________________
વંદિત્ત-સૂત્ર-વિવેચન-ગાથા-૧૬
૧૪૯
• પરવિવાદ ર :- સ્વ પુત્રાદિ સિવાય પારકાના વિવાહાદિ કરવા.
– પોતાના દીકરા-દીકરી કે આશ્રિત સિવાય પરના-બીજાના વિવાહ આદિ કરવા તે “પરવિવાહકરણ” નામે ચોથા અણુવ્રતનો ચોથો અતિચાર કહેલો છે.
– “કન્યાદાનનું ફળ મળશે” એવી ઇચ્છાથી અથવા સ્નેહસંબંધ આદિને લીધે પારકા પુત્ર-પુત્રીઓનો વિવાહ કરવો તે “પરવિવાડકરણ અતિચાર" છે. તેને વૃત્તિકાર મહર્ષિ હેતુસહિત જણાવે છે.
સ્વદારા સંતોષી વ્રતધર શ્રાવકે પોતાની સ્ત્રી સિવાય અન્ય કોઈપણ સ્ત્રી જોડે અને પરદારવર્જક વ્રતધર શ્રાવકે પોતાની સ્ત્રી તથા પણ્યાંગના સિવાય અન્ય કોઈપણ સ્ત્રી જોડે મૈથુન નહીં જ કરવાનું વ્રત જ્યારે “મન, વચન, કાયાથી કરું નહીં, કરાવું નહીં" એમ છ કોટીથી લીધું હોય ત્યારે
પારકા પુત્ર-પુત્રીનો વિવાહ કરે તેમાં તત્ત્વથી તો તેણે તે પરણનારાઓને વિશે મૈથુનનું કારણ ઉભું કર્યું ગણાય તેને આશ્રીને વ્રતનો ભંગ ગણાય છે. પરંતુ “હું તો આ વિવાહ જ કરી આપું છું મૈથુન કરાવતો નથી” એ ભાવનાથી વિવાહ કરવામાં તો વ્રતનું સાપેક્ષપણું હોવાથી વ્રતનો ભંગ થતો નથી.
પોતાના પુત્ર-પુત્રીઓના વિવાહની બાબતમાં પણ જો કોઈ બીજા ચિંતા કરનાર હોય તો કોઈના વિવાહ કરવો નહીં” એમ સુશ્રાવકે શ્રીકૃષ્ણ અને ચેડા મહારાજાની જેમ નિયમ કરવો ઉચિત છે.
અર્થવીપળા માં ત્યાં સુધી જણાવેલ છે કે, પોતાની સ્ત્રી દરેક રીતે અનુકુળ હોય છતાં પૂરતાં સંતોષના અભાવથી બીજી સ્ત્રી જોડે પોતે વિવાહ કરે તેવા “સ્વદારાસંતોષી” શ્રાવકને પરવિવાતકરણ નામે અતિચાર લાગે છે.
• તિવ્યસબુરાને - તીવ્ર અનુરાગ, કામભોગની તીવ્ર અભિલાષા કરવી તે અથવા તીવ્ર આસક્તિ રાખવી તે.
– તિવ્ય એટલે તીવ્ર, અત્યંત, ગાઢ, – કપુરી - એટલે વિષયભોગની આસક્તિ, કામભોગાભિલાષા
– કામ એટલે ઇન્દ્રિયોના પાંચ વિષયોમાંના શબ્દ અને રૂપ એ બે વિષયો કે જે દૂરથી ઉપયોગમાં લઈ શકાય છે તે.
ભોગ એટલે ઇન્દ્રિયોના પાંચ વિષયોમાંના રસ, ગંધ, સ્પર્શ એ ત્રણે કે જેનો સ્પર્શીને ઉપયોગમાં કરી શકાય તે ભોગ.
આવા કામ-ભોગને વિશે તીવ્ર આસક્તિ રાખવી તે.
આવા તીવ્ર અનુરાગને લઈને મૈથુન કર્યા પૂર્વે કે પછી પણ સ્ત્રીનાં મુખ, કાન, ગુહ્ય પ્રદેશ વગેરે લાંબો કાળ આલિંગન પૂર્વક સેવ્યા કરે અથવા તો કેશ ખેંચવા, પ્રહાર કરવા, દંતક્ષત કરવા, નખક્ષત કરવા વગેરે વડે કામને ઉત્તેજિત કરે અથવા તો કામવૃદ્ધિ કરનારી ઔષધીઓ વાપર્યા કરે તે સર્વે અતિચારરૂપ કહેલ છે.
૦ આ વ્રતની વ્યાખ્યાને આશ્રીને અતિચાર ભેદ :સ્થળ મૈથુનથી વિરમવા વિષયક આ વ્રતનું ગ્રહણ બે પ્રકારે થાય છે અથવા