________________
વંદિત્તુ-સૂત્ર-વિવેચન-ગાથા-૧૩, ૧૪
૧૪૧
યુક્તિથી પડાવી લેવું, છેતરપીંડી કરીને પડાવી લેવું, રાજ્યના અધિકારી સાથે મળી જઈને અનુકૂળ કાયદાઓ કરાવી પડાવી લેવું તે પરોક્ષ પરદ્રવ્ય હરણ છે. ૦ ગારિયમપ્રતત્યે ત્ય પમાયસોળ - ગાથાના આ ઉત્તરાર્ધનો અર્થ અને વિવેચન પૂર્વે ગાથા-૯ મુજબ જાણવું. વિશેષ એ કે
પ્રમાદના પ્રસંગથી કે ક્રોધાદિ અપ્રશસ્ત ભાવનો ઉદય થવાથી ત્રીજા અણુવ્રતમાં કોઈ અતિચાર લાગ્યો હોય તો તેનું હું પ્રતિક્રમણ કરું છું એ પ્રમાણે અહીં સમજવું.
-
૦ હવે ગાથા-૧૪માં ત્રીજા અણુવ્રતના પાંચ અતિચારોને સૂત્રકાર જણાવે છે. તે આ પ્રમાણે
♦ તેનાડ - સ્ટેનઆત, ચોરે લાવેલી વસ્તુ લેવી.
-
૦ તેન - એટલે તેન, ચોર, તસ્કર
૦ ગ્રાહક એટલે આહ્વત, ચોરેલ, ચોરીને લાવેલ.
ચોર લોકો જે મોંઘી વસ્તુ ચોરીને લાવે, તેને સસ્તી જાણીને ખરીદવી, તે ‘સ્તન-આહત' આ જાતનો વ્યવહાર ચોરીને ઉત્તેજન આપનારો હોવાથી તે ‘સ્થૂલપરદ્રવ્યહરણ-િ -વિરતિ'ને દૂષિત કરે છે. તેથી તેને ત્રીજા અણુવ્રતનો પહેલો અતિચાર કહેલો છે.
- ચોરીથી આવેલો માલ રાખવો કે ખરીદવો, તેથી પરદ્રવ્ય હરણ કરનારને અર્થાત્ ચોરને ચોરીકાર્ય માટે પ્રત્યક્ષ ઉત્તેજન મળે છે. તેથી તેને અતિચારરૂપ ક્રિયા ગણેલી છે.
-
♦ દેશ - પ્રયોગ. ચોરને ચોરીમાં ઉત્તેજન આપવું તે.
અહીં માત્ર ‘પ્રયોગ' શબ્દ છે, પણ તે સૂચનરૂપે મૂકાયેલ છે. તેનો વાસ્તવિક શબ્દ ‘સ્તનપ્રયોગ’ કે તસ્કર પ્રયોગ સમજવો.
બીજા શબ્દોમાં કહીએ તો ગાથાના આરંભે મૂકાયેલ ‘તેન’ શબ્દ ‘‘આહડ’ અને “પ્પઓગ’” બંને સાથે સંકડાયેલો છે. તેથી “તેનાહડ-પ્પઓગે'' પદથી ‘“તેનાહડ” અને “તેનપ્પઓગ'' એ પ્રમાણે બે પદો છે તેમ સમજવાનું છે.
સ્તનપ્રયોગ એટલે વચનપ્રયોગ દ્વારા તેને ચોરીના કામમાં ઉત્તેજન આપવું તે. જેમકે - ચોરોને કહેવું કે - આજકાલ કામધંધા વિનાના કેમ જણાવ છો ? તમે લાવેલ ચોરીનો માલ જો કોઈ વેચી આપનાર ન હોય તો હું વેચી આપીશ. આવા પ્રકારના વચનો કહેવા અથવા તમારે કોઈ સાધનની જરૂર હોય તો લઈ જાઓ એવું કહીને કોશ, કાતર આદિ ચોરી માટેના ઉપકરણો, ભાતું વગેરે આપવા કે અપાવવા. ઇત્યાદિ વડે ચોરોને ચોરીની ક્રિયામાં પ્રેરવા તેને સ્ટેપ્રયોગ નામે ત્રીજા અણુવ્રતનો બીજો અતિચાર કહ્યો છે.
૦ તત્તિને - ખોટી વસ્તુને ખરા જેવી કરી વેચવી.
માલમાં ભેળસેળ કરવી કે નકલી માલ વેચતાં જે અતિચાર લાગે તે “તપ્પડિસૂવ’ આ ત્રીજા વ્રતનો ત્રીજો અતિચાર છે.