________________
૧૫૪
પ્રતિક્રમણમૂત્ર વિવેચન-૩
- ઘન - ધન ચાર પ્રકારે કહ્યું છે. (૧) ગણિમ, (૨) પરિમ, (૩) મેય, (૪) પરિચ્છેદ્ય આ ચારે ભેદોનું વર્ણન આ પ્રમાણે છે–
(૧) ગણિમ:- જે વસ્તુઓ ગણીને લેવાય છે. જેમકે - રોકડ, સોપારી, શ્રીફળ વગેરે સર્વે ગણિમ-ધન કહ્યું છે.
(૨) ધરિમ :- જે વસ્તુઓ ઘારીને-તોલીને લેવાય છે. જેમકે - ગોળ, સાકર ઇત્યાદિ વસ્તુઓને ધરિમ-ધન કહ્યું છે.
(3) મેય - જે વસ્તુઓ માપીને કે ભરીને લેવાય, તે મેય. જેમકે - ઘી, તેલ, કાપડ વગેરે તે મેય-ધન કહ્યું છે.
(૪) પરિચ્છેદ્ય :- જે વસ્તુ કસીને કે છેદીને લેવાય છે. જેમકે - સુવર્ણ, રત્ન ઇત્યાદિ. તે પરિચ્છેદ્ય-ધન કહ્યું છે.
ઘન્ન - ધાન્ય, આ ધાન્યના ૨૪ ભેદો કહ્યા છે –
(૧) જવ, (૨) ઘઉં, (૩) શાલી, (૪) વીડિ-ડાંગર, (૫) સાઠીચોખા, (૬) કોદરા, (૭) જુવાર, (૮) કાં, (૯) રાલક, (૧૦) તલ, (૧૧) મગ, (૧૨) અડદ, (૧૩) અળસી, (૧૪) ચણા, (૧૫) મકાઈ, (૧૬) વાલ, (૧૭) મઠ, (૧૮) ચોળા, (૧૯) મકાઈ, (૨૦) મસૂર, (૨૧) તુવર, (૨૨) કળથી, (૨૩) ધાણા, (૨૪) વટાણા.
- ધાન્યના ૧૭ ભેદોના નામો પણ ગ્રંથમાં જોવા મળે છે.
(૧) શાલી, (૨) જવ, (૩) ડાંગર, (૪) કોદર, (૫) રાલક, (૬) તલ, (૭) મગ, (૮) અડદ, (૯) ચોળાં, (૧૦) ચણા, (૧૧) તુવેર, (૧૨) મસૂર, (૧૩) કળથી, (૧૪) ઘઉં, (૧૫) વાલ, (૧૬) અળસી, (૧૭) શણ-(એક પ્રકારનું ધાન્ય છે.)
– અથવા તે તે દેશપ્રસિદ્ધ ધાન્યો અનેક પ્રકારના છે. ૦ ઘન-ઘન્ન માફ ઢમ - ધન, ધાન્ય પ્રમાણાતિક્રમ.
આ રીતે વિવિધ પ્રકારના ધન અને ધાન્યોમાંથી અમુક જ ધન-ધાન્ય પોતાના ઉપયોગ માટે છૂટાં રાખવા, પણ તેથી વધારે ધન-ધાન્યનો ઉપયોગ ના કરવો તેને ધન-ધાન્ય પરિગ્રહ પરિમાણ કહે છે.
આ રીતે ધન-ધાન્ય પ્રમાણનો નિયમ કર્યા પછી તે મર્યાદાનું પ્રમાદથી કે અપ્રશસ્ત ભાવથી ઉલ્લંઘન થઈ જાય તો તે ધન-ધાન્ય પ્રમાણાતિક્રમ નામનો પાંચમાં અણુવ્રતનો પહેલો અતિચાર છે.
૦ ધન-ધાન્ય પ્રમાણાતિક્રમ થવાના સંભવિત કારણો :
– ધન અને ધાન્યરૂપ પરિગ્રહના રાખેલ પ્રમાણ કરતા કાળાંતરે પીઠ કે વ્યાજ વધી જવાથી તે પરિગ્રહ વધી ગયો જોઈને પોતાના દેવાદારો પાસે જ પોતાનું તે વધારાનું ધન કે ધાન્ય રહેવા દે અને તે દેવાદારોએ પોતાને આપવાની રકમો, પોતાની પાસેનાં આગળનાં ધન કે ધાન્યની લેવડેદવડ થઈ જાય ત્યાં સુધી