________________
વંદિત્ત-સૂત્ર-વિવેચન-ગાથા-૧૮
૧૫૫
દેવાદારોને ઘેર જ રાખી મૂકે, અથવા તે તે લેણી વસ્તુઓની કિંમત વધી જાય
ત્યારે જો તે ભાવે ઘરમાં લાવે તો પરિગ્રહનું પ્રમાણ વધી જતું હોવાની બીકે દેવાદાર પાસેથી “હું તમને જ આપીશ” એવું ખાત્રીસૂચક બહાનું લઈ લે. અથવા કોઠારોની સંખ્યાનું પ્રમાણ નક્કી કર્યું હોય તો તે કોઠારો પહોળા બનાવી દે.
આ સર્વે સ્થિતિમાં “ધનધાન્ય પ્રમાણાતિક્રમ' અતિચાર લાગે. હવે પાંચમાં અણુવ્રતના બીજા અતિચારને જણાવે છે– • હિત - ક્ષેત્ર - ધાન્ય ઉપજવાની ભૂમિ. – આ ક્ષેત્રના ત્રણ ભેદ કહ્યા છે – (૧) સેતુ, (૨) કેતુ, (૩) તદભવ.
(૧) સેતુક્ષેત્ર :- જેમાં રેંટ, કોસ વગેરેથી પાણી કાઢીને જ્યાં ધાન્યાદિ નિપજાવી શકાય તેવા ક્ષેત્રને સેતુ ક્ષેત્ર કહે છે.
(૩) કેતુક્ષેત્ર - જ્યાં વરસાદના પાણીથી જ ધાન્ય નિપજાવી શકાય તેવા ક્ષેત્રને કેતુ ક્ષેત્ર કહે છે.
| (૩) તદુભય ક્ષેત્ર :- જ્યાં સેતુ અને કેતુ બંને પ્રકારે ધાન્યાદિ પાકે તેવા ક્ષેત્રને તદુભય ક્ષેત્ર કહે છે.
• સત્યુ - વાસ્તુ. ઘર, હાટ, હવેલી વગેરે બાંધકામવાળી જગ્યાઓ. – વાસ્તુના ત્રણ ભેદ છે – (૧) ખાત, (૨) ઉસ્કૃિત, (૩) ખાતોશ્થીત.
(૧) ખાતગૃહ - ભૂમિની અંદર જે બાંધકામ કરીને ભોયરું - ટાંકુ વગેરે બનાવાય તેને ખાતગૃહ કહે છે.
(૩) ઉચ્છિતગૃહ - ભૂમિની ઉપર જે બાંધકામ કરીને પ્રાસાદ વગેરે બનાવાય તેને ઉચ્છિતગૃહ કહે છે.
(૩) ખાતોષ્કૃિત ગૃહ :- જેમાં ભૂમિની અંદર ભોંયરુ અને ભૂમિની ઉપર મકાન-પ્રાસાદાદિ બનાવાયા હોય તે ખાતોષ્કૃિત ગૃહ કહેવાય છે.
• ભિા-વત્યુ પાઠ્ઠમ - ક્ષેત્ર-વાસ્તુ પ્રમાણાતિક્રમ
આ ત્રણ પ્રકારના ક્ષેત્રો (ભૂમિ કે ખેતર) અને ત્રણ પ્રકારના વાસ્તુ (મકાન, દુકાન) એ છ પ્રકારોમાંથી પોતના થકી અમુક જ ક્ષેત્ર અને વાસ્તુ રાખી તેથી વધારાના પરિગ્રહનો ત્યાગ કરવો, તેને “ક્ષેત્ર-વાસ્તુપ્રમાણ” કહેવામાં આવે છે. આ ક્ષેત્ર અને વાસ્તુના પરિગ્રહનું પ્રમાણ-મર્યાદાથી કંઈ અતિક્રમણ થાય કે આ મર્યાદાનું કોઈ રીતે ઉલ્લંઘન થઈ જાય તો તેને ક્ષેત્ર-વાસ્તુ પ્રમાણાતિક્રમ નામનો અતિચાર કહેવાય છે.
૦ ક્ષેત્ર-વાસ્તુ પ્રમાણાતિક્રમના સંભવીત કારણો
જ્યારે ક્ષેત્ર-વાસ્તુના પ્રમાણનો નિયમ લીધો હોય અને તેટલા પ્રમાણવાળો પરગ્રહ પૂર્ણ થઈ જાય, ત્યારપછી તેમાં સરહદો ભૂંસાઈ જવાથી કે વચ્ચેની દીવાલ પડી જવાથી કે એવા અન્ય કારણોથી લીધેલા નિયમની સંખ્યા કે મર્યાદા ઓળંગાઈ જાય છે. ત્યારે પાંચમા અણુવ્રતનો આ બીજો અતિચાર લાગે છે.
જો વ્યક્તિ પોતે લોભાદિ અપ્રશસ્ત ભાવોને વશ થઈને ક્ષેત્ર કે ઘરની