________________
૧૬૪
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૩
પરિમાણ વ્રત પણ કહે છે. શ્રાવકના બાર વ્રતોમાં આ સાતમું વ્રત છે. જે ત્રણ ગુણવ્રતોમાં બીજું ગુણવ્રત છે અને સાત ઉત્તરગુણરૂપ વ્રતોમાં તેને બીજા ક્રમે મૂકેલા છે. (જો કે તત્ત્વાર્થાધિગમ સૂત્રમાં ક્રમ પરિવર્તન છે.) સૂત્રની વીસમી ગાથામાં આ વતના સ્વરૂપને જણાવીને સામાન્યથી ઉલ્લેખ કર્યો છે કે, આ વ્રતવિષયક અતિચારોની હું નિંદા કરું છું. ત્યારપછી ગાથા-૨૧માં આ વ્રત સંબંધી - પાંચ અતિચારોની નોંધ છે. ગાથા-૨૨ અને ૨૩માં શ્રાવકે વર્જવાના પંદર કર્માદાનોનો ઉલ્લેખ કર્યો છે. જેને અતિચારરૂપ ગણવા તેવું સૂચન પરોક્ષરૂપે જોવા મળે છે. એ રીતે કુલ વીશ અતિચારો આ સાતમાં વ્રતના હોવાનું જણાવેલ છે. તેનું પ્રતિક્રમણ પણ કરેલ છે.
– આ ચાર ગાથામાં આ રીતે ત્રણ મુખ્ય વિભાગો છે– (૧) ભોગ્ય-પરિભોગ્ય વસ્તુનું પરિમાણ-મર્યાદા નક્કી કરવી. (૨) સચિત્ત અચિત્તાદિનો વિવેક કરવો. (૩) ઘણાં આરંભ-સમારંભવાળા ધંધાઓનો ત્યાગ કરવો. ૦ અર્થદીપિકા વૃત્તિ મુજબ ભોગોપભોગનો વિશિષ્ટ અર્થ :
શ્રીમાનું રત્નશેખર સૂરીશ્વરજી વૃત્તિમાં જણાવે છે કે, ભોગોપભોગ પરિમાણ વ્રતને અર્થની સમાનતાને કારણે ઉપભોગ પરિભોગ પરિમાણ વ્રત પણ કહે છે. (જો કે આ વિષયમાં ઉપાસકદસા આગમ આવશ્યક સૂત્રની ચૂર્ણિ, પંચાશક સૂત્ર, તત્ત્વાર્થ સૂત્ર, ધર્મબિંદુ, યોગશાસ્ત્ર, ધર્મસંગ્રહ વૃંદારવૃત્તિ આદિ ગ્રંથોમાંની વૃત્તિ કે વ્યાખ્યા પણ તુલનાત્મક રીતે મનનીય છે, જે ગ્રંથ ગૌરવ ભયે અમે આપી શકતા નથી, તેથી અમે “વંદિત્તસૂત્ર”ની ગાથાઓ લક્ષમાં રાખીને તેના જ શબ્દો અને ક્રમને આધારે અહીં સંક્ષિપ્ત વિવેચન કર્યું છે.) આ સાતમું વ્રત “ભોગથી' અને કર્મથી' એમ બે પ્રકારે છે. તેમાં મોર ના ૩પમી અને પરિમા એમ બે પ્રકાર છે. જેની વ્યાખ્યા ગાથા-૨૦માં વિમાન-પરિમો પદમાં કરવાની છે અને ર્મ શબ્દથી વ્યવસાય અર્થ થાય છે. જેમાં શ્રાવકે વર્જવાયોગ્ય એવા પંદર કર્માદાનોનું વર્ણન ગાથા-૨૨ અને ૨૩માં કરવામાં આવશે.
હવે ગાથા-૨૦નું શબ્દાનુસાર વિવેચન કરીએ છીએ– • મને - મદ્ય, મદિરા, દારુ (ને વિશે)
– જે કેફ ચડાવે તે મદ, મદિરા, દારુ, સુરા, વારુણી, કાદંબરી વગેરે તેના પર્યાય શબ્દો છે.
– મદ્ય-દારુ બે પ્રકારે છે – (૧) કાષ્ઠોત્પન્ન, (૨) પિષ્ટોત્પન્ન.
(૧) કાષ્ઠોત્પન્ન :- વનસ્પતિના ફળ, છાલ વગેરે કહોવડાવીને બનાવેલું મદ્ય તે “કાષ્ઠનિષ્પન્ન' દારુ કહેવાય છે.
(૨) પિષ્ટોત્પન્ન :- લોટમાંથી બનાવેલ દારુ પિષ્ટોત્પન્ન કહેવાય.
ઉપલક્ષણથી જે કોઈપણ રીતે બનાવેલ હોય તે બધાં પ્રકારના દારૂનો સમાવેશ આ “મદ્ય' શબ્દથી સમજી લેવો.