________________
૧૫૬
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૩
લગોલગનું ક્ષેત્ર કે ઘર વેચાતું લઈ વચ્ચેની વાડ કે ભીંતને ખસેડીને પોતાના ક્ષેત્ર કે ઘર સાથે જોડી દઈને એકજ ક્ષેત્ર કે ઘર વગેરે ગણી સંખ્યાની દૃષ્ટિએ પોતાનો નિયમ જાળવી રાખે તો પણ તે ક્ષેત્ર-વાસ્તુ પ્રમાણાતિક્રમનો અતિચાર સેવે છે. હવે પાંચમાં અણુવ્રતના ત્રીજા અતિચારને જણાવે છે— ૦ વ્ય - રૂપ્ય એટલે રૂપું, રજત અથવા ચાંદી. ♦ સુવળ - સુવર્ણ એટલે સોનું.
रूप्प - सुवण्ण पमाणाइक्कम ચાંદી અને સોનાને કિલ્લો કે તોલામાં ગણતરી કરીને અમુક કિલ્લો ચાંદી અને અમુક તોલા સોનું માલિકીભાવથી પોતા પાસે રાખવું અને તેનાથી વધારાના ચાંદી અને સોનાના પરિગ્રહનો મારે ત્યાગ એવો જે નિયમ કરવો તેને “રૂપ્ય-સુવર્ણ પ્રમાણ'' કહેવામાં આવે છે. આ રૂપ્યસુવર્ણના પરિમાણ કે મર્યાદાના નિયમનું કોઈ રીતે અતિક્રમણ કે ઉલ્લંઘન થાય તેને “રૂપ્ય-સુવર્ણ પ્રમાણાતિક્રમ નામનો અતિચાર કહેવાય છે. જે પાંચમાં અણુવ્રતનો ત્રીજો અતિચાર છે.
-
૦ રૂપ્ય-સુવર્ણ પ્રમાણાતિક્રમના સંભવીત કારણો :
જ્યારે પોતે નક્કી કરેલ મર્યાદા જેટલું સોનું-ચાંદી થઈ ગયા હોય ત્યારે તેનાથી વધારે સોનું-ચાંદી પ્રમાદથી આવી જાય કે લોભાદી અપ્રશસ્ત ભાવે સોનુંચાંદી વધારવા આસક્તિ ઉત્પન્ન થાય, તે વખતે આ સોનું-ચાંદી પોતાના નથી એમ ગણાવવાના ખ્યાલથી સ્રી-પુત્રાદિ પરિવારને આપી દેવાથી રૂપ્ય-સુવર્ણના પ્રમાણાતિક્રમનો અતિચાર થાય છે.
-
-
આ રીતે પ્રમાદથી થતી ભૂલ-ચૂક કે અપ્રશસ્ત ભાવથી બીજાના નામે ચડાવી દેવાથી પ્રમાણની મર્યાદાનું ઉલ્લંઘન થાય છે. જેને અતિચાર કહેવામાં આવે છે. હવે પાંચમાં અણુવ્રતના ચોથા અતિચારને જણાવે છે— • વિજ્ઞ - કૂષ્ય-સામાન્ય ધાતુઓ.
સોના, ચાંદી સિવાયની સર્વ ધાતુનો સમાવેશ કુષ્યમાં થાય છે. સામાન્ય ધાતુ એટલે કાંસુ, લોઢું, તાંબુ, કલાઈ, પીત્તળ, સીસુ, એલ્યુમીનીયમ ઇત્યાદિ સર્વે.
-
ઉપલક્ષણથી અહીં માટીના વાસણો, વાંસ, કાષ્ઠ, હળ, ગાડાં, શસ્ત્ર, ખાટ-ખાટલા, ખાટલી, ગાદલા વગેરે ઘરવખરી અર્થાત્ ઘરના બધાં રાચરચીલાનો સમાવેશ પણ તેમાં કરવામાં આવેલ છે. જેથી વાસણ-કુસણ, રાચ-રચીલું, ઉઠવાબેસવા, સુવાની સર્વે વસ્તુઓ આ બધાંનો સમાવેશ કુષ્યમાં થઈ જાય છે.
• कुविअ पमाणाइक्कम
કૂષ્ય પ્રમાણાતિક્રમ
કૂષ્યમાં સમાવાતી સર્વે વસ્તુ અમુક નિર્ધારીત પ્રમાણ કરતા વધારે રાખવી નહીં તેને ‘કૂષ્ય-પરિમાણ'' કહે છે. તે મર્યાદાના પ્રમાણ પ્રમાદને કારણે ભૂલચૂકથી કે અપ્રશસ્ત ભાવોને વશ થઈને થઈ ગયું હોય તો “કૂપ્ય પ્રમાણાતિક્રમ'' નામનો અતિચાર લાગે છે. આ અતિચાર પાંચમાં પરિગ્રહપરિમાણ વ્રતનો ચોથો