________________
૧૩૬
અતિચારોને જણાવે છે—
૭ સહસા
વગર વિચાર્યે કોઈ પર આળ મૂકવું.
- ‘સહસા' શબ્દ માત્ર સૂચન કરનાર શબ્દ છે. વૃત્તિકાર કહે છે કે, ‘સહસા' શબ્દથી ‘સહસાઽખ્યાખ્યાન’ એવો શબ્દ સમજવાનો છે.
‘‘સહસા’' એટલે વગર વિચાર્યે કે ઊંડાણમાં ઉતર્યા વિના એકાએક બોલવામાં આવે તે.
‘“અભ્યાખ્યાન’’ એટલે - આળ આપવું, કોઈના પર દોષારોપણ કરવું તે. જેમકે - તું ચોર છે, તું જુઠો છે, તું વ્યભિચારી છે વગેરે. આવા અસત્ દોષનું પ્રતિ આરોપણ કરવું તે ‘“સહસાભ્યાન' કહેવાય. જે આ સ્થૂલમૃષાવાદ વિરમણ વ્રતનો પહેલો અતિચાર છે.
-
♦ રસ્ - એકાંતમાની છાની વાતથી અનુમાન કરી કહેવું તે.
‘‘રમ્'' શબ્દ પણ સૂચન માત્ર છે. ત્યાં અભ્યાખ્યાન શબ્દ જોડીને ‘રહોભ્યાખ્યાન'' એવો શબ્દ બને છે, તે અતિચારરૂપે લેવાનો છે.
“રહસ્” એટલે નિર્જન સ્થળ કે એકાંત, આવા સ્થળે કોઈ બે માણસો કંઈ વાત કે મસલત કરતા હોય, કોઈ જોડે છૂપી સલાહ કરતા હોય તેના ઇંગિત આકાર અને ચેષ્ટા-હાવભાવ વગેરેથી જાણીને અનુમાન માત્રથી એમ કહી દેવું કે તેઓ અમુક પ્રકારની વાત કરતા હતા, જેમકે - તેઓ રાજવિરૂદ્ધ-દેશવિરૂદ્ધ આદિ ખટપટો ચલાવી રહ્યા છે ઇત્યાદિ કહેવું, કોઈની નિંદા કે કાવતરા કરતા હતા તેમ કહેવું તો તે ‘‘રહોભ્યાખ્યાન’’ કેહવાય છે. જે બીજા અણુવ્રતનો બીજો અતિચાર છે. અથવા ચાડી કરવી તે રહોમ્યાખ્યાન છે. જેમકે
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૩
-
બે જણને પ્રીતિ હોય, તેમાંના એકનો આકાર આદિથી અભિપ્રાય જાણીને બીજાને એવી રીતે ચાડી કરે કે જેથી પહેલા ઉપરથી તેનો પ્રેમ ઉઠી જાય.
સ્ત્રીએ કહેલી છાની વાત બીજાને કહેવી તે.
J
—
૭ વર
અહીં ‘સદાર' શબ્દ પણ સૂચન માત્ર છે. ‘સ્વદાર' શબ્દથી ‘‘સ્વદાર મંત્રભેદ'' એ પ્રમાણે શબ્દ લેવાનો છે.
૦ ‘સ્વદાર’ એટલે પોતાની સ્રી
૦ ‘ભેદ' એટલે તેનો ભેદ કરવો કે ખુલ્લી પાડવી તે.
૦ ‘સ્વદારમંત્રભેદ' એટલે પોતાની સ્ત્રીની કોઈ છૂપી વાત બહાર પાડી દેવી કે તેણીના કોઈ ગુપ્ત રહસ્યને ખુલ્લું કરી દેવું તે - બીજા અણુવ્રતનો આ ત્રીજો
અતિચાર છે.
-
૦ ‘મંત્ર' એટલે છૂપી વાત
પોતાની સ્ત્રીએ પોતાનામાં વિશ્વાસ રાખીને જે મર્મની વાત કરી હોય તે મર્મો કે રહસ્યો બીજા સમક્ષ જણાવી દેવા તે.
નોંધ :- સહસા, રહસ્ અને સદાર એ ત્રણે શબ્દોનો દ્વન્દ્વ સમાસ થયો હોવાથી તે પદોને એકવચનમાં સૂત્રકારે મૂકેલા છે.
પ્રશ્ન :- સ્વદાર મંત્રભેદ આદિમાં જે સત્ય છે, તેવું જ જેમ હોય તેમ