________________
વંદિત્તુ-સૂત્ર-વિવેચન-ગાથા-૧૪
હતુન-ફૂડમાળે - ખોટાં તોલ-ખોટા માપ રાખવાથી.
૦ હૂડ એટલે કૂટ અથવા ખોટી
૦ તુા એટલે ત્રાજવું. જેનાથી જોખીને ગ્રાહકનો માલ લેવાનો હોય કે ગ્રાહકને માલ આપવાનો હોય તેવા ત્રાજવા-તોલા ખોટાં રાખવા એટલે કે લેવામાં માલ વધારે આવે અને વેચવામાં માલ ઓછો જાય તેવા ત્રાજવા-તુલા રાખવા તેને ‘કૂંડતુલ' કહેવાય છે. આવી પ્રવૃત્તિ દાંડી મરડીને, કડી ચડાવીને, લેવાના તોલ-કાટલામાં નીચે સીસું ચોંટાડીને, આપવાના કાટલામાં ખાડો ખોદીને ઇત્યાદિ પ્રકારે ગ્રાહકને છેતરવાની બુદ્ધિથી તોલમાં જે જે કૂડ (ખોટું) કરવામાં આવે છે તેને ‘છૂટતુલા’’ કહેવાય છે.
-
૧૪૩
-
તોલ માટે તુલા (ત્રાજવું) અર્થ કર્યો, તેમ દશ કિલ્લો, પાંચ કિલ્લો, ૫૦૦ ગ્રામ કે મણ, શેર, તોલો વગેરેનો સમાવેશ પણ આ તોલમાં જ થાય છે, તેથી તેમાં ફેરફાર કરવો અર્થાત્ અધિક કે ઓછું કરવું તેનો સમાવેશ પણ ‘કૂંડતુલ'માં જ કરાય છે.
० कूडमाण
ખોટાં માપ અથવા ખોટાં માન રાખવા તે.
-
- પળી, પવાલું, પાલી, માથું, કળશી વગેરે માપ કહેવાય છે. વર્તમાન ભાષામાં લીટર, ગ્લાસ, બોટલ, ડબ્બો ઇત્યાદિ બધાં માપ માટેના સાધનો રૂપે ઓળખાય છે. લેતી વખતે તેમાં વધારે આવે તેમ કરવું અને આપતી વખતે ઓછું જાય તેમ કરવું તેને ‘કૂટમાન' કહેવાય છે જેમાં માન-માપ ખોટાં કરવામાં આવે છે.
માન અને માપને બીજી રીતે પણ ઓળખાવેલ છે. જેમાં પાલી-પવાલું કે લીટર આદિ હોય તે માન કહેવાય અને જેમાં મીટર, સેન્ટીમીટર કે વાર અને ફૂટ હોય તે માપ કહેવાય. આવા માન કે માપમાં લેતી વખતે વધુ આવે અને આપતી વખતે ઓછું જાય તે રીતે ખરીદ-વેચાણ કરવું તે ‘કૂટમાન' કહેવાય છે.
—
આવા કૂંડતુલ (ખોટાં તોલ) અને કૂડમાન (ખોટાં માન કે માપ) કરવા એ ત્રીજા અણુવ્રતનો પાંચમો અતિચાર કહ્યો છે.
• पडिक्कमे देसिअं सव्वं અર્થ-વિવેચન ગાથા-૩ મુજબ.
વિશેષ એ કે અહીં ત્રીજા અણુવ્રતમાં ઉપરોક્ત પાંચ અતિચારમાંનો કોઈ અતિચાર દિવસ દરમ્યાન લાગ્યો હોય તો તે સર્વેનું પ્રતિક્રમણ કરું છું. તેમ અર્થ સમજવો-જાણવો.
૦ ચોરને જન્મ આપનારી ૧૮ પ્રકારની ક્રિયાઓ :
શ્રાવકે ત્રીજા વ્રતના અતિચારનો પરિહાર કે ત્યાગ કરવા માટે, ચોરીના દોષથી બચવા ઇચ્છનારે ૧૮ પ્રકારે ચોરની ઉત્પત્તિ કહેવાય છે તે જાણીને તેને વર્જવી જોઈએ.
(૧) ભલન :- હું તારા ભેગો છું, તું ડરીશ નહીં એ રીતે કહીને ચોરને પ્રોત્સાહિત કરવો તે.