________________
૧૫૦
પ્રતિક્રમણમૂત્ર વિવેચન-૩ તો આ વ્રતની વ્યાખ્યા બે ભિન્ન રીતે થાય છે– (૧) સ્વદાર સંતોષ વ્રત
(૨) પરદારગમન વિરતિ પરદારગમન વિરતિધર શ્રાવકને માટે તો અહીં બતાવ્યા છે તે અપરિગૃહીતાગમન આદિ પાંચ અતિચાર લાગે તેમ જાણવું.
સ્વદારસંતોષ વ્રતધરને માટે આ પાંચ અતિચારમાં ત્રણ કે ચાર કે પાંચ અતિચાર સંભવે છે. તે આ પ્રમાણે –
(૧) તેને અપરિગૃહીતા ગમન અને ઇત્રપરિગૃહીતા ગમન એ બંને અનાચાર કે વ્રતભંગરૂપ જ ગણ્યા છે. છેલ્લા ત્રણ અતિચાર તેના માટે અતિચારરૂપ ગણેલ છે.
| (૨) જો થોડા કાળ માટે કોઈ પણ્યાંગના આદિ સ્ત્રીને વેતન આપીને પોતાની સ્ત્રી રૂપે સ્વીકારેલ હોય અને પોતાની સ્ત્રી હોવાની બુદ્ધિએ તેણીની સાથે ગમન કરેલ હોય તો “ઇલ્વરપરિગૃહીતા ગમન” પણ સ્વદારસંતોષ વ્રતધર શ્રાવકને માટે અતિચારરૂપ જ ગણાય.
(૩) જે રીતે સુદર્શન શેઠ પર કપિલાએ હુમલો કર્યો તે પ્રમાણે અજાણપણે જ અચાનક કોઈ સ્ત્રી આક્રમણ કરે અને તેવા કારણથી પરસ્ત્રીગમન થઈ જાય તો સ્વદારસંતોષ વ્રતધર શ્રાવકને માટે અપરિગૃહીતા ગમન પણ અતિચારરૂપ જ ગણાય.
આ જ રીતે સ્ત્રીઓને માટે પણ ત્રણ, ચાર કે પાંચ અતિચારો અતિચારરૂપ સંભવે છે. કેમકે છેલ્લા ત્રણ અતિચાર તો “સ્વપુરુષ સંતોષ” વ્રતધારી શ્રાવિકાને ગણાય જ છે. તુદપરાંત સુજ્યેષ્ઠા જે રીતે વિદ્યાધરની માયાનો ભોગ બન્યા તે રીતે અજાણપણે કોઈ પુરુષ સાથે ગમન થઈ જાય તો પહેલો અતિચાર લાગે. શોક્યનો વારો હોવા છતાં તેના વારામાં પોતે સ્વપતિ સાથે ગમન કરે તો તે સ્ત્રીને બીજો અતિચાર લાગે. એ રીતે પાંચે અતિચાર સંભવે છે.
• સત્યવસ્તિ-મારે પરિશ્ચમે સિલ્વે - દિવસ સંબંધી લાગેલા ચોથા વ્રતના સર્વે અતિચારોનું હું પ્રતિક્રમણ કરું છું.
(આ ગાથાનો અર્થ અને વિવેચન ગાથા-૨ અને ૩ મુજબ જાણવું) ૦ પરદારગમન પાપનાં માઠાં ફળો :
સ્થળ મૈથુન વિરમણ વ્રત બે રીતે ગ્રહણ થાય – (૧) સ્વદારસંતોષ વ્રત અને તે લેવાની અશક્તિ હોય તો (૨) પરદારની વિરતિ,
પરદારા ગમનનાં પાપથી આ ભવમાં પણ વધ, બંધન, ઊંચે લટકાઈને મરવું, નાક કપાવું, ધનનો નાશ થવો વગેરે ઘણી કદર્થના થાય છે. વળી આવા પરદાદાગમનરત માણસોને પરભવમાં નારકીમાં પણ શાલ્મલી વૃક્ષના તીણ અણીદાર કાંટાને આલિંગન કરવું વગેરે બહુ પ્રકારે દુસહ દુઃખની પ્રાપ્તિ થાય છે.
ખરાબ શીલવાળા માણસો, મરીને પરભવે ઇન્દ્રિયો છેદાયેલ, નપુંસકો, કુરૂપ, દુર્ભાગી, ભગંદરના રોગવાળા, વૈધવ્ય કે બાળ વૈધવ્યયુક્ત, વંધ્ય, મૃત