________________
૧૩૭
વંદિત્ત-સૂત્ર-વિવેચન-ગાથા૧૨ કહેવાનું હોવાથી વ્રત અતિક્રમિત કઈ રીતે થાય ?
ઉત્તર :- આવું સત્ય કહેવાથી સામાની છૂપી વાત પ્રગટ થવાને લીધે તેને થતી લજ્જા આદિથી તે સ્ત્રી વગેરેનાં મરણ આદિ અનર્થનો પણ સંભવ હોવાથી પરમાર્થથી તે સત્ય હોવા છતાં અસત્ય છે.
કહ્યું છે કે, “પરને પીડાકારી હોય તેવું સત્ય વચન પણ ન બોલવું. લોકમાં પણ સંભળાય છે કે, તેવું પરપીડાકારી સત્ય બોલતાં કૌશિક નામે ઋષિ નરકમાં ગયા.
અહીં સ્વદારમંત્રભેદ કહ્યું છે, તેથી ઉપલક્ષણથી મિત્ર આદિનો મંત્રભેદ અને પતિએ સ્ત્રીને કહેલ તેની છૂપી વાતને સ્ત્રી બીજાને કહી દે તો તે પણ સ્વપતિમંત્રભેદ નામે અતિચાર જ જાણવો.
મોસુવ - ખોટો ઉપદેશ કે ખોટી સલાહ આપવી. ૦ મોસ એટલે મૃષા, ખોટો કે જૂઠો ૦ ઉવએસ એટલે ઉપદેશ આપવો - સલાહ આપવી.
- કોઈને જાણીબૂજીને ખોટી સલાહ આપવી કે ખોટી ઉશ્કેરણી કરવી તેને મૃષોપદેશ કહે છે. જે બીજા અણુવ્રતનો ચોથો અતિચાર છે.
– બે વ્યક્તિનો વિવાદ ચાલતો હોય ત્યારે તેમાંના એક વ્યક્તિને બીજી વ્યક્તિને ખોટી રીતે ઠગવાનો ઉપાય શીખવવો કે બે પક્ષમાંથી એક પક્ષને ખોટી સલાહ આપવી તે મૃષા-ઉપદેશ કહેવાય.
- મંત્ર અને ઔષધિ આદિને સિદ્ધ કરવાના ઉપાયો કે ગુણો આદિ પોતે સમ્યક્ પ્રકારે જાણતો ન હોય છતાં બીજાને તે મંત્ર અને ઔષધિ આદિને સિદ્ધ કરવાના ઉપાયો અથવા ગુણોનો ઉપદેશ કરવો અથવા તો હિંસાપ્રધાન શાસ્ત્રો ભણાવવાં વગેરેનો મૃષોપદેશ કહેવાય.
– માયા, પ્રપંચ, ઠગાઈ આદિ શીખવનારા શાસ્ત્રો ભણાવવા કે તે શાસ્ત્રો ભણવા સલાહ આપવી તે પણ મૃષા-ઉપદેશ કહેવાય.
• ડઢ - કૂટલેખ, ખોટા લેખ કે દસ્તાવેજો કરવા. ૦ ફૂડ એટલે કૂટ, જુઠ્ઠા, બનાવટી, ખોટા. ૦ લેહ એટલે લેખ, લખાણ, દસ્તાવેજો આદિ.
– બીજાની મુદ્રા, મહોર, રબ્બર સ્ટેમ્પ, અક્ષર, બનાવટી સહી વગેરે બનાવી કાઢીને જૂઠા કે ખોટા અર્થ ઉભા થાય તેવાં ખાતા, દસ્તાવેજ વગેરે ઉભા કરવા તે કૂટલેખ કહેવાય.
– કોઈ માણસનું ખાતું ચાલતું હોય અને તે અમુક રકમનો માલ લઈ ગયો હોય, તેમાં રકમ વધારી દેવી કે તેણે આપેલી રકમ કરતા ઓછી રકમ જમા કરવી એ પણ કૂટલેખ જ છે.
– કોઈ કરારપત્ર કે દસ્તાવેજમાંથી અથવા અગત્યના કાગળમાંથી કોઈ કામનો કે મહત્ત્વનો અક્ષર, શબ્દ આદિ છેકી નાખવા કે સર્વ હકીકત ફરી જાય તે