________________
૧૪૮
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૩
તે - સંભોગ, સંસર્ગ આદિ કરવા તે ઇત્વગૃહીતાગમન નામનો અતિચાર છે.
• Mા - અનંગ, મૈથુન અંગ સિવાયના અંગ.
– અહીં “અનંગ' શબ્દથી “અનંગક્રીડા' એમ શબ્દ સમજવાનો છે. આ અનંગક્રીડા એ ચોથા અણુવ્રતનો ત્રીજો અતિચાર છે.
– “અનંગ” એટલે કામ. તેને જગાડનારી વિવિધ ક્રીડા તે.
– મૈથુન માટેના અંગ સિવાયની કામ પ્રધાન બીજી બીજી કુચેષ્ટા કે જેનાથી કામ, વિષયેચ્છા, ભોગલાલસા વિશેષ જાગૃત બને છે. જેમકે - ચુંબન, ઓષ્ઠક્ષત, સ્તન આદિનું મર્દન, આલીંગન, દંતક્ષત, નખત, વિશિષ્ટ સ્થાને કે વિશિષ્ટ પ્રકારે સ્પશદિ કરવા ઇત્યાદિ પ્રવૃત્તિને ‘અનંગક્રીડા' કહે છે, તેનાથી લાગતા અતિચાર.
-૦- સ્વદારા સંતોષ વ્રતધારીને તો પરસ્ત્રીના કોઈ પણ અંગો પણ વિકારદષ્ટિએ જોવા વગેરે કલ્પતા નથી. કહ્યું છે કે
- “સ્ત્રીનાં ગુપ્ત અંગો જોવામાં, તેનો સ્પર્શ કરવામાં, ગોમૂત્ર ગ્રહણ કરવામાં, કુસ્વપ્ન આવે તેમાં અને ઇન્દ્રિયનું અવલોકન કરવામાં સર્વત્ર યતના રાખે. અર્થાત્ તે સર્વેમાં સરાગતાથી ન વર્તે.
- સ્ત્રીના ગુહ્યઅંગો - સાથળ, મુખ, કાંખ, સાથળના મૂળમાં કે સ્તન વગેરેના અંતરમાં દૃષ્ટિ ન કરવી, દૃષ્ટિ થાય તો ફેરવી લેવી.
– સ્વદારા સંતોષ વ્રત યુક્ત શ્રાવકે પણ પરસ્ત્રીને આશ્રીને બ્રહ્મચર્યની નવ વાડનાં પાલનમાં યત્નશીલ રહેવું. આ નવ વાડો આ પ્રમાણે કહેલી છે
(૧) વસતિ - પરત્રી, પશુ, નપુંસક રહેતા હોય તે સ્થાને ન રહેવું. (૨) કથા - સ્ત્રી કથાને સરાગપણે સાંભળવી નહીં. (૩) નિષદ્યા - સ્ત્રી બેઠી હોય તે આસને બે ઘડી સુધી ન બેસવું. (૪) ઇન્દ્રિય - સ્ત્રીનાં મુખ, ચક્ષુ, ગુપ્તાંગાદિ સરાગપણે જુએ નહીં.
(૫) કુયંતર - ભીંત આદિને અંતરે સૂતેલ યુગલ કામક્રીડાની વાતો કે પ્રવૃત્તિ કરતા હોય તે એકાંતે બેસીને સાંભળે નહીં.
(૬) પૂર્વક્રીડિત - પૂર્વાવસ્થામાં અનિયત કરેલ કામક્રીડા સંભારે નહીં. (૭) પ્રણીત આહાર - રસપૂર્વક સ્નિગ્ધ આહાર કરે નહીં. (૮) અતિમાત્ર આહાર - રસવિહિન આહાર પણ વધુ પ્રમાણમાં ન કરે.
(૯) વિભૂષા - શરીર શોભા, તૈલમર્દન, વિલેપન, વ્રત તથા આત્માને હાનિકારક એવું નિમ્પ્રયોજન નાનાદિ ન કરે.
-૦- પરસ્ત્રી વિષયમાં આ ‘અનંગક્રીડા' અતિચાર છે, તેવો પણ એક મત છે. પરંતુ આ મતવાળા પણ કહે છે કે, પોતાની જ સ્ત્રી સાથે કામશાસ્ત્રોમાં જણાવેલાં કામના આસનોનું આસેવન કરવું કે અતૃપ્તપણે પુરુષસેવન, નપુંસક સેવન કે હસ્તકર્મ વગેરેનું તુચ્છજનોચિત ક્રીડન કરવું તેમજ કાષ્ઠ, ફલક, માટી, ચામડું વગેરેના બનાવેલા કામ સંબંધી ઉપકરણો વડે શ્રાવકને સર્વથા અનુચિત્ત ક્રીડા કરવી તે “અનંગક્રીડા' અતિચાર જ છે.