________________
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૩
‘અદત્તાદાન' નામે ત્રીજા પાપસ્થાનકરૂપે અર્થ અને વિવેચન માટે ‘સૂત્ર૩૨ ‘અઢાર પાપસ્થાનક'' પણ જોઈ જવું.
આ જગતમાં દ્રવ્ય અર્થાત્ ધન વગેરેને (રૂપિયો) અગિયારમો પ્રાણ ગણાયા છે. સંસારનો વ્યવહાર ચલાવવા માટે તે પ્રધાનવસ્તુ છે. તેના માલિકે આપ્યા વિના તે દ્રવ્ય આદિ લઈ લેવા કે બીજી કોઈ રીતે તેનું હરણ કરવું તે મહા અનર્થકારી હોવાથી શ્રાવકે તેનાથી અટકવાનું છે, અદત્તાદાનનો ત્યાગ કરવાનો છે.
૦ અદત્તાદાનના ચાર ભેદો :
૧૪૦
(૧) સ્વામી અદત્ત :- જે ધન, સુવર્ણ, મકાન આદિ વસ્તુ તેના માલિકે ન આપી હોય તે ‘સ્વામી અદત્ત' કહેવાય છે.
(૨) જીવ અદત્ત :- જે પોતાની માલિકીની ફળ વગેરે સચિત્ત વસ્તુ માંગવી કે ખાવી તે જીવ અદત્ત કહેવાય છે, કેમકે તે ફળાદિકના જીવે પોતાના પ્રાણ તમને અર્પણ કર્યા નથી.
(૩) તીર્થંકર અદત્ત તીર્થંકર પરમાત્માએ જેનો નિષેધ કર્યો હોય, અથવા જે ગ્રહણ કરવા માટે તીર્થંકરની આજ્ઞા ન હોય તેવી વસ્તુને તીર્થંકર અદત્ત કહેવાય છે.
(૪) ગુરુ અદત્ત વસ્તુ સર્વદોષથી રહિત હોય, સ્વામી-જીવ કે તીર્થંકર અદત્તમાંનુ કોઈ અદત્ત પણ થતું ન હોય તેવા પદાર્થ કે વસ્તુ માટે પણ જો ગુરુની આજ્ઞા લીધી ન હોય કે ગુરુએ તેનો નિષેધ કરેલો હોય તો તેને ગુરુ અદત્ત કહેવામાં આવે છે.
-
-
આ ચાર પ્રકારે ‘‘અદત્ત''નું સ્વરૂપ જણાવેલું છે. હવે વૃત્તિકાર ‘સ્વામિઅદત્ત’ના દૃષ્ટાંત થકી સ્થૂળ અને સૂક્ષ્મ અદત્તનો ભેદ સ્પષ્ટ કરે છે. તે આ પ્રમાણે - સ્વામી અદત્ત સ્થૂળ અને સૂક્ષ્મ એમ બે પ્રકારે છે. તેમાં જે અદત્તથી લોકને વિશે ચોર કહેવાનો વ્યવહાર પ્રવર્તે છે. તે સ્થૂલ અદત્ત કહેવાય. જેમકે ચોરવાની બુદ્ધિથી ધન-ધાન્યાદિ જે કંઈ લે તે અલ્પ હોય તો પણ સ્થૂળ અદત્તાદાન કહેવાય છે. જ્યારે માલિકને જણાવ્યા વિના તૃણ, ઢેફું, પત્થર વગેરે વસ્તુ થોડી લે તો લોકમાં તેને ‘ચોર’ ગણવાનો વ્યવહાર થતો નથી. કેમકે તે સૂક્ષ્મ અદત્તાદાન છે. આ બે પ્રકારના અદત્તમાં શ્રાવકે સૂક્ષ્મ અદત્તાદાનમાં જયણા રાખવાની હોય છે, જ્યારે સ્થૂલ અદત્તાદાન તેને ત્યાજ્ય છે.
તેથી સૂત્રકારે અહીં સ્થૂળ અદત્તાદાનથી અટકવાનું છે તેવું સૂચવવા માટે “થૂલગ પરદવ્યહરણવિરઈ' એવો પ્રયોગ કર્યો છે.
-
આ સ્થૂળ પરદ્રવ્યહરણ પણ બે પ્રકારે થાય
પ્રત્યક્ષ, પરોક્ષ.
પ્રત્યક્ષ (સીધું) પરદ્રવ્ય હરણ માલિકે આપ્યા વિના તેના દ્રવ્યને બળજબરીથી પડાવી લેવું, ફોસલાવીને લઈ લેવું, ચોરી કે ખાતર પાડીને હરણ કરવું ઇત્યાદિ પ્રત્યક્ષ પરદ્રવ્ય હરણ છે.
પરોક્ષ (આડકતરું) પરદ્રવ્ય હરણ-માલિકને ખબર ન પડે તે રીતે
-