________________
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૩
- તત્ એટલે તે અને કિવ એટલે પ્રતિરૂપ, સદેશ, સરખું, નકલ. – કોઈપણ વસ્તુમાં તેના જેવી જણાતી હલકી વસ્તુને ભેળવવી અથવા તેને જ મળતી નકલ બનાવવી અને તેને સાચા માલ તરીકે વેચવી તે ‘તપ્પડિસૂવ’ અતિચાર.
૧૪૨
જેમકે જે વસ્તુ વેચવાની છે તે વસ્તુના જેવી. ચોખાની શાળમાં જવ મેળવી દેવા, ઘીમાં ચરબી અથવા કોપરેલ તેલ મેળવી દેવું, તેલમાં મળી જાય તેવું મૂત્ર મેળવી દેવું, હિંગમાં ખેર આદિનો રસ કે તેવી અન્ય વસ્તુ ભેળવવી, કેસરમાં મકાઈના ડોડાના રેસા મીઠોપીળો રંગ નાંખી ભેળવી દેવા, ઉત્તમ કપૂર, મણી, મોતી, સોનું, ચાંદી વગેરેમાં બનાવટી કપૂર, મણિ, મોતી આદિ મેળવી દેવા. આ અને આવી બધી સેળભેળ કરી વેપાર કરવો તે ‘“તત્પ્રતિરૂપ'' છે.
―
આમ કરીને બહુ મૂલ્યવાળી વસ્તુઓમાં અલ્પ મૂલ્યવાળી હલકી વસ્તુઓ ભેળવવા દ્વારા ઉત્તમ દ્રવ્યના મૂલ્ય હોય તે જ કિંમતે આવી વસ્તુઓ વેચવી ઇત્યાદિ આ ત્રીજો અતિચાર છે.
-
ચોર પાસેથી લીધેલ ગાય વગેરેના શીંગડાઓને ગાય વગેરેને કોઈપણ ઓળખે નહીં એ રીતે અગ્નિમાં પકાયેલા કાલિંગડાના રસ વગેરે વડે વાંકા હોય તો સીધાં કરી દેવા અને સીધાં હોય તો વાંકા કરી દેવા એ મુજબનો વ્યવહાર તે “તત્પ્રતિરૂપ” વ્યવહાર કહેવામાં આવે છે.
-
♦ વિરુદ્ધ ામળે - રાજ્યના કાયદા વિરુદ્ધ ગમન કરવું તે. ૦ વિરુદ્ધ - એટલે અહીં રાજ્યના કાયદા વિરુદ્ધ સમજવું. ૦ ૬મળ - એટલે જવાની કે વર્તવાની ક્રિયા.
રાજ્યના નિયમોથી વિરુદ્ધ જવાની કે વિરુદ્ધ પ્રવૃત્તિ કરવાની ક્રિયા તે સર્વે ‘રાજ્યવિરુદ્ધ ગમન' કહેવાય છે. આ ત્રીજા અણુવ્રતનો ચોથો અતિચાર છે. પોતે જે રાજ્યમાં રહેતો હોય તે રાજ્યથી વિરુદ્ધ એવા વૈરી રાજ્યને વિશે પોતાના રાજાએ નિષેધ કર્યો હોવા છતાં વેપાર માટે જવું તે ‘વિરુદ્ધગમન’ નામનો અતિચાર કહેવાય છે.
ઉપલક્ષણથી રાજાએ નિષેધ કરેલ હાથીદાંત, લોઢું, પત્થર, સુવર્ણ, કાપડ, ઇલેક્ટ્રોનીક વસ્તુ આદિ (દાણચોરી આદિ દ્વારા) વ્યાપાર અર્થે લેવી તે પણ ‘વિરુદ્ધગમન’ અતિચાર જ છે.
-
રાજ્ય તરફથી અમુક પ્રદેશમાં કે અમુક સ્થાનમાં જવાની મનાઈ હોય તેમ છતાં ત્યાં જવું તે પણ ‘રાજ્યવિરુદ્ધગમન’ છે.
રાજ્યના જે કાયદાઓનો ભંગ કરવાથી દંડને પાત્ર બનવું પડે, અપમાનને પાત્ર થવું પડે, આબરૂને ધક્કો પહોંચે તે બધાંનો સમાવેશ આ પ્રકારના વ્યવહારમાં થાય છે. જેમકે રાજ્યે કોઈ વસ્તુ પર જકાત નાખેલી હોય તે ન ચૂકવવી, અમુક આવક પર વેરો આકારેલો હોય તે ન ભરવો ઇત્યાદિ રાજ્ય વિરુદ્ધ ગમનના જ ઉદાહરણો છે.