________________
૧૬૬
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૩
માખણ, (૧૦) હિમ-બરફ, (૧૧) વિષ-ઝેર, (૧૨) કરા, (૧૩) સર્વ પ્રકારની માટી, (૧૪) રાત્રિભોજન, (૧૫) બહુબીજ, (૧૬) અનંતકાય, (૧૭) બોળ અથાણું, (૧૮) ઘોલવડાં, (૧૯) વતંકા-રીંગણા, (૨૦) અજાણ્યા ફળ-ફૂલ (૨૧) તુચ્છ ફળ, (૨૨) ચલિત રસ.
યોગશાસ્ત્ર, ધર્મસંગ્રહ, અર્થદીપિકા આદિમાં આ બાવીસે અભક્ષ્યોની સ્પષ્ટતા, તેને વવાના કારણો સહિત કરી છે–
(૧) અભક્ષ્યો ૧ થી ૫ જેને ઉદુંબર જાતિના ફળો કહે છે, તેમાં મચ્છર આકારના ઘણાં સૂક્ષ્મ ત્રસ જીવો વ્યાપ્ત હોવાથી વર્જ્ય છે, અથવા તો શ્રાવકોને માટે અભક્ષ્ય છે.
(૨) અભક્ષ્યો ૬ થી ૯ જેમાં મદિરા, માંસ, મધ, માખણ એ ચાર મહાવિગઈઓ કહી છે. તેમાં તે-તે વર્ણના જંતુઓ ઉપજે છે અને ચ્યવે છે. અસંખ્ય સૂક્ષ્મ જીવોની ઉત્પત્તિ થતી હોઈ તે અભક્ષ્ય છે.
-
વિશેષથી જણાવે છે કે, મદિરા માદક છે, બુદ્ધિને વિકૃત કરનારી છે, તમોગુણની વૃદ્ધિ કરનાર છે. માંસ પણ બુદ્ધિને મંદ કરનાર, તમોગુણની વૃદ્ધિ કરનાર અને હિંસાનું પ્રધાન કારણ છે મધ અનેક જીવોના નાશથી ઉત્પન્ન થાય છે અને માખણ અતિ સૂક્ષ્મ ત્રસ જીવોના સમૂહની ખાણરૂપ છે માટે અભક્ષ્ય છે.
(૩) અભક્ષ્ય-૧૦ અને ૧૨ હિમ-બરફ અને કરા-અસંખ્યાતા શુદ્ધ અકાય સ્વરૂપ છે. તેથી કુદરતી કે કૃત્રિમ બંને તરફ અભક્ષ્ય છે.
(૪) અભક્ષ્ય-૧૧ વિષ-ઝેર, તે પ્રાણઘાતક છે. મંત્રથી તેની શક્તિ હણી નાખી હોય તો પણ પેટમાંના કૃમિઓને હણનાર થાય છે, મરણ કાળે મૂઢતા ઉત્પન્ન કરે છે, માટે અભક્ષ્ય છે.
(૫) અભક્ષ્ય-૧૩ સર્વ પ્રકારની માટી - તે સચિત્ત છે, પ્રાણ-ધારણ માટે અનાવશ્યક છે, મરડો, અજીર્ણ, પથરી આદિ રોગો ઉત્પન્ન કરે છે માટે તે અભક્ષ્ય છે.
(૬) અભક્ષ્ય-૧૪ રાત્રિભોજન - તેમાં જીવહિંસાદિ ઘણો દોષ છે. તેમાં ઘણાં પ્રકારના ઉડતા ત્રસ જીવો પડીને મરવાનો સંભવ છે. સાધુને પણ વર્તમાનકાળે પાંચ મહાવ્રત પછી રાત્રિભોજન વિરમણ વ્રત ઉચ્ચરાવાય છે. માટે રાત્રિભોજન વર્જવું જોઈએ.
(૭) અભક્ષ્ય-૧૫ બહુબીજ જે ફળ આદિમાં બીજો વધારે હોય તે બહુબીજ કહેવાય. જેમકે પંપોટા, અંજીર વગેરે. જેમાં આંતરપડ વિના કેવલ બીજનો જત્થો હોય છે, તેવાં ફળોમાં દરેક બીજનાં વિનાશનો સંભવ હોવાથી અભક્ષ્ય કહ્યાં છે.
-
(૮) અભક્ષ્ય-૧૬ અનંતકાય અનંતા જીવોનો નાશ કરવાના હેતુરૂપ હોવાથી તેને અભક્ષ્ય કહેલ છે. તેના બત્રીશ ભેદોના નામ પ્રસિદ્ધ છે. તે સિવાયના પણ અનંતકાય છે. જે લક્ષણોને આધારે ઓળખાય છે. (જેની વ્યાખ્યા સૂત્ર-૩૧
-