________________
૧૫૨
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૩ (આ પદના વિવેચન માટે ગાથા-૯નું વિવેચન જોવું) • પરિમા-પરિટ છે - પરિમાણના પરિચ્છેદને વિશે.
– પરિગ્રહના પરિમાણની મર્યાદાને વિશે. પરિગ્રહના પરિમાણનું ઉલ્લંઘન કરવાથી.
– માન એટલે માપવું, તેને યોગ્ય રીતે માપવું તે પરિમાણ એટલે કે નિયત કરેલ માપ અથવા નિર્ધારીત મર્યાદા.
– પાંચમું અણુવ્રત પરિગ્રહનું પ્રમાણ કે મર્યાદા નક્કી કરવા માટે છે. તેને સ્થૂળ પરિગ્રહ વિરમણ પણ કહે છે અને “પરિગ્રહ પરિમાણ વ્રત” પણ કહે છે. તેનો પરિચ્છેદ્ર એટલે મર્યાદાનું ઉલ્લંઘન કરવું તે.
પરિગ્રહ બાહ્ય અને અત્યંતર એમ બે પ્રકારે છે. તેમાં ધન-ધાન્ય આદિ નવ પ્રકારે બાહ્ય પરિગ્રહ છે - જે હવે પછીની ગાથા-૧૮માં જણાવેલ છે અને ચૌદ પ્રકારે અભ્યતર પરિગ્રહ છે, જેને સંક્ષેપમાં રાગ-દ્વેષાદિ પરિગ્રહ કહે છે. પણ અહીં પરિગ્રહ પરિમાણના અર્થમાં બાહ્ય પરિગ્રહનો અધિકાર જ ચાલે છે. તેને આશ્રીને જ વ્યાખ્યા છે.
જીવનની જરૂરિયાત માટે ગૃહસ્થો ધન, ધાન્ય, મકાન આદિ કેટલોક પરિગ્રહ આવશ્યક છે, પણ તે બધું “પર” છે એવી બુદ્ધિ શ્રાવકોએ રાખવી જોઈએ. જેથી લોભ, તૃણા કે આસક્તિ ઘટે. વ્રતધારી શ્રાવકો તે માટે પોતાની બધી જ માલમિલ્કતની મર્યાદા નક્કી કરે છે. આ વ્રતને “પરિગ્રહ પરિમાણ વ્રત' કહે છે. જેને માટે ઉપાસકદશા નામના આગમ સૂત્રમાં ‘ઇચ્છાવિધિ-પરિમાણ' નામ નોંધાયેલ છે.
પરિગ્રહ એ આરંભ, સમારંભ, હિંસાદિનું કારણ બને છે, તેથી નરકગતિની પ્રાપ્તિના ચાર કારણોમાં “મહાપરિગ્રહ' પણ એક કારણ કહેલું છે. પરિગ્રહની મૂચ્છ જૂઠ અને અદત્તના પાપ પણ કરાવે છે. માયા અને કલહને પણ નિમંત્રણ આપે છે. આવા અનેક કારણોથી પરિગ્રહનું પરિમાણ નક્કી કરવા રૂપ વ્રતને સ્થાન અપાયેલ છે.
• રૂત્ય પમાયથોનું - અહીં પ્રમાદાદિના પ્રસંગથી.... (આ પદનું વિવેચન ગાથા-૯ના “વિવેચન'માં જોવું.).
– પાંચમાં અણુવ્રતમાં પરિગ્રહનું પરિમાણ નક્કી કરાય છે. આ પરિમાણમર્યાદામાં કોઈપણ પ્રકારે પ્રમાદના પ્રસંગથી લોભાદિને વશ થઈને કંઈ વિરુદ્ધ આચરણ થયું હોય - અતિચાર લાગ્યા હોય તેનું અહીં પ્રતિક્રમણ કરવાનું છે.
૦ હવેની ગાથા-૧૮માં બાહ્ય પરિગ્રહના નવ ભેદો તથા તેમાં લાગતા અતિચારોના પ્રતિક્રમણને જણાવે છે–
અહીં વિવેચનમાં થોડો પદ્ધતિ બદલાવ કર્યો છે. પહેલા ગાથાર્થ, પછી રહસ્યાર્થ, પછી અતિચાર કઈ રીતે અને પછી શબ્દોની વ્યાખ્યા. ગાથાના સ્પષ્ટીકરણ અને સમજણ માટે અમને ફેરફાર જરૂરી લાગ્યા છે–