________________
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૩
દિક્પ્રમાણાતિક્રમ અતિચાર લાગે છે. પણ જો શ્રાવકે માત્ર “હું કરું નહીં'' તેવો નિયમ ગ્રહણ કરેલ હોય, તે જો કોઈ બીજાને મોકલે કે બીજા પાસે મંગાવે તો તેને દોષ લાગતો નથી.
૧૬૨
• યુદ્ધ - વૃદ્ધિ, વધારો. પ્રમાણનું વધવું તે વૃદ્ધિ.
આ શબ્દ પહેલા ગુણવ્રતના ચોથા અતિચારનો સૂચક છે. તેને ‘‘ક્ષેત્રવૃદ્ધિ’ અતિચાર કહે છે.
-
ગમન સંબંધી જે પ્રમાણ નક્કી કરેલ હોય તેનાથી વધારે અંતર સુધી ગમન કરવું તે ‘અનાચાર' છે. પણ એક દિશામાં જવાનું પ્રમાણ ઘટાડીને બીજામાં વધાર્યું હોય તો તે અતિચાર છે.
માનો કે સર્વ દિશાઓમાં સો-સો યોજન સુધી જવાનો (તેથી વધુ ન જવાનો)નિયમ લીધો હોય. તેમાં કોઈ વખતે પૂર્વ દિશામાં જાય ત્યારે પાંચ-દશ યોજન વધારે જવાનો પ્રસંગ આવે ત્યારે સામેની પશ્ચિમ દિશાનું ગમન તેટલા યોજન ઘટાડીને ઇચ્છિત દિશામાં જરૂરી યોજન વધારી દે. તે વખતે મનમાં માને કે મેં વ્રતભંગ કર્યો નથી. કેમકે કુલ સંખ્યાનો ભંગ કર્યો નથી, ત્યારે તેને ભંગાભંગ સ્વરૂપવાળો ક્ષેત્રવૃદ્ધિરૂપ ચોથો અતિચાર લાગે છે.
♦ સદ્-અંતરદ્ધા - સ્મૃતિ અંતર્ધાન, સ્મરણ ન રહેવાથી.
– સ્મૃતિનું અંતર્ધાન થવું તે, જેમાં નિયમ યાદ ન રહેવાથી કે ભૂલી જવાથી આ અતિચાર લાગે છે.
ગમન શરૂ કર્યા પછી એ યાદ જ ન આવે કે, ‘હું કેટલે દૂર આવ્યો ?’ કેટલું ચાલ્યો ? અથવા આ દિશામાં મારે કેટલા અંતરથી વધારે દૂર ન જવાનો નિયમ છે ? તો તે “સ્મૃતિ અંતર્ધાન' નામે અતિચાર થાય. જે પહેલા ગુણવ્રતનો
પાંચમો અતિચાર છે.
માનો કે પૂર્વ દિશામાં સો યોજન જવાનું પ્રમાણ નક્કી કર્યું છે. તે દિશામાં ગમન શરૂ કરે, પછી વ્યાકુળતાથી, પ્રમાદથી કે મતિવિભ્રમથી તેને સંદેહ થાય કે, “મેં સો યોજનનું પ્રમાણ રાખેલ છે કે પચાશ યોજનનું ?'' પણ તેને નિર્ધારીત મર્યાદા યાદ ન આવે તો પચાશ યોજનથી આગળ ચાલતા સ્મૃતિ અંતર્ધાન નામનો અતિચાર લાગે છે. જો સો યોજનથી વધુ જાય તો તે અનાચાર છે.
કદાચ ક્ષેત્રનું પરિમાણ અજાણતાં અતિક્રમિત થયું હોય તો દૂરના મેળવેલાં દ્રવ્યાદિનો સર્વ લાભ ત્યજી દેવો. જે સ્થળે તેને પરિમાણનું સ્મરણ થઈ આવે તે જ સ્થળેથી પાછા ફરી જવું, પણ આગળ જવું નહીં કે બીજાને પણ આગળ મોકલવો નહીં.
-
(તીર્થયાત્રાદિ કે ધર્મના નિમિત્તે તો નિયમિત ક્ષેત્રથી પણ આગળ જવામાં કે મોકલવામાં કોઈ દોષ નથી કેમકે ત્યાં આરંભ-સમારંભ કે ધન આદિ પ્રાપ્તિ કરવાનો હેતુ હોતો નથી.)
૦ ૫૮મિ - પહેલા. અહીં ત્રણ ગુણવ્રતોમાં આ વ્રતનો ક્રમ પહેલો હોવાથી