આ અતિચાર લાગે છે. વળી તે જીભની લોલુપતાથી જ ખવાતી હોય છે.
આ રીતે સાતમા વ્રતના “ભોગ” સંબંધી પાંચ અતિચાર કહ્યા અને “કર્મ” સંબંધી પંદર અતિચાર હવે કહેવાશે.
ગ્રંથાન્તરમાં આ અતિચારોમાં ભેદ :૦ તત્ત્વાર્થસૂત્ર અધ્યાય-૭ સૂત્ર-૩૦
(૧) સચિત્તઆહાર, (૨) સચિત્ત સંબદ્ધ આહાર, (૩) સચિત્ત સંમિશ્ર આહાર (૪) અભિષવ આહાર, (૫) દુષ્પક્વ આહાર.
૦ ધર્મબિંદુ ગ્રંથ અધ્યાય-૩ તત્ત્વાર્થ સૂત્રમાં છે તે જ પાંચ અતિચાર લીધા છે. ૦ યોગસાસ્ત્ર ગ્રંથ-પ્રકાશ-૩ તત્ત્વાર્થ સૂત્રમાં છે તે જ પાંચ અતિચાર લીધા છે. ૦ ધર્મરત્ન પ્રકરણ – વંદિત્ત સૂત્રમાં છે તે જ પાંચ અતિચાર લીધા છે.
સારાંશ - ત્રણ અતિચારમાં શબ્દ ભેદ હોવા છતાં અર્થથી બધાં ગ્રંથોમાં સમાન છે - (૧) સચિત્ત, (૨) સચિત્ત પ્રતિબદ્ધ અને (૩) દુષ્પક્વ આહાર.
જ્યારે બે અતિચારોમાં ભિન્નતા છે. (૧) અપક્વ અને તુચ્છૌષધિને બદલે (૧) સચિત્ત સંમિશ્ર અને (૨) અભિષવ.