________________
વંદિત્ત-સૂત્ર-વિવેચન-ગાથા- ૧ ૯
૧૬૧ – અહીં આ શબ્દ દ્વારા પહેલા ગુણવ્રતના પહેલા અતિચારનું સૂચન કરાયેલ છે. તેને “ઉર્ધ્વદિશા પ્રમાણતિક્રમ' કહે છે.
– ઊંચે અમુક અંતરથી વધારે ન જવું એવું જે પરિમાણ-મર્યાદા નક્કી કરવી તેને “ઉર્વેદિક પ્રમાણ” કહે છે. આ પ્રમાણનું અતિક્રમણ કે ઉલ્લંઘન થાય તેને “ઉર્ધ્વદિપ્રમાણાતિક્રમ' કહે છે.
– ઊંચે પર્વતના શિખર આદિ પર ચડવાનું કે વિમાન આદિ દ્વારા મુસાફરી કરવામાં જેટલા યોજના કે કિલોમીટરની ઊંચાઈનું પ્રમાણ નિયમ લેતી વખતે નિર્ધારીત કરેલ હોય તે પ્રમાણ કરતા અજાણપણે કે પ્રમાદથી અધિક ઊંચે જવાયું હોય તો તેને “ઉર્ધ્વદિકુ પ્રમાણાતિક્રમ' નામનો અતિચાર લાગે છે.
અહીં સાવર સૂત્ર ની પૂf માં જણાવે છે કે, સ્વીકારેલ પ્રમાણ કરતાં ઉપર વૃક્ષ કે પર્વતના શિખરે વાનર કે પક્ષી વગેરે વસ્ત્ર, આભૂષણ ઇત્યાદિ લઈને જાય તો ત્યાં લેવા જવાનું કહ્યું નહીં જો તે વસ્ત્ર કે આભરણ ત્યાંથી આપમેળે નીચે પડે અથવા બીજા કોઈ આપમેળે લાવીને આપે તો લેવું કહ્યું.
• ૩ - અધ, નીચે, નીચેની દિશાને અધોદિશા કહેવાય.
– આ શબ્દ પહેલા ગુણવ્રતના બીજા અતિચારને સૂચવવા વપરાયેલ છે. તેને “અધો દિશા પ્રમાણાતિક્રમ' કહે છે.
- નીચે અમુક અંતરથી વધારે ન જવું એવું જે પરિમાણ-મર્યાદા નક્કી કરવી, તેને “અધોદિકુ પ્રમાણ" કહે છે. આ પ્રમાણનું અતિક્રમણ-ઉલ્લંઘન થાય તેને “અધોદિક પ્રમાણાતિક્રમ' કહે છે.
– નીચે ભોંયરા, ખીણ, ખાણ, ગુફા, સુરંગ આદિમાં ઉતરવાનું કે સ્ટીમર, નાવ, જહાજ આદિ દ્વારા મુસાફરી કરવામાં જેટલો યોજન કે કિલોમીટરનું પ્રમાણ નિયમ લેતી વખતે કરેલ હોય તે પ્રમાણ કરતા અજાણપણે કે પ્રમાદથી વધારે નીચે જવાયું હોય ત્યારે આ અતિચાર લાગે છે.
• તિથિ - તિર્ય), તિર્જી, પૂર્વાદિ ચારે દિશાઓ.
– આ શબ્દ પહેલા ગુણવ્રતના ત્રીજા અતિચારને સૂચવવા માટે વપરાયેલ છે. તેને “તિર્યકૃદિશા પ્રમાણાતિક્રમ” કહે છે.
– ઉપર અને નીચેની વચ્ચેનો ભાગ તે તિર્ય. તેમાં પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ અને ઉત્તર ચાર દિશાઓ ગણાય છે. આ તિર્ય દિશાઓમાં અમુક અંતરથી વધારે ન જવું એવું જે પરિમાણ-મર્યાદા નિર્ધારીત કરી હોય તેને “તિર્યક્ દિકુ પ્રમાણ" કહે છે. એવા સ્વીકૃત પ્રમાણથી પ્રમાદ વશ બનીને કે અનાભોગે અધિક અંતરે જવાથી “તિર્યકૃદિશા પ્રમાણાતિક્રમ” નામનો અતિચાર થાય છે.
આ ત્રણેય અતિચારના સંબંધમાં યોગશાસ્ત્ર વૃત્તિ તથા ધર્મસંગ્રહમાં જણાવે છે કે, જે શ્રાવક “નક્કી કરેલા ક્ષેત્રથી અધિક ગમન કરું નહીં અને કરાવું નહીં એવા નિયમવાળો હોય.” તે શ્રાવકને સ્વીકારેલ ક્ષેત્રમર્યાદાથી આગળ પોતે જવાથી અને બીજાને મોકલવાથી કે બીજા દ્વારા કોઈ વસ્તુ મંગાવવાથી [3|11