________________
વંદિત્તુ-સૂત્ર-વિવેચન-ગાથા-૧૪, ૧૫
૧૪૫
પડે છે. ચોરી કરનારા પુરુષો આ ભવમાં પણ ગધેડે બેસાડાય છે, જનતામાં નિંદા પાર્મ, ધિક્કાર પામે અને મરણપર્યન્ત દુઃખ પામે, તેમજ પરભવમાં નારકીના દુઃખો પામે છે, નરકથી નીકળીને ચોરીના જ વ્યસન થકી હણાયેલા પુરુષો હજારો ભવ સુધી માછીમાર, વામણા, લુલા, પાંગળા, બહેરા અને આંધળા થાય છે. (એ પ્રમાણે અર્થદીપિકા-ટીકામાં શ્રી રત્નશેખર સૂરીશ્વરજી જણાવે છે.)
આ વ્રતના સંબંધમાં વસુદત્ત અને ધનદત્તની કથા વિસ્તારથી ‘‘અર્થદીપિકા'' ટીકામાં અપાયેલી છે.
૦ ત્રીજા વ્રત ઉપર વંચક શ્રેષ્ઠીનું લઘુ દૃષ્ટાંત :
એક ગામમાં ધન નામે શેઠ હતો, ધના શેઠાણી તેની પત્ની હતી. ધનસાર નામે તેને પુત્ર હતો. શેઠનો ધંધો કપટથી ચાલતો હતો. ગામડાનાં અભણ અને ભોળા માણસોને તે દરરોજ છેતરતો હતો. આ પ્રમાણે તેણે ઘણું ધન પ્રાપ્ત કરેલું હતું. પણ તે અનીતિનું ધન તેની પાસે ટકતું ન હતું. એવામાં કોઈ શ્રાવકપુત્રીના લગ્ન ધનશેઠના પુત્ર ધનસાર સાથે થયા. શેઠના ઘર અને દુકાન પાસે પાસે હતા. હવે તે શેઠ માલ વેચવાના શેરને બદલે પોણો શેર રાખતો અને માલ ખરીદવાનો શેર સવાશેરનો રાખતો હતો. એ વાત લોકોના ધ્યાનમાં આવતા સૌ તેને પંચક શ્રેષ્ઠીના નામે ઓળખવા લાગ્યા.
જ્યારે પુત્રવધૂની જાણમાં આ વાત આવી ત્યારે તેણે ધનશેઠને કહ્યું કે, છળકપટથી ઉપાર્જન કરેલી લક્ષ્મી આપણા ઘેર ટકશે નહીં તે ચોરી કહેવાય. ન્યાયથી ઉપાર્જન કરેલી લક્ષ્મી જ સ્થિર રહે છે. શેઠે પુત્રવધૂનું વચન માન્ય કર્યું, તેના શુદ્ધ વ્યવહારથી લોકોમાં તે સત્યવાદી ધનશ્રેષ્ઠી નામે પ્રસિદ્ધ થયો. છ માસમાં તેના ઘેર પાંચશેર સોનું શુદ્ધ વ્યવહારથી વધ્યું. પુત્રવધૂના કહેવાથી તેણે સોનાની પાંચશેરી બનાવી. તેના ઉપર પોતાનું નામ કોતરાવીને ધોરી માર્ગ પર રાખી. ત્રણ દિવસ સુધી પણ તે કોઈ લઈ ન ગયું. પછી તળાવમાં નાંખી, ત્યાંથી પણ પાછી આવી.
આ રીતે ખોટાં તોલ-માપ કરતો હતો. ત્યાં સુધી તેનું ધન ટકતું ન હતું, પણ ન્યાય માર્ગથી ઉપાર્જિત શુદ્ધ દ્રવ્યના પ્રભાવે શેઠ ખૂબ જ લક્ષ્મીવંત થઈ મરીને સદ્ગતિએ ગયો માટે આ ત્રીજું અણુવ્રત અતિચારનો ત્યાગ કરીને શુદ્ધ રૂપે પાળવું જોઈએ.
૦ હવે ગાથા ૧૫ અને ૧૬માં ચોથા વ્રતનું સ્વરૂપ, તેમાં અતિચાર લાગવાના હેતુ અને પાંચ અતિચારોને જણાવે છે.
૦ ઘડત્યે ગળુયંતિ નિયં પરવાર-મળ-વિરો- ચોથા અણુવ્રતમાં સદા પર સ્ત્રીગમનની વિરતિ થકી–
૦ ઘડત્યે - ચોથા, બાર વ્રતમાં ચોથું વ્રત, પાંચ અણુવ્રતમાં ચોથું. ૦ અણુમિ - અણુવ્રતમાં. (અર્થ અને વિવેચન ગાથા-૯ મુજબ પાઠાંતર अणुव्वयम्मि मने अणुव्वयम्मी.)
3 10