________________
૧૪૪
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૩
(૨) કુશલ :- ચોરના ક્ષેમકુશળ કે સુખદુઃખની પૃચ્છા કરવી.
(૩) તર્જા :- ચોરી કરવા મોકલવા માટે હાથ વડે કે અન્ય રીતે ચોરને સંજ્ઞા કરવી - સંકેત કરવો.
(૪) રાજભાગ :- રાજનો કર છૂપાવવો.
(૫) અવલોકન :- ચોરી કરી રહેલા ચોરના માર્ગને જોતાં રહેવું (અને જરૂર પડે તો સંજ્ઞાથી ખબર આપવી) અથવા ચોરી કરતા ચોરોને તેઓ ચોરી લાવશે તો મને લાભ થશે એવા પ્રકારની અપેક્ષા બુદ્ધિથી જોવા.
(૬) અમાર્ગદર્શન :- ચોર ક્યાં ગયા ? એમ પૂછનારને સાચો રસ્તો ન બતાવવો. ભળતો જ માર્ગ બતાવવો.
(૭) શય્યા-ચોરને સૂવા માટે ખાટલો-ગાદલું વગેરે સૂઈ રહેવા માટેના સાધનો પુરા પાડવા કે આપવા.
(૮) પદભંગ :- ચોર ગયો હોય તે માર્ગે તેના પડેલા પગલાં કોઈના જોવામાં ન આવે તે માટે ગાય-ભેંસો આદિને તે માર્ગે ચલાવીને કે અન્ય રીતે ચોરનાં પગલાં ભૂસી નાંખવા.
(૯) વિશ્રામ - ચોરને વિસામા માટે જગ્યા આપવી.
(૧૦) પાદપતન :- ચોરને પ્રણામ-નમસ્કાર વગેરે કરવા, તેના પગે પડવું. એ રીતે તેનું ગૌરવ કરવું.
(૧૧) આસન :- ચોરને બેસવા માટે આસન આપવું. (૧૨) ગોપન :- ચોરને છૂપાવવો. છૂપાવાની જગ્યા આપવી.
(૧૩) ખંડદાન :- ચોરને ખાંડ મિશ્રિત પકવાન્ન વગેરે ખાદ્ય પદાર્થોનું દાન કરવું અર્થાત્ ખવડાવવું-પીવડાવવું.
(૧૪) માડરાજિક - ચોરને ઉજાણી-મિજબાની આદિ આપવા દ્વારા તેને વધારે પડતું માન આપવું.
(૧૫) પદ્ય :- ચોરના પગનો થાક ઉતારવા માટે ગરમ પાણી, તેલ વગેરે આપવા કે અપાવવા.
(૧૬) અગ્નિ :- ચોરને રસોઈ પકાવવા માટે, શીત પ્રકોપથી બચવા માટે ઇત્યાદિ કારણે અગ્નિ આપવો.
(૧૭) ઉદક :- ચોરને ખુશ કરવા, સ્નાનાદિ કરવા ઇત્યાદિ કારણોથી શીતળ કે ઉણ જલ (પાણી) પુરું પાડવું.
(૧૮) રજૂ :- ચોરે લાવેલ ગાય, ભેંસ આદિ ઢોરોને બાંધવા માટે કે તેવા અન્ય કોઈ કારણોથી દોરડાં આપવા કે અપાવવા.
આમાંની કોઈ પણ પ્રવૃત્તિ એ ચોરને ઉત્તેજન આપે છે. ૦ અદત્તાદાન કે તેના અતિચારના ફળ :
– આ વ્રતનો સ્વીકાર નહીં કરવામાં અને વ્રત સ્વીકારીને તેમાં માલીન્ય ઉપજાવવામાં દુર્ભાગીપણું, દાસપણું, દરિદ્રતા, દુર્ગતિ આદિના ભોગવનારા બનવું