________________
૧૩૫
વંદિત્ત-સૂત્ર-વિવેચન-ગાથા-૧૧, ૧૨ પડતર જમીનને ખેડાણ યોગ્ય અને ખેડાણ યોગ્ય જમીનને પડતર કહેવી, જમીનની સરહદ કે મકાનના ક્ષેત્રફળ વિશે જૂઠું બોલવું એ બધું ભૂગલીક કહેવાય છે.
આ ત્રણે મોટા જૂઠાણાના અનુસંધાને એક ખુલાસો
અહીં જે કન્યાલીક, ગવાલીક અને ભૂખ્યલીક એ ત્રણ જૂઠાણાં જણાવ્યા તે માત્ર ઉપલક્ષણથી જણાવેલાં છે. કન્યાસંબંધી અસત્ય પરથી સર્વે દ્વિપદ (-મનુષ્ય), ગો સંબંધી અસત્ય પરથી સર્વે ચતુષ્પદ (પશુ-પ્રાણી) અને ભૂમિસંબંધી અસત્ય પરથી સર્વે અપદ (ભૂમિ, દ્રવ્ય, હીરા, ધાતુ, રત્ન, મોતી વગેરે) સંબંધી સર્વે અલીક-અસત્ય વચનોને વર્ય જ જાણવાં.
અહીં ગ્રહણ કરાયેલા કન્યા-ગો-ભૂમિ તો પ્રસિદ્ધ શબ્દો હોવાથી ગ્રહણ કર્યા છે, લોકને વિશે તેનું નિંદ્યપણું પ્રસિદ્ધ છે. વળી આ ત્રણે શબ્દોમાં ભોગાંતરાય, કેષવૃદ્ધિ આદિ દોષો પ્રગટ છે.
(૪) ચાલાપહાર - થાપણ ઓળવવી તે ચોથું જુઠાણું છે. ન્યાસ એટલે થાપણ. તેનો અપહાર કરવો એટલે ઓળવવી.
પોતાને ત્યાં કોઈએ ધન-ધાન્ય આદિ થાપણ મૂકેલ હોય તે થાપણનો વખત જતાં અપહાર કે અપલાપ કરવો, તે થાપણને પોતાની કરીને રાખી લેવી અને તેના માલિકને એમ કહેવું કે આ વાત ખોટી છે અથવા હું તેમાં કાંઈ જાણતો નથી તો તે મૃષાવાદ છે.
આવો મૃષાવાદ મોટા પાતકનો હેતુ છે. કારણ કે થાપણ મૂકનાર તો તેને પોતાનો આપ્તજન સમજીને કોઈને સાક્ષી રાખ્યા વિના પોતાનું ધન વગેરે થાપણરૂપે મૂકી જાય છે, પણ તે આવી થાપણ ઓળવી લઈને સામાને ભયંકર દુઃખ પહોંચાડે છે, કલ્પી ન શકાય તેવો આઘાત પહોંચાડે છે, જેથી સામાનું મૃત્યુ પણ થાય છે.
(૫) છૂટાક્ષ - કોઈની ખોટી સાક્ષી પૂરવી તે પાંચમો મૃષાવાદ કે મોટું જૂઠાણું તરીકે ઓળખાવાયેલ છે.
– લેવડદેવડના સંબંધમાં ખોટી સાક્ષી એટલે - કોઈ માણસે કોઈ માણસ જોડે ધન આદિની લેવડદેવડ કરવામાં પોતાને સાક્ષી તરીકે રાખેલ હોય તેમાં લાંચ લઈને અથવા ઇર્ષ્યાદિ કારણે ખોટી સાક્ષી પૂરવી તે આ ભવ અને પરભવને વિશે અનર્થનો હેતુ છે.
– પૈસાની કે સતાની લાલચથી, લાગવગ-શેડ કે શરમથી, કોર્ટકચેરીમાં કે લવાદ યા પંચ આગળ કોઈની પણ ખોટી સાક્ષી પૂરવી એ મહા અનર્થનું કારણ છે.
આ રીતે પાંચ મોટા જૂઠાણાં મૃષાવાદ વિરમણ વ્રતમાં કહા. તે વિષયમાં પ્રમાદથી અપ્રશસ્ત ભાવે વર્તતા મેં જે કાંઈ વિરુદ્ધ આચરણ કર્યું હોય (તેની નિંદા અને ગ કરું છું) તે જણાવવા કહ્યું –
• ગાયમાત્યે રૂચ પાયથini - ગાથાના આ ઉત્તરાદ્ધનું વિવેચન પૂર્વની ગાથા-૯ પ્રમાણે જાણવું.
હવે ગાથા-૧૨માં બીજા અણુવ્રત-સ્થૂલ મૃષાવાદથી વિરમણના પાંચ