________________
૧૫૩
વંદિત્ત-સૂત્ર-વિવેચન-ગાથા-૧૮
ઘઇ - ધન, ઘન્ન - ધાન્ય, વિત્ત - ક્ષેત્ર (ભૂમિ) વત્યુ - વાસ્તુ (ઘર), રુગ્ધ - રૂપું સુવન્ન - સુવર્ણ સુવિઝ - કુષ્ય (કાંસુ, લોઢું આદિ સર્વે ધાતુઓ) ૩૫૩ - દ્વિપદ (મનુષ્ય)
ઘડwય - ચતુષ્પદ (પ્રાણી) આ નવ પ્રકારના પરિગ્રહની સાથે સૂત્રમાં ‘વિઝ' શબ્દ પછી પરમાર શબ્દ જોડેલો છે. આ પરિમાણ' શબ્દ આ નવે શબ્દો સાથે જોડવાનો છે. જેમકે ધણપરિમાણ', “ધન્નપરિમાણ’, ‘ખિત્તપરિમાણ' એ પ્રમાણે.
અને છેલ્લે નોંધ્યું છે. જે રેસિ સબૈ - દિવસ સંબંધી લાગેલા અતિચારનું હું પ્રતિક્રમણ કરું છું.
અહીં સૂત્રનો શબ્દાર્થ માત્ર જોઈએ તો ધનનું પરિમાણ, ધાન્યનું પરિમાણ, ક્ષેત્રનું પરિમાણ એવા જ અર્થો નીકળશે. માત્ર “પરિમાણ” શબ્દથી તો “નિયમ” એટલો જ અર્થ થાય છે. તો “નિયમ'માં પ્રતિક્રમણ કઈ રીતે સંભવે ?
જો નિયમનું ઉલ્લંઘન થાય, નિયમનો અતિક્રમ થાય, નિયમના પાલનમાં દોષ લાગે તો આવા-આવા કારણોથી જ પ્રતિક્રમણ' કરવું જરૂરી બને. કેમકે નિયમ લેવાનું પ્રતિક્રમણ ન હોય પણ નિયમમાં ભૂલ થાય તેનું પ્રતિક્રમણ હોય એ અર્થને સ્પષ્ટ કરવા માટે “પરિમાણ' શબ્દથી (પ્રમાણ શબ્દથી) પ્રમાણાતિક્રમ' એ પ્રમાણે શબ્દ સમજવાનો છે.
દિવસ સંબંધી એ સર્વે દોષોનું હું પ્રતિક્રમણ કરું છું એમ કહ્યું, પણ તે દોષોના નામ કયા છે ? (૧) ધન પ્રમાણાતિક્રમ
(૨) ધાન્ય પ્રમાણાતિક્રમ (૩) ક્ષેત્ર પ્રમાણાતિક્રમ
(૪) વાસ્તુ પ્રમાણાતિક્રમ, (૫) રૂપ્ય પ્રમાણાતિક્રમ,
(૬) સુવર્ણ પ્રમાણાતિક્રમ, (૭) કુખ્ય પ્રમાણાતિક્રમ
(૮) દ્વિપદ પ્રમાણાતિક્રમ (૯) ચતુષ્પદ પ્રમાણાતિક્રમ - એ નવ દોષ જાણવા.
૦ પ્રશ્ન :- અહીં પ્રશ્ન એ થાય કે પરિગ્રહ પરિમાણ વ્રતના અતિચારો પાંચ કહેવાય છે, અહીં ભેદ નવ જણાવ્યા છે, તો પછી પાંચ અતિચારની ગણના કઈ રીતે કરવી ?
– સમાધાન :- આ નવની ગણના જ પાંચમાં કરેલી છે. તે આ રીતે – (૧) ધન-ધાન્ય પ્રમાણતિક્રમ (૨) ક્ષેત્ર-વાસ્તુ પ્રમાણાતિક્રમ (૩) રૂણ-સુવર્ણ પ્રમાણાતિક્રમ (૪) કુષ્ય-પ્રમાણતિક્રમ (૫) દ્વિપદ-ચતુષ્પદ પ્રમાણાતિક્રમ આ પ્રકારે પાંચ અતિચાર સંબંધી પ્રતિક્રમણ કરવું. આટલા સ્પષ્ટીકરણ પછી હવે પ્રત્યેક શબ્દોનું વિવેચન કરીએ–