________________
વંદિતુ-સૂત્ર-વિવેચન-ગાથા-૧૫, ૧૬
૧૪૭
તેમ અર્થ સમજવો.
૦ ચોથા અણુવ્રતને ધારણ કરનારાએ પણ સ્વદારા સંતોષ સહ નીચેના દિવસો કે તિથિઓમાં મૈથુનનો ત્યાગ કરવો આવકાર્ય છે.
(૧) આઠમ, ચૌદશ આદિ ચારિત્ર તિથિઓ. (૨) વિશિષ્ટ પર્વતિથિઓ. (૩) તીર્થંકર પરમાત્માના કલ્યાણકોના દિવસો. (૪) પર્યુષણ પર્વ અને બંને શાશ્વતી ઓળીઓ. (૫) સ્ત્રીની સગર્ભાવસ્થા તથા અંતરાયાદિ દિવસો. (૬) દીવાળી, જ્ઞાન પંચમી, મૌન એકાદશી આદિ પર્વો. (૭) દિવસનો સમય... ઇત્યાદિ.
હવે ગાથા-૧૬માં ચોથા અણુવ્રતના પાંચ અતિચારોને સૂત્રકાર જણાવે છે. તે આ પ્રમાણે
૦ ૩પરિહિમા અપરિગૃહીતા - કુંવારી વિધવા આદિ સ્ત્રી સાથે સંબંધ કરવો તે.
– અપરિગૃહીતા શબ્દ સાથે ગમન શબ્દ જોડવાનો છે. તેથી ચોથા વ્રતના આ પહેલા અતિચારનું નામ થશે-" અપરિગૃહીતાગમન".
- જે પરણેલી સ્ત્રી હોય તે પરિગૃહીતા કહેવાય. જે પરણેલી ન હોય તે અપરિગૃહીતા કહેવાય. તેથી જે કુંવારી કન્યા છે તે અને જે લગ્ન ન કરનારી સ્ત્રીઓ છે, તે સર્વે અપરિગૃહીતા કહેવાય છે.
- અપરિગૃહીતાનો બીજો અર્થ એ પણ છે કે, “જેનો સ્વામી નથી એવી સ્ત્રી તે અર્થમાં વિધવાઓ પણ અપરિગૃહીતા કહેવાય છે, કેમકે વિધવાઓ પહેલા પરિગૃહીતા હતી, પણ તેના સ્વામી હવે હયાત ન હોવાથી તેઓ પણ અપરિગૃહીતા ગણાશે.
આવી કુંવારી, અપરિણિત કે વિધવા આદિ સ્ત્રીઓ વિશે આ કોઈની સ્ત્રી નથી એવી બુદ્ધિથી ગમન કરવું તે અપરિગૃહીતાગમન નામનો ચોથા અણુવ્રતનો અતિચાર કહેવાય છે.
• ફત્તર - ઇત્વર, થોડા કાળ માટે ગ્રહણ કરેલી તે.
– “રૂત્તર’ શબ્દમાં માત્ર ઇત્વર' નહીં પણ “ઇલ્વર પરિગૃહીતા ગમન' નામે અતિચાર છે. આ ચોથા વ્રતનો બીજો અતિચાર છે.
– ઇત્વર એટલે અલ્પકાળ માટે, અમુક મુદ્દત સુધી ગ્રહણ કરવામાં આવેલી સ્ત્રી તે ઇત્રપરિગૃહીતા કહેવાય.
– અમુક મુદ્દત માટે કોઈએ ભાડેથી કે મૂલ્ય આપી પોતાને વશ કરીને રાખેલી વૈશ્યા આદિ સ્ત્રી અથવા લગ્ન કર્યા સિવાય અમુક સમય માટે પગારથી, મૂલ્યથી કે અન્ય કોઈ કારણે જે સ્ત્રી કોઈ પુરુષ સાથે રહે તેવી સ્ત્રી ઇત્વગૃહીતા કહેવાય. એવી સ્ત્રી માટે “આ તો સર્વસાધારણ સ્ત્રી છે' એવી બુદ્ધિથી ગમન કરવું