________________
૧૪૬
૦ નિર્દે - નિત્ય, સદા, હંમેશાં
૦ પરવાર-મન-વિરડ્ - પારકી સ્ત્રી સાથેના ગમનથી અટકવું.
પર એટલે પારકી, બીજાની, જે પોતાની નથી તેવી. વાર - સ્રી, પત્ની, ઘરવાળી.
----
गमन
ગમન, જવું, વિષયભોગ ભોગવવાં તે.
જે પોતાનું નથી તે ‘પર’ કહેવાય. અન્ય સર્વે મનુષ્યો, બધાં જ તિર્યંચો અને બધાં જ દેવો તે સર્વે ‘પર’ પારકા કહેવાય. તે સર્વેની સ્ત્રીઓ સાથે વિષયભોગ કરતા વિરમવું-અટકવું. તેને ‘પરદારગમનવિરતિ' કહેવામાં આવે છે.
અહીં ઉપલક્ષણથી વિચારતા એમ કહેવાય કે જે સ્ત્રી કે પત્ની પોતાની નથી તે સર્વે સ્ત્રી પારકી જ ગણાય. તેથી આ વ્રતનું બીજું નામ “સ્વવારા સંતોવ'' વ્રત પણ કહેવાય છે. બીજી રીતે આ વ્રતને “સ્થત મૈથુન વિરમણ વ્રત'' પણ કહેવાય છે.
-
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૩
-
---
મૈથુન સૂક્ષ્મ અને સ્થૂળ એમ બે પ્રકારે છે. તેમાં કામવિકારના ઉદયથી ઇન્દ્રિયો જે અલ્પવિકારી બને તે સૂક્ષ્મમૈથુન અને ઔદારિક શરીરવાળી મનુષ્ય સ્ત્રી, વૈક્રિય શરીરવાળી દેવીઓ (તિર્યંચ સ્ત્રી) નો મન, વચન, કાયા વડે જે સંભોગ તે સ્થૂલ મૈથુન કહેવાય છે અથવા
મૈથુનની વિરતિ રૂપ બ્રહ્મચર્ય સર્વથી અને દેશથી એમ બે પ્રકારે છે. મન, વચન, કાયાથી સર્વ સ્રીઓના સંસર્ગ-સંભોગનો સર્વથા ત્યાગ કરવો તે સર્વથી બ્રહ્મચર્ય અને સ્વપત્ની સાથેના સંતોષપૂર્વક બાકી પરસ્ત્રીનો ત્યાગ કરવો તે દેશથી બ્રહ્મચર્ય - અર્થાત્ - મૈથુન વિરમણ કહેવાય છે.
શ્રાવક સર્વથા બ્રહ્મચર્યનું પાલન કરવામાં અશક્ત હોય તો તે દેશથી બ્રહ્મચર્ય-મૈથુન વિરમણ વ્રતનો સ્વીકાર કરે છે. આ વ્રત સ્વીકારનાર પોતાની પરણેતર પત્ની સિવાયની સર્વે સ્ત્રીઓ, દેવીઓ અને તિર્યંચ સ્ત્રીઓનો ત્યાગ કરે છે. ૦ નિર્દે પરવાર॰ હંમેશને માટે પરસ્ત્રીઓને આશ્રીને - એટલે કે, પોતાની એક કે વધુ પત્ની-સ્ત્રી સિવાયની સર્વ કોઈ મનુષ્ય-દેવ-તિર્યંચની સ્ત્રી સાથે ગમન કરવાની-તેણીનું આસેવન કરવાના કે સંભોગ કરવાની કરેલ વિરતિથી...
જો કે અપરિગૃહીતા દેવીઓ, કેટલીક મનુષ્ય સ્ત્રી વગેરેને કોઈ પરણનાર કે સ્વીકારનાર ન હોવાથી તે “પરસ્ત્રી-પારકાની સ્રી'' ગણાતી નથી, તો પણ તે પરજાતિને ભોગ્ય હોવાથી પરદારા જ ગણાય માટે વર્જનીય છે. જ્યારે ‘‘સ્વદારાસંતોષી’’ને તો પોતાની પરણેલી સ્ત્રી સિવાયની સર્વે સ્ત્રીઓ પરદારા જ છે. અહીં વારા શબ્દના ઉપલક્ષણથી સ્ત્રીને પણ પરપુરુષનો ત્યાગ એ કથન સમજી જ લેવાનું હોય છે.
૦ આયરિયમસત્યે, ત્ચ પમાયQસોળ - ગાથાના આ ઉત્તરાર્ધનું વિવેચન પૂર્વેની ગાથા-૯ મુજબ જાણવું. વિશેષ એ કે અહીં “ચોથા અણુવ્રતને વિશે પ્રમાદના પ્રસંગથી કે અપ્રશસ્ત ભાવમાં વર્તતા મેં જે કોઈ અતિચાર કર્યો હોય'' -