________________
વંદિત્ત-સૂત્ર-વિવેચન-ગાથા-૧૯
૧૬૩ “પઢમંમિ" શબ્દ લખ્યો છે. શ્રાવકના બાર વ્રતોને આશ્રીને તો આ છઠું વ્રત જ છે. પાંચ અણુવ્રતોને “મૂલગુણરૂપે સ્વીકારતા બાકીના સાત વ્રતો ઉત્તરગુણરૂપ થશે, તેમાં આ પહેલો ઉત્તરગુણ થશે.
• ગુણવ્યU - ગુણવ્રતને વિશે (વ્યાખ્યા ગાથા-૮ મુજબ જોવી.) • નિલે - હું નિંદુ છું. ઉપલક્ષણથી ગહ કરું છું, પ્રતિક્રમું છું.
આ દિક્પરિમાણવ્રતને ગ્રહણ કરનારને નિર્ધારીત ભૂમિ સિવાય બાકીના ચૌદ રાજલોક ક્ષેત્રના સર્વે ત્રસ અને સ્થાવર જીવોને અભયદાન આપવાનો અને લોભરૂપી સમુદ્રને વશ કરવાનો લાભ થાય છે. કેમકે સદેહે સર્વક્ષેત્રમાં જતો ન હોય તો પણ અવિરતિપણાને લીધે તેને અવતનો-હિંસાનો બંધ નિત્ય છે, તેનાથી બચી જવાય છે.
( આ વ્રત વિશે વિસ્તારથી મહાનંદકુમાર કથા મતપિઝા નામે ટીકામાં અપાયેલી છે, ત્યાંથી જોવી)
૦ પહેલા ગુણવ્રત ઉપર સિંહ શ્રેષ્ઠીનું લઘુ દષ્ટાંત :
વાસંતી નગરીમાં કીર્તિપાલ રાજા હતો. તેને ભીમકુમાર નામે પુત્ર હતો. ભીમકુમારને સિંહ શ્રેષ્ઠી સાથે મૈત્રી હતી. કોઈ વખતે નાગપુર નગરના નાગચંદ્ર રાજાની પુત્રી ગુણમાલાનું ભીમકુમાર માટે માંગુ આવ્યું. ત્યાં ભીમકુમાર સાથે જવા રાજાએ સિંદશ્રેષ્ઠીને કહ્યું. શ્રેષ્ઠીએ કહ્યું કે મારે સો યોજનથી વધુ ન જવાનો નિયમ છે, માટે હું જઈ શકીશ નહીં. રાજાએ ધમકી આપી એટલે સિંહશ્રેષ્ઠીએ રાજાની આજ્ઞા પ્રમાણ કરી. રસ્તામાં સિંહ શેઠે ભીમકુમારને પ્રતિબોધ કર્યો. રાજકુમારનું મન સંસારથી વિરક્ત બન્યું. સો યોજન પછી શ્રેષ્ઠી આગળ ન વધ્યો. રાજાના સામતે રાજાની આજ્ઞા કહી સંભળાવી. જ્યારે શ્રેષ્ઠીને લાગ્યું કે બળાત્કારે પણ તેમનો નિયમ ભંગ કરાવશે ત્યારે તેણે રાત્રે વનમાં જઈ દીક્ષા લઈ લીધી. રાજકુમારે પણ સાથે દીક્ષા લીધી. બંનેએ પાદપોપગમન અનશન સ્વીકાર્યું. રાજા આદિની ઘણી વિનંતી તેઓએ ન સ્વીકારી. એક માસના અનશન બાદ બંને કેવળી થઈને મોક્ષે ગયા.
૦ હવે ભોગોપભોગ પરિમાણ વ્રત નામે બીજા ગુણવતને સૂત્રકાર જણાવે છે આ વ્રતના વિષયમાં વંદિત્ત સૂત્રની ગાથા ૨૦ થી ૨૩ છે. જેમાં ગાથા-૨૦માં આ વ્રતનું સ્વરૂપ દર્શાવી તેમાં લાગતા અતિચારની સામાન્યથી નિંદા કરી છે. પછી ગાથા-૨૧માં આ વ્રતના પાંચ અતિચારોનું વર્ણન છે. (ભોગોપભોગ પરિમાણ વ્રત સિવાયના શ્રાવકના અગીયારે વ્રતના પાંચ-પાંચ અતિચારો છે, પણ આ સાતમા વ્રતના વીસ અતિચાર કહ્યા છે. જેમાં પાંચ અતિચાર ગાથા-૨૧માં જણાવ્યા પછી) ગાથા-૨૨ અને ૨૩માં બીજા પંદર અતિચારોનું વર્ણન કરેલ છે. એ રીતે કુલ વીશ અતિચારો છે.
૦ ગાથા-૨૦ થી ૨૩ની ભૂમિકા :ઉપભોગ-પરિભોગ પરિમાણવ્રત નામનું આ વ્રત છે. તેને ભોગોપભોગ