________________
વંદિત્ત-સૂત્ર-વિવેચન-ગાથા-૧૬, ૧૭
૧૫૧
બાળકને જન્મ દાતા આદિ થાય છે.
( શીલવત માટે શીલવતીની વિશાળ કથા અર્થદીપિકામાં શ્રી રત્નશેખર સૂરિજીએ નોંધેલી છે, તે જોવી).
૦ ચોથા વ્રત સંદર્ભમાં નાગિલનું લઘુ દષ્ટાંત :
મહાપુર નગરે ભોજરાજા રાજ્ય કરતો હતો. તે નગરમાં લક્ષ્મણ નામે જૈન શ્રેષ્ઠી હતો, તેને નંદા નામે યુવાન અને સુંદર પુત્રી હતી. તે યુવાન થઈ ત્યારે તેણીએ પ્રતિજ્ઞા કરી કે, જે દીવે કાજલ ન હોય, જેની વાટ ખૂટે નહીં, જે હંમેશાં સ્થિર રહે, જ્યાં તેલ ન ખૂટે - એવો દીવો જેના ઘેર હશે તે પુરુષને હું પરણીશ. આ પ્રતિજ્ઞા તે નગરના નાગિલ નામના જુગારીએ સાંભળી. તે નાગિલે વિરૂપાક્ષ યક્ષની સાધના કરી યક્ષે નાગિલને ત્યાં નંદાની પ્રતિજ્ઞા મુજબનો દીવો કર્યો. શેઠે નંદાને નાગિલ સાથે પરણાવી. નાગિલ જુગારમાં રોજ દ્રવ્ય હારી જવા લાગ્યો. શેઠના આપેલા દ્રવ્યથી તે ફરી જુગાર રમતો અને બીજી સ્ત્રી સાથે વિષય સુખ ભોગવીને પાછો આવતો. તો પણ નંદા તેનો આદર કરતી.
કોઈ વખતે જ્ઞાની ગુરુને નાગિલે પૂછ્યું કે શું મારી પત્નીને મારા ઉપર નથી કે જેથી મારા દુર્ગુણોને સહન કરી લે છે - ગુરુ મહારાજે તેને સત્ય સમજાવ્યું. તેથી બોધ પામીને તેણે સ્વદારા સંતોષ વ્રત સ્વીકાર્યું. વિવેકી બન્યો. ઘેર આવી સ્નાન કરી જિનેશ્વર દેવની પૂજા કરી, સુપાત્ર દાન કર્યું. તેના વિવેકવિનય જોઈને નંદા તેના તરફ સ્નેહભાવ ધરવા લાગી. કોઈ વખતે નંદા પિયર ગયેલી. કોઈ વિદ્યાધરીએ નાગિલને જોયો, તેના રૂપમાં મોહિત થઈ ગઈ. તે વિદ્યાધરીએ અનુકૂળ-પ્રતિકૂળ ઉપસર્ગ કર્યા પણ નાગિલને તેના ચોથા અણુવ્રતમાંથી ચલિત કરી શકી નહીં.
નાગિલે આ પ્રસંગથી વૈરાગ્ય પામી પોતાના હાથે મસ્તકના વાળનો લોચ કર્યો. શાસનદેવતાએ વેશ આપ્યો. પછી નંદા સાથે ગુરુમહારાજ પાસે દીક્ષા લીધી. કાળક્રમે ભવાંતરે મોક્ષે ગયા.
હવે ગાથા ૧૭ અને ૧૮માં પાંચમાં અણુવ્રતનું સ્વરૂપ, તેના અતિચારનો હેતુ અને પાંચ અતિચારોને જણાવે છે –
• ફત્તો વનિ - એ પછી પાંચમાં અણુવ્રતને વિશે. ૦ રૂત્તો - અહીંથી, હવે, એ પછી (ચોથા અણુવ્રત પછી) ૦ અબુવ્વા - અણુવ્રતને વિશે, અનુવ્રતને વિશે - આ શબ્દનું વિવેચન ગાથા-૮માં જોવું.
૦ પંમંતિ - પાંચમા, બાર વ્રતમાં પાંચમું વ્રત, પાંચ અણુવ્રતોમાં પણ પાંચમું અણુવ્રત. (તેના વિશે.)
• ગારિયનખત્યાંજ • અપ્રશસ્ત ભાવનો ઉદય થવાથી અતિક્રમણાદિ કારણે અતિચાર-યોગ્ય પ્રવૃત્તિ થઈ હોય.
– માઠા ભાવ વડે કોઈ આચરણ થયું હોય.