________________
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૩
હવે સચિત્તનો સર્વથા ત્યાગ કર્યા પછી અથવા સચિત્તનું પરિમાણ નક્કી કર્યા પછી અનાભોગથી કે પ્રમાદથી સચિત્ત વસ્તુને વાપરે કે તેના નિયમ કરેલા પરિમાણનો ભંગ કરે તો તેને સચિત્ત આહાર નામે અતિચાર લાગે, જે સાતમા વ્રતનો પહેલો અતિચાર છે.
૧૭૦
૦ અહીં માત્ર ‘સચિત્ત'ના પરિમાણની વાત કરી. પણ સંબોધ પ્રકરણશ્રાવક વ્રતાધિકારમાં જણાવ્યા મુજબ ભોગોપભોગ પરિમાણ વ્રત અન્તર્ગત્ શ્રાવકે સચિત્ત આદિ ચૌદ વસ્તુનું પરિમાણ કરવાનું છે.
(૧) સચિત્ત, (૨) દ્રવ્ય, (૩) વિગઈ, (૪) ઉપાહ, (૫) તંબોલમુખવાસ, (૬) વસ્ત્ર, (૭) કુસુમ-પુષ્પ, (૮) વાહન, (૯) શયન, (૧૦) વિલેપન, (૧૧) અબ્રહ્મ, (૧૨) દિશા, (૧૩) સ્નાન, (૧૪) ભાત-પાણી એ ચૌદ નિયમ પ્રતિદિન સવાર-સાંજ ધારવા જોઈએ.
એ ધારણામાં અનાભોગથી અતિક્રમણ થવું તે અતિચાર છે. पडिबद्ध સચિત્ત પ્રતિબદ્ધ આહાર વિષયક અતિચાર. સચિત્ત વડે પ્રતિબદ્ધ-સંબદ્ધ આહાર તે સચિત્ત પ્રતિબદ્ધ.
જે વસ્તુ સામાન્ય રીતે નિર્જીવ થયેલી હોય, પણ તેમાંનો કોઈ ભાગ સચિત્ત સાથે જોડાયેલો હોય, તે સચિત્ત પ્રતિબદ્ધ કહેવાય છે, જેમકે વૃક્ષનો ગુંદર, બીજ સહિતના પાકેલાં ફળ વગેરે.
આવી સચિત્ત સંબંધવાળી વસ્તુ મુખમાં મૂકી દે, તો તેને સચિત્તપ્રતિબદ્ધ આહાર નામક અતિચાર લાગે છે. આ અતિચાર સાતમા વ્રતનો બીજો અતિચાર છે અર્થાત્ બીજા ગુણવ્રતનો બીજો અતિચાર છે.
-
- આવો અતિચાર પ્રમાદથી પણ લાગે અને અજ્ઞાન બુદ્ધિએ પણ લાગે છે. જેમ કોઈ પાકું ફળ-બીજ વગેરેનો ત્યાગ કરીને વાપરે તો પણ તત્કાળ બીજ જુદું પાડે ત્યારે તે ફળ સચિત્ત પ્રતિબદ્ધ જ કહેવાય. એ રીતે પાણી અચિત્ત કરેલ હોય, પણ બરફ ઉપર કે ફ્રીઝમાં પડેલું હોય ત્યારે વાપરે તો સચિત્ત પ્રતિબદ્ધ કહેવાય છે.
• ગોનિ :- અપક્વ વનસ્પતિના આહાર (થી થતો દોષ)
અહીં અìત્તિ શબ્દ સાથે બહાર શબ્દ જોડવાનો છે. તેમાં ઐહિ શબ્દ અધ્યાહાર છે. (ઉપાસકદસા નામના સાતમાં આગમમાં આ અતિચારમાં ‘પતિોસહિમવૈયા'' એવો સ્પષ્ટ પાઠ છે.)
જો ખાદ્ય વનસ્પતિને રાંધ્યા વિના જ હવે તે અચિત્ત થઈ છે એવી બુદ્ધિથી તેનું ભક્ષણ કરે, તો અપક્વ ઔષધિ ભક્ષણ નામનો સાતમો અતિચાર લાગે છે. જે સાતમા વ્રતનો ત્રીજો અતિચાર છે.
--
અગ્નિથી પૂર્ણતયા સંસ્કાર પામ્યા પછી તે પૂર્ણપક્વ બને છે. (* યોગશાસ્ત્ર, ધર્મસંગ્રહ આદિમાં આ અતિચાર નથી તત્ત્વાર્થ સૂત્રમાં પણ તેના બદલે “અભિષવ આહાર'' નામક અતિચાર નોંધેલ છે. તેમાં મદ્ય આદિ માદક
-