________________
૧૩૮
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૩ રીતે કોઈ વર્ણ કે ચિન્ટનો ઉમેરો કે ઘટાડો કરવો તે પણ કૂટલેખ છે.
આ કૂટલેખ એ બીજા અણુવ્રતનો પાંચમો અતિચાર છે.
• વયવયમ્સ-રે - ઉપર સહસાઅભ્યાખ્યાન આદિ જે પાંચ કહ્યા તે બીજા વ્રતના અતિચાર જાણવા. ૦ વય - બીજું
૦ વયસ - અણુવ્રતના ૦ યાર - અતિચાર. (અર્થ અને વ્યાખ્યા ગાથા-૨ મુજબ જાણવી) ૦ વીવય એટલે સ્કૂલમૃષાવાદ વિરમણ નામે બીજું વ્રત.
• પડને રેસિ સā - ગાથા-૩ મુજબ અર્થ અને વિવેચન જાણવું. વિશેષ એ કે અહીં બીજા અણુવ્રતમાં દિવસ સંબંધી જે અતિચાર લાગ્યા હોય તેનું પ્રતિક્રમણ સમજવુ.
૦ બીજા વ્રતના સંબંધમાં “કમલશ્રેષ્ઠી”ની કથા ઘણાં વિસ્તારપૂર્વક અર્થદીપિકા” ટીકામાં અપાયેલી છે તે જોવી. અહીં વસુરાજાની કથા સંક્ષેપમાં આપીએ છીએ.
૦ બીજા વ્રત સંબંધે લઘુ દષ્ટાંત :
સુક્તવતી નામે નગરી હતી. ત્યાં સરકદંબક નામે ઉપાધ્યાય હતા. તેમની પાસે પોતાનો પુત્ર “પર્વત', રાજાનો પુત્ર “વસુ” અને નારદ એ ત્રણ વિદ્યાર્થીઓએ વેદોનો અભ્યાસ સારી રીતે કર્યો. કેટલાંક સમય બાદ ફીરકદંબક ઉપાધ્યાય મરણ પામ્યા. તેને સ્થાને તેનો પુત્ર પર્વત ઉપાધ્યાય થયો. તે પર્વત કોઈ દિવસે પોતાના શિષ્યોને વેદોના પાઠ શીખવતો હતો, તેમાં “અજ" શબ્દ આવ્યો. પર્વત શિષ્યોની પાસે “અજ' શબ્દનો અર્થ બોકડો કર્યો. યજ્ઞમાં બોકડો બકરો હોમવો જોઈએ તેવું વિધાન કર્યું. તે વખતે નારદ ત્યાં હાજર હતો. તેણે પર્વતને કહ્યું, ભાઈ ! તું “અજ' શબ્દનો અર્થ ખોટો કરે છે. આપણા સ્વર્ગસ્થ ગુરૂદેવે તો “અજ'નો અર્થ ત્રણ વરસની જૂની ડાંગર કે જે વાવવાથી ફરી ઉગે નહીં તેમ અર્થ કર્યો છે.
પર્વતે નારદની આ વાત સ્વીકારી નહીં. બંને વચ્ચે વાદવિવાદ થયો. બંનેએ શરત તરીકે બેમાંથી જે જૂઠો સાબિત થાય તેણે પોતાની જીભ કપાવી નાંખવી. આવો નિર્ણય કરી સવારે વસુરાજા પાસે ન્યાય કરાવવા જવાનું નક્કી કર્યું. રાત્રિના સમયે પર્વતની માતા વસુરાજા પાસે ગઈ અને પુત્રને બચાવવા માટે વસુરાજાને કહ્યું કે તમે સવારે પર્વત અને નારદ પોતાનો વિવાદ લઈને આવે ત્યારે “અજ'નો અર્થ બોકડો કરજો. આટલી કાકલુદી માન્ય કરાવી માતા પાછા ફર્યા. સવારે પર્વત અને નારદ રાજદરબારમાં આવ્યા. બંને જણાએ પોત-પોતાના અર્થો રજૂ કર્યા. ત્યારે વસુરાજાએ ગુરુ દાક્ષિણ્યતા અને ગુરુપત્નીની વિનંતીથી ખોટી સાક્ષી પૂરીને કહ્યું કે ઉપાધ્યાયજીએ “અજનો અર્થ “બોકડો’ જ કર્યો હતો.
તે જ વખતે દેવતાએ વસુરાજાને લાત મારી સિંહાસન પરથી પાડી દીધો. ખોટી સાક્ષી પૂરવાના પાપે વસુરાજા મરીને નરકે ગયો. પર્વત પણ ઘણાં કાળ સુધી સંસારમાં ભટકશે.