________________
વંદિત્ત-સૂત્ર-વિવેચન-ગાથા-૨૦
૧૬૫
– મદ્યના અનેક દોષોને જણાવવા માટે યોગશાસ્ત્રમાં લખે છે કે
હલાલ વિષ સમાન મદિરા શરીરને શિથિલ કરી નાંખે છે, ઇન્દ્રિયોને અશક્ત કરી નાખે છે અને ઉંડા ઘેનમાં નાખી દે છે.
ઘાસનો ગંજ જેમ અગ્રિના તણખાંથી નાશ પામે છે, તેમ વિવેક, સંયમ, જ્ઞાન, સત્ય, શૌચ, દયા અને ક્ષમા એ સર્વે ગુણો મદિરાથી નાશ પામે છે.
ચોરી, વ્યભિચાર વગેરે દોષનું કારણ “મદિરા' છે તથા વિવિધ વિપત્તિઓનું કારણ પણ “મદિરા' જ છે. તેથી જેમ રોગી માણસ કુપથ્યથી દૂર રહે તેમ માણસે મદિરાથી દૂર રહેવું જોઈએ.
– મદિરા ઘણાં દોષવાળી અને મહા અનર્થકારી હોવાથી ગાથામાં પ્રથમ તેનું સ્થાન મૂકેલ છે. કહ્યું છે કે, મહામોહ, કલેશ, પરાભવ, નિદ્રા, ઉપહાસ, રોષ અને મદના હેતુભૂત એવી દુર્ગતિના મૂળરૂપ મદિરા લજ્જા, લક્ષ્મી, બુદ્ધિ અને ધર્મનો નાશ કરનારી છે.
- મદિરામાં અંધ બનેલા શાંબકમાર વડે કૈપાયન ઋષિને કદર્થના કરવાના પરિણામે શ્રીકૃષ્ણનું સર્વ કુળ હણાયું અને પિતાની દ્વારિકા ભસ્મસાત્ બનવા પામી.
૦ મન્નમ - શબ્દનું પાઠાંતર મન્નષ્યિ છે. • મતનિ - માંસ (ને વિશે) - માંસ ત્રણ પ્રકારે છે – (૧) જલચર, (૨) સ્થલચર, (૩) ખેચરનું. (૧) જલચરનું માંસ :- માછલી, કાચબા વગેરેનું માંસ. (૨) સ્થલચરનું માંસ :- ઘેટા, બકરાં વગેરેનું માંસ. (૩) ખેચરનું માંસ :- તેતર, પક્ષી વગેરેનું માંસ - અથવા ચર્મ, રૂધિર અને માંસ એમ ત્રણ પ્રકારે છે.
– મદિરાની જેમ આ માંસ પણ અતિ દોષનું સ્થાન છે. કહ્યું છે કે, “પંચેન્દ્રિય પ્રાણીના વધથી થતું માંસ, દુર્ગધીવાળુ છે, અશુચિમય છે, બીભત્સ છે, ખાનારને રાક્ષસની તુલનામાં મૂકનાર છે અને રોગ પેદા કરનાર હોવાથી દુર્ગતિનું મૂળ છે.”
– યોગશાસ્ત્રમાં પણ કહ્યું છે કે, “દિવ્ય ભોજનો હોવા છતાં જેઓ માંસ ખાય છે, તેઓ અમૃતરસ છોડીને હળાહળ વિષ ખાય છે. વળી પ્રાણીના મરણ પછી તુરંત જ તેના માંસમાં સંમૂર્ણિમ જંતુઓની ઉત્પત્તિ થતી હોવાથી તે દૂષિત થાય છે. તેથી નરકના ભાતા સમાન માંસનું ભક્ષણ કોણ કરે?
• સ - સામાન્યથી ‘આ’ નો અર્થ “અને થાય છે. પણ વંદિત્ત સૂત્રની ટીકામાં જણાવે છે કે, અહીં ‘’ શબ્દથી સર્વે અભક્ષ્ય અને અનંતકાય વસ્તુઓ પણ ત્યાજ્ય જાણવી.
૦ બાવીસ અભક્ષ્યો અને તે વર્જવાના કારણો :
(૧) વડનાં ફળ, (૨) પીપળાના ફળ, (૩) ઉબરના ફળ, (૪) પીપરના ફળ, (૫) કાકોદુંબરના ફળ, (૬) દારુ-મદિરા, (૭) માંસ, (૮) મધ, (૯)