________________
૧૩૯
વંદિત્ત-સૂત્ર-વિવેચન-ગાથા-૧૨, ૧૩
૦ મૃષાવાદ કે તેના અતિચારના માઠાં ફળ :
આ બીજા અણુવ્રતને ગ્રહણ નહીં કરવાના કે ગ્રહણ કરીને તેનું ઉલ્લંઘન કરવાના કે અતિચાર લગાડવાના માઠાં ફળો કહે છે–
આવો માણસ જ્યાં જાય ત્યાં અપ્રિય બને છે, તેના શુભ શબ્દો પણ કોઈ સાંભળતા નથી. તે દુર્ગધ મુખવાળો થાય, તેના મુખમાંથી પરૂ ઝર્યા કરે તેવો મુખપાક થાય, અનિષ્ઠ મુખવાળો થાય. કઠોર વચનો બોલનાર થાય. અવ્યક્ત બડબડ કરનારો થાય, બકરાની જેમ બોલતા મુસીબતે બેં-બેં કરી શકે તેવો થાય સામો માણસ ન સમજી શકે તેવો અવનાવાળું અને ગુંગળ બોલનારો થાય. આવા-આવા દોષ આ વ્રતભંગ કે અતિચારોથી થાય છે.
– જુઠું બોલનારા જીવોને આ લોકમાં જ જીભનો છેદ, વધ, બંધન, અપયશ, કે ધનનાશરૂપ ફળો ભોગવવા પડે છે.
– અસત્યવાદી માણસને વિનય, પ્રશાંતપણું આદિ અનેક ગુણો હોય તો પણ તે સર્વત્ર અવિશ્વાસને પાત્ર બની જાય છે.
– અર્થદીપિકા ટીકામાં કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યનો એક સાક્ષી પાઠ આપી જણાવેલ છે કે, પારદારિક અને ચોરનો હજી ઉપાય છે, પણ અસત્યવાદી મનુષ્યનો કોઈ ઉપાય નથી.
હવે ગાથા-૧૩ અને ૧૪માં ત્રીજા સ્થૂલ અદત્તાદાન વિરમણ વ્રતનું સ્વરૂપ, અતિચાર લાગવાનો હેતુ અને આ ત્રીજા અણુવ્રતના પાંચ અતિચારોને જણાવે છે
• તપ અણુવ્યવિ ધૂન -પરબૈદરા-વિરફગો - ત્રીજા અણુવ્રતમાં સ્થળ (મોટા) પરદ્રવ્યના હરણની વિરતિથી.
૦ તU' ત્રીજા. બાર વ્રતમાંના ત્રીજા, પાંચ અણુવ્રતમાંના ત્રીજા
૦ અણુવ્વર્યાનિ - અણુવ્રતમાં (અર્થ અને વિવેચન ગાથા-૯ મુજબ. પાઠાંતર अणुव्वयम्मि भने अणुव्वयम्मी..
૦ યૂન | - સ્થૂળ (અર્થ અને વિવેચન ગાથા-૯ મુજબ). ૦ પરબૈહર - પારકાનું કે બીજાનું દ્રવ્ય લઈ લેવું તે. – ર - પારકાનું, બીજાનું
ફેબ્ધ - દ્રવ્ય ધનાદિ – હરણ - હરણ કરવું, લઈ લેવું, ચોરી લેવું ઇત્યાદિ – વિરડું - વિરતિ, વિરમવું તે, વ્રત.
- બીજાના ધન આદિને હરી લેવાનો સ્થૂળપણે ત્યાગ કરવો તે “સ્થૂળ પરદ્રવ્યહરણ વિરતિ” કહેવાય છે. જેને સ્થૂલ અદત્તાદાન વિરમણ વ્રત નામે ઓળખવામાં આવે છે.
– અહીં “અદત્ત-આદાનનો સામાન્ય અર્થ ચોરી કે બીજાના ધન આદિનું લઈ લેવું થાય છે, પણ વિશિષ્ટ અર્થમાં “અદત્ત' એટલે નહીં દીધેલું અને ‘આદાન' એટલે લેવું કે ગ્રહણ કરવું અર્થ થાય છે.